________________
૬.
લલિતવિસ્તરા ભાગ-૨ जीवाइभाववाओ, बंधाइपसाहगो इहं तावो । एएहिं सुपरिसुद्धो धम्मो धम्मत्तणमुवेइ ।।३।। पंचवस्तुक १०२४ 'आग्रहनिवृत्त्यादिसिद्ध 'रिति, आग्रहो मूर्छा, लुब्धिरिति पर्यायाः; ततो विहितदानशीलतपोभावनाभ्यासपरायणस्य पुंसः, आग्रहस्य मूर्छाया, निवृत्तिः उपरमः, 'आदि'शब्दाद् यथासम्भवं शेषदोषनिवृत्तिग्रहः, તથા સિદ્ધાવાન્ા પંજિકાર્ય :
‘ત્રિદિવરિશુદ્ધતિ ... સિહે બાવાન્ II ત્રિદિરિજીતરિ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, આદિ, મધ્ય અને અંતમાં અવિસંવાદિપ ત્રણ કોટિથી પરિશુદ્ધ અથવા કષ-છેદ-તાપરૂપ ત્રણ વિભાગોથી પરિશુદ્ધ અર્થાત્ નિર્દોષ જે છે તે તેવો છે તે ધર્મ ત્રિકોટિ પરિશુદ્ધ છે, તેનાથી=ત્રિકોટિ પરિશુદ્ધપણું હોવાથી ધર્મ વરચક્ર છે એમ અત્રય છે અને કષાદિનું લક્ષણ આ છે – પાણીવધ આદિ પાપસ્થાનકોનો જે પ્રતિષેધ, ધ્યાન-અધ્યયનાદિનો જે વિધિ એ ધર્મકષ છે=કષધર્મ છે. તે વિધિ-પ્રતિષેધ, નિયમથી જે બાહ્ય અનુષ્ઠાનોથી બાધ પામતા નથી અને પરિશુદ્ધ સંભવે છે તે વળી =બાહ્યઅનુષ્ઠાનને બતાવનારો ઉપદેશ કે અર્થ ધર્મમાં છેદ છે.
અહીં=ધર્મમાં, જીવાદિ ભાવોને કહેનારો બંધાદિનો પ્રસાધક=બંધ-નિર્જરા આદિનો પ્રસાધક, તાપ છે, આના વડે= પૂર્વમાં કહેવાયેલા કષ-છેદ-તાપ વડે, સુપરિશુદ્ધ ધર્મ ધર્મપણાને પામે છે.
નિવૃિિસદ્ધઃ એ લલિતવિસ્તારનું પ્રતીક છે, આગ્રહ, મૂચ્છ, લુબ્ધિ એ પર્યાયો છે= પર્યાયવાચી શબ્દો છે, તેથી વિહિત દાન-શીલ-તપ-ભાવના અભ્યાસપરાયણ પુરુષના આગ્રહની=મૂચ્છની, નિવૃતિ–ઉપરમ, થાય છે, આદિ શબ્દથી=નિવૃત્તિ આદિમાં રહેલા આદિ શબ્દથી, યથાસંભવ શેષ દોષની નિવૃત્તિનું ગ્રહણ છે, તેની સિદ્ધિ હોવાથી=સદ્ભાવ હોવાથી, ચાર પ્રકારનો ધર્મ ભાવશત્રુઓનો નાશ કરે છે એ પ્રતીત છે એમ અવય છે. ભાવાર્થ
ભગવાન અધિકૃત એવા ચારિત્રધર્મરૂપ શ્રેષ્ઠ ચક્રવાળા છે, જે ચક્ર ચાર ગતિને અંત કરનાર હોવાથી ચતુરંત છે એવું ધર્મરૂપ શ્રેષ્ઠ ચક્ર વર્તે છે જેમને એવા ભગવાનને નમસ્કાર કરવામાં આવે છે.
આ ધર્મચક્ર શ્રેષ્ઠ ચક્ર કેમ છે ? તેમાં યુક્તિ બતાવે છે – ચક્રવર્તીનું ચક્ર આ લોકમાત્રમાં ઉપકારક છે, જ્યારે ભગવાનનું ચારિત્રરૂપ ચક્ર લોકદ્રયમાં ઉપકારક છે; કેમ કે ભગવાને ચાર ગતિઓનો અંત કરે તેવું ધર્મચક્ર પ્રાપ્ત કર્યું છે, જે ધર્મચક્રની પ્રાપ્તિને કારણે ભગવાન મનુષ્યભવમાં દેવતાઓથી પૂજાય છે અને આ લોકમાં સર્વ સમૃદ્ધિથી યુક્ત છે અને પરલોકમાં પણ ચાર ગતિનો ઉચ્છેદ કરીને મોક્ષમાં જનારા છે, તેથી ભગવાનનું ચારિત્રધર્મરૂપ ચક્ર લોકદ્રયને ઉપકારક છે અથવા કપિલાદિ પ્રણીત ધર્મચક્રની અપેક્ષાએ ભગવાનથી પ્રણીત ધર્મ ત્રિકોટિ પરિશુદ્ધ છે, માટે વરચક્ર છે,