________________
૨
લલિતવિસ્તરા ભાગ-૨
ભાવાર્થ :
પૂર્વમાં ભગવાન પોતાના ધર્મરથને કઈ રીતે સમ્યફ પ્રવર્તાવે છે તે યુક્તિથી બતાવ્યું, તેનાથી ભગવાને પોતાના ધર્મરથનું પાલન કર્યું છે તેની પણ સિદ્ધિ થાય છે; કેમ કે સમ્યક પ્રવર્તનનો અર્થ જ એ છે કે તે રથને ઉચિત સ્થાને પહોંચાડે અને જો તે રથને ઉચિત સ્થાને પહોંચાડવામાં યત્ન કરતી વખતે તેનું સમ્યક પાલન કરવામાં ન આવે તો તે પુરુષ તે રથનું સમ્યફ પ્રવર્તન કરે છે તેમ કહી શકાય નહિ, તેથી અર્થથી ફલિત થયું કે ભગવાને પોતાના ધર્મરથનું સમ્યફ પાલનપૂર્વક ફળપ્રાપ્તિ સુધી સમ્યફ પ્રવર્તન કર્યું છે.
વળી, સારથિ જેમ રથને સમ્યફ પ્રવર્તન કરે છે, પાલન કરે છે, તેમ ઉન્માર્ગમાં જતા અશ્વને દમન કરે છે, જેથી તે રથ સમ્યફ પ્રવર્તન દ્વારા ઉચિત સ્થાને પહોંચે, તેમ ભગવાને પણ પોતાના ચારિત્રરથને મોક્ષમાં પ્રવર્તાવતી વખતે તે રીતે દમન કર્યું છે કે જેથી ઉત્પથમાં ગમન વગર તેમનો રથ માર્ગમાં પ્રવર્યો. કઈ રીતે ભગવાને રથને દમન કર્યો છે તે સ્પષ્ટ કરતાં કહે છે –
કર્મને વશ કરવા દ્વારા ભગવાને પોતાના ચારિત્રરથને દમન કર્યો છે. કઈ રીતે કર્મને વશ કર્યા છે તે સ્પષ્ટ કરતાં કહે છે – અનિવર્તિકભાવથી ચારિત્રને અવ્યભિચારી કર્યું છે ફલપ્રાપ્તિ સુધી પોતાનું ચારિત્ર ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તે રીતે અવ્યભિચારી કર્યું છે, જેમ ભગવાને વરબોધિ પ્રાપ્ત થયા પછી પોતાનું ચારિત્ર ફલપ્રાપ્તિ પ્રત્યે વ્યભિચારી ન થાય તે રીતે વ્યાપારવાળું કર્યું છે. કઈ રીતે ફલપ્રાપ્તિ સુધી નિવર્તન ન પામે તે પ્રકારે વ્યાપારવાળું કર્યું છે તેમાં યુક્તિ બતાવે છે – ભગવાને વરબોધિ પ્રાપ્ત કર્યું ત્યારપછી ચારિત્ર નિવર્તન પામ્યા વગર અવશ્ય મોક્ષનું કારણ બને તે રીતે સ્વ-અંગોનો ઉપચય કરવામાં ચારિત્રને વ્યાપારવાળું કર્યું છે, તેથી ત્રીજા ભવમાં જે ઉત્તમ ચારિત્ર પાળ્યું, તેનાથી દેવભવની ઉત્તરમાં શ્રેષ્ઠ મનુષ્યભવ, આર્યદેશમાં ઉત્પત્તિ આદિ ચારિત્રની પ્રાપ્તિનાં જે પ્રબળ સર્વ કારણો છે તે સર્વનો ઉપચય થાય તે રીતે ચારિત્રનું પાલન કર્યું છે, તેથી પૂર્વના ત્રીજા ભવમાં કે કોઈક પૂર્વના ભવમાં તીર્થકરો તે રીતે ચારિત્ર પાળે છે, જેથી ઉત્તરઉત્તરના ભવમાં વિશિષ્ટ વિશિષ્ટ ચારિત્રની પ્રાપ્તિના કારણભૂત ભવોની પ્રાપ્તિ કરીને મોક્ષપ્રાપ્તિ સુધી નિવર્તન ન પામે તેવા ચારિત્રને પુષ્ટ કરે છે અને તે રીતે અનેક ભવોમાં ચારિત્રને પુષ્ટ કર્યા પછી ચરમભવમાં તે ચારિત્ર ક્ષાયિકભાવરૂપે આત્મસાત્ કરે છે, તેથી ચારિત્રરથને અવ્યભિચારી પ્રવર્તન, સ્વકાર્યમાં નિયોજન અને સ્વ-આત્મીભાવ નયનરૂપ પ્રકારથી દમન કરે છે અર્થાતું ચારિત્રમોહનીય કર્મને વશ થઈને તેમનું ચારિત્ર નાશ ન પામે, પરંતુ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તે રીતે દમન કરે છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાન આ રીતે પોતાના ધર્મરથના સારથિ કેમ થયા ? તેમાં યુક્તિ બતાવે છે– જ્યારે જીવને ભાવધર્મની પ્રાપ્તિ થાય છે ત્યારે તેઓ સમ્યફ પ્રવર્તનાદિ પ્રકારથી અવશ્ય ધર્મસારથિ થાય છે, તેથી એ પ્રાપ્ત થાય કે જ્યારે ભગવાનના આત્માને સમ્યક્ત પ્રાપ્ત થાય ત્યારે ચાર ગતિના પરિભ્રમણરૂપ ભવ જીવને જે પ્રકારે કદર્થના સ્વરૂપ છે તે પ્રકારે જ સ્પષ્ટ ભાસે છે અને તે ભવમાંથી નિસ્તારનો એક ઉપાય સર્વજ્ઞકથિત શુદ્ધ માર્ગ છે તેવો સ્પષ્ટ નિર્ણય થાય છે, તેથી તે મહાત્માઓ ગંભીરતાપૂર્વક પોતાના રથને મોક્ષમાં તે રીતે પ્રવર્તાવે છે, જેથી નિમિત્તોને પામીને પણ પોતાનો રથ ઉત્પથમાં જાય નહિ અને સંસારરૂપી અટવીમાંથી નીકળીને મોક્ષપથ પ્રત્યે સતત પ્રયાણ કરે.