________________
હળ
ધમ્મસારહીણ સ્વભાવથી અવ્યભિચારી કરાયો, સ્વીકાર્યમાં=સંપૂર્ણ કર્મક્ષયરૂપ સ્વકાર્યમાં, નિયુક્ત કરાયોચારિત્રરથ વ્યાપારિત કરાયો, કોનાથી સ્વીકાર્યમાં ચારિત્રરથ નિયુક્ત કરાયો ? એથી કહે છે – સ્વાંગ ઉપચકારિપણાથી=મનુષ્યત્વ-આર્યદેશઉત્પાત્ર આદિ અધિકૃત ધર્મલાભના હેતુરૂપ સ્વ-અંગોનો ઉપચય અર્થાત્ પ્રકર્ષ, તત્કારિપણાથી અર્થાત્ તત્ નિષ્પાદકપણાથી ચારિત્રરથ સ્વકાર્યમાં વિયોગ કરાયો એમ અવય છે, સ્વ-આત્મીભાવ પ્રાપ્ત કરાયો=નિજસ્વભાવરૂપ ચારિત્ર પ્રાપ્ત કરાયું, કેવી રીતે ? એથી કહે છે – તેના પ્રકર્ષતું ધર્મના પ્રકર્ષતું, યથાખ્યાત ચારિત્રપણાથી આત્મરૂપપણું હોવાને કારણે જીવસ્વભાવપણું હોવાને કારણે, સ્વ-આત્મીભાવ પ્રાપ્ત કરાયો એમ અવય છે.
અહીં પ્રશ્ન કરે છે – આ પ્રકારે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે ભગવાને પોતાના ધર્મરથને સ્વપરની અપેક્ષાએ પ્રવર્તન-પાલન-દમયોગથી પ્રવર્તાવ્યો એ પ્રકારે, ધર્મસારથિપણું થવામાં કયો હેતુ છે ? એથી લલિતવિસ્તરામાં કહે છે – ભાવધર્મની પ્રાપ્તિ થયે છd=ાયોપશમિકાદિ ધર્મનો લાભ થયે છતે, આ પ્રકારે=સમ્યફ પ્રવર્તનયોગાદિ પ્રકારથી, આ ધર્મસારથિપણું, સ્પષ્ટ થાય છે જ, નથી થતું એમ નહિ, કયા કારણથી ?=ભાવધર્મની પ્રાપ્તિ થયે છતે ધર્મસારથિપણું કયા કારણથી થાય છે? એથી કહે છે – તેના આદ્ય સ્થાનની પણ=ધર્મપ્રશંસાદિ કાલભાવિ ધર્મવિશેષતી પણ, શું વળી, વરબોધિની પ્રાપ્તિમાં? આવા પ્રકારની પ્રવૃત્તિ હોવાને કારણે=ભગવાનની ધર્મસારથિત્વકરણથી પ્રવૃત્તિ હોવાને કારણે ભાવધર્મની પ્રાપ્તિ થયે છતે ધર્મસારથિપણું થાય છે જ એમ અવય છે, કથા કારણથી ? ધર્મના આદ્ય સ્થાનમાં કયા કારણથી ભગવાનની આવા પ્રકારની પ્રવૃત્તિ છે? એથી કહે છે – અવંધ્યબીજપણું હોવાથી=ધર્મસારથિત્વ પ્રત્યે અનુપહત શક્તિવાળું કારણ પણું હોવાથી, ભગવાનની આવા પ્રકારની પ્રવૃત્તિ છે, કિજે કારણથી, કારણમાં સર્વથા અસત્ એવું કાર્ય ઉત્પન્ન થતું નથી એ પ્રકારની વસ્તુવ્યવસ્થા છે.
પરમતથી પણ સમર્થન કરતાં=બોદ્ધમતથી પણ આવા ધર્મસ્થાનની પ્રાપ્તિમાં અવંધ્યબીજાપણું છે એનું સમર્થન કરતાં, કહે છે – સુસંવૃત ઈત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, દિ=જે કારણથી, સુસંવૃત=સર્વથા પ્રગટ નહિ થયેલ સુવર્ણનો અને રત્નોનો જે કરંડકઃભાજનવિશેષ, તેની પ્રાપ્તિ તુલ્ય ધર્મપ્રશંસાદિરૂપ પ્રથમ ધર્મસ્થાનની પ્રાપ્તિ છે, જે પ્રમાણે ક્યારેય નહિ ખૂલેલા સુવર્ણ-રત્નના કરંડકને પ્રાપ્ત કરતો કોઈક પુરુષ તદ્ અંતર્ગત સુવર્ણાદિ વસ્તુને વિશેષથી નહિ જાણતો પણ પ્રાપ્ત કરે છે=જયારે તે કરંડિયો ખોલે છે ત્યારે પ્રાપ્ત કરે છે, એ રીતે ભગવાન પણ પ્રથમ ધર્મસ્થાનની પ્રાપ્તિમાં તેનો અવબોધ હોતે છતે પણ આ પ્રથમ સ્થાન ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને તીર્થકરસમૃદ્ધિમાં પર્યવસાન પામશે એ પ્રકારનો અવબોધ હોવા છતાં પણ, મોક્ષઅવસાનવાળી કલ્યાણ સંપદાને પ્રાપ્ત કરે છે જ; કેમ કે તેનું=પ્રથમ ધર્મસ્થાનની પ્રાપ્તિનું, તેનું અવંધ્યહેતુપણું છે=મોક્ષઅવસાનવાળી કલ્યાણસંપદાનું અવંધ્ય કારણ પણું છે, એ પ્રમાણે અવ્યો વડે પણ=બૌદ્ધો વડે પણ, સ્વીકારાયું છે. ૨૩