________________
૯
ધમ્મવસ્યાઉતચકવઢીણ અને વીતરાગતાને અભિમુખ પોતાનો આત્મા ભાવિત થાય તે રીતે ધર્મને સેવીને ભગવાને ભવનો અંત કર્યો અને વર્તમાનમાં પણ જે મહાત્માઓ તે રીતે વિવેકપૂર્વક દાનાદિ ધર્મ કરે છે તેનાથી પોતાનામાં વર્તતા મૂચ્છના પરિણામરૂપ આગ્રહની નિવૃત્તિ આદિ પ્રગટ થતાં તેઓને સ્વઅનુભવથી દેખાય છે. લલિતવિસ્તરા -
एतेन च वर्तन्ते भगवन्तः, तथाभव्यत्वनियोगतो वरबोधिलाभादारभ्य तथा तथौचित्येन आसिद्धिप्राप्तेः एवमेव वर्तनादिति। तदेवमेतेन वर्तितुं शीला धर्मवरचतुरन्तचक्रवर्तिनः।।२४।। લલિતવિસ્તરાર્થ -
અને આનાથી=પૂર્વમાં કહ્યું એવા ધર્મવર ચતુરંતચર્થી, ભગવાન વર્તે છે; કેમ કે તથાભવ્યત્વના નિયોગથી તીર્થકરરૂપે સિદ્ધ થવાનું કારણ બને તેવા ભવ્યત્વના વ્યાપારથી, વરબોધિના લાભથી માંડીને તે તે પ્રકારે ઔચિત્યથી=જે જે પ્રકારે વરબોધિકાળમાં પોતાના સંયોગો હતા તેને અનુરૂપ તે તે પ્રકારના ઓચિત્યથી, સિદ્ધિની પ્રાપ્તિ સુધી=ભગવાન મોક્ષને પામે ત્યાં સુધી, આ રીતે જ વર્તે છે. ધર્મવર ચતુરંત ચક્વતના અર્થને તવંથી નિગમન કરે છે –
આ રીતે આના દ્વારા=શ્રેષ્ઠ ચક્ર દ્વારા, વર્તવાના સ્વભાવવાળા ભગવાન ધર્મવર ચતુરંત ચક્રવર્તી છે. IIRIT ભાવાર્થ :
પૂર્વમાં ધર્મવર ચતુરંત ચક્ર શું છે? તેનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું એવા ચક્રથી ભગવાન વર્તે છે, તેથી ભગવાન ધર્મવર ચતુરંત ચક્રવર્તી છે, કઈ રીતે ભગવાન એવા ચક્રથી વર્તે છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
જેમ ચક્રવર્તીને ચક્રની પ્રાપ્તિ થાય ત્યારે પોતાના શત્રુનો નાશ કરવા માટે સતત પ્રવર્તે છે તેમ ભગવાનને તથાભવ્યત્વના વ્યાપારના કારણે વરબોધિની પ્રાપ્તિ થઈ તે ધર્મવર ચક્રની પ્રાપ્તિતુલ્ય છે, તેથી જ્યારથી ભગવાનને વરબોધિની પ્રાપ્તિ થઈ ત્યારથી પોતાના ભાવશત્રુને નાશ કરવા માટે તે તે પ્રકારે ઔચિત્યથી સિદ્ધિ પ્રાપ્તિ સુધી યત્ન કર્યો.
તેથી એ ફલિત થાય કે તીર્થંકરના આત્માઓમાં તીર્થંકર થઈને મોક્ષમાં જાય એવા પ્રકારનું ભવ્યત્વ હોય છે અને તે ભવ્યત્વ વરબોધિના પ્રાપ્તિકાળમાં વ્યાપારવાળું થાય છે, તેથી તેઓને સંસારનું વાસ્તવિક સ્વરૂપ જેવું છે તેવું જ રૌદ્ર દેખાય છે અને તે સંસારમાંથી નિસ્તારનો ઉપાય સર્વજ્ઞપ્રણીત શ્રતધર્મ છે તેવો સ્પષ્ટ નિર્ણય થાયછે, તેથી તેઓને પરિણામ થાય છે કે મોહરૂપી અંધકારથી ગહન એવી ભવાટવીમાં ભમતા જગતના જીવોને આ શ્રતધર્મને આપીને હું સર્વ જીવનો વિસ્તાર કરું અને તેવો નિર્મળ અધ્યવસાય પ્રગટ થયા પછી તે મહાત્માઓ તે તે પ્રકારે ઔચિત્યથી પોતાના ચાર ગતિરૂપ સંસારનો ઉચ્છેદ થાય અને અન્ય યોગ્ય જીવોના નિસ્તારમાં પોતે જે રીતે નિમિત્તભાવ પામી શકે તે તે પ્રકારે ઔચિત્યથી મોક્ષપ્રાપ્તિ સુધી