________________
૧૦૨
લલિતવિસ્તા ભાગ-૨ પંજિકા - _ 'सर्वज्ञाने'त्यादि-सर्वज्ञानदर्शनस्वभावत्वे नयान्तराभिप्रायेण सार्वदिके सर्वज्ञसर्वदर्शित्वरूपे सति, निरावरणत्वेन घातिक्षयात्, अप्रतिहतवरज्ञानदर्शनधरा भगवन्तः।
व्यतिरेकमाह- अन्यथा उक्तप्रकारव्यतिरेकेण, तत्त्वायोगात् अप्रतिहतवरज्ञानदर्शनधरत्वायोगात् यतो न निरावरणा अपि धर्मास्तिकायादय उक्तरूपविकलाः सन्तः, एकेन्द्रियादयो वा उक्तरूपयोगेऽप्यनिरावरणाः, प्रकृतसूत्रार्थभाज इति। પંજિકાર્ય -
સર્વજ્ઞાત્યાદિ પ્રવૃતસ્ત્રાર્થમાન વિ . સર્વજ્ઞાન ઈત્યાદિ લલિતવિસ્તારનું પ્રતીક છે, સર્વજ્ઞાનદર્શન સ્વભાવપણું હોતે છતે=ાયાંતરના અભિપ્રાયથી સાદિક સર્વજ્ઞ-સર્વદર્શિત્વરૂપ હોતે છતે=આત્મા “શ' સ્વભાવવાળો છે તેથી કર્મવાળી અવસ્થામાં શક્તિરૂપે અને મુક્ત અવસ્થામાં અભિવ્યક્તિરૂપે સર્વજ્ઞ સર્વદશિરૂપપણું હોતે છત, ઘાતિક્ષયથી નિરાવરણપણું હોવાને કારણે અપ્રતિહતવરજ્ઞાનદર્શનધરનારા ભગવાન છે.
વ્યતિરેકને કહે છે – અન્યથા–ઉક્ત પ્રકાર વગર=સર્વજ્ઞ સર્વ દશિત્વ જીવતો સ્વભાવ ન હોય અને નિરાવરણત્વ ન હોય તો તત્વનો અયોગ હોવાને કારણે=અપ્રતિહતવરજ્ઞાન-દર્શનધરવતો અયોગ હોવાને કારણે, સર્વજ્ઞ-સર્વદશિસ્વભાવપણું હોતે છતે તિરાવરણ થવાને કારણે ભગવાન અપ્રતિહતવરજ્ઞાનદર્શન ધારણ કરનારા છે, એમ અત્રય છે. જે કારણથી નિરાવરણવાળા પણ ધમસ્તિકાય આદિ ઉક્ત સ્વરૂપ વિકલ છતાં પ્રકૃત સૂત્રાર્થને ભજનારા નથી=અપ્રતિહતવરજ્ઞાન-દર્શનધરનારા નથી, અથવા એકેન્દ્રિયાદિ ઉક્તરૂપતા યોગમાં પણ ચેતન હોવાથી શક્તિરૂપે અપ્રતિહત જ્ઞાન-દર્શનધરપણાના યોગમાં પણ, અતિરાવરણ છે (તેથી) પ્રકૃત સૂત્રાર્થને ભજનારા નથી, તેથી અપ્રતિહતવરજ્ઞાન-દર્શન ધારણ કરનારા નથી. ભાવાર્થ :
જ્ઞાનાવરણીય કર્મનો અને દર્શનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરેલો હોવાથી ભગવાન સર્વત્ર અપ્રતિઅલિત જ્ઞાન-દર્શનના સ્વભાવને ધારણ કરનારા છે=વિશેષ-સામાન્યના અવબોધરૂપ જ્ઞાન-દર્શનને ધારણ કરનારા છે અર્થાત્ ક્ષેત્ર અને કાળથી તેમનું જ્ઞાન ક્યાંય અલના પામતું નથી, પરંતુ સર્વ ક્ષેત્રમાં રહેલાં સર્વ દ્રવ્યો અને ત્રણે કાળના સર્વ પર્યાયોને સ્વરૂપથી યથાર્થ જાણે છે, તેથી અપ્રતિહત જ્ઞાન-દર્શનને ધારણ કરનારા છે. કેમ ભગવાન અપ્રતિકતવરજ્ઞાન-દર્શનને ધારણ કરનારા છે ? તેમાં યુક્તિ આપે છે –
ભગવાનના આત્મામાં સર્વજ્ઞાન અને સર્વદર્શન સ્વભાવપણું અનાદિથી હતું, પરંતુ પૂર્વમાં તે આવૃત્ત હતું. અને ત્યારપછી સાધના દ્વારા તે આવરણનો નાશ થયો, તેથી તેમનું જ્ઞાન-દર્શન નિરાવરણ થયું, માટે ભગવાન અપ્રતિહત જ્ઞાન-દર્શનને ધારણ કરનારા છે, તેને જ સ્પષ્ટ કરવા માટે યુક્તિ બતાવે છે –