________________
ધમ્મસારહીણ
અભિમુખ થાય છે ત્યારે તે જીવને જે પ્રકારનું ભવ્યત્વ છે તે પ્રકારે ભવ્યત્વ પરિપાકભાવને પામે છે, જેથી કંઈક ધર્મને અભિમુખ બને છે, તે પ્રકૃતિથી મોક્ષને અભિમુખ ભાવની પ્રાપ્તિ છે, તેના કારણે જીવમાં પાપ કરવાની વૃત્તિ વિદ્યમાન હોવા છતાં તીવ્રભાવથી પાપ કરતો નથી; કેમ કે અત્યંત સંગ પરિણામના પ્રકર્ષથી જ તીવ્રભાવથી પાપ થાય છે અને અપુનબંધક દશાવાળા જીવો કંઈક અસંગભાવને અભિમુખ થયા છે, તેથી સંગના પરિણામને કારણે જે પાપો કરે છે તે કંઈક શિથિલ થાય છે અને તે જીવોને જ્યારે કોઈક નિમિત્તથી સમ્યક્ત પ્રાપ્ત થાય છે ત્યારે તે જીવોને સંપૂર્ણ દ્રવ્યસંગ અને બાહ્ય પદાર્થોમાં સંશ્લેષરૂપ ભાવસંગ રહિત નિરાકુળ આત્મા સુખમય જણાય છે, તેથી તેની પ્રાપ્તિનો ઉપાય તેવા પ્રકારનો ધર્મ છે કે જે અસંગભાવની પ્રાપ્તિ દ્વારા ઉત્તરોત્તર વીતરાગતાનું કારણ બને તેવો સામાન્યથી બોધ થાય છે, તેથી તે મહાત્માઓ વીતરાગના વચનના રહસ્યને જાણવાની ઉત્કટ ઇચ્છાવાળા થાય છે અને જેમ જેમ તે જીવોને ભગવાનના વચનનો સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ થાય છે તેમ તેમ સિદ્ધ અવસ્થાના રહસ્યને જાણીને ત્યાં સુધી પોતાનો ચારિત્રરથ પહોંચે તે પ્રકારે અપેક્ષા રાખીને બાહ્ય અને અતર ગ્રંથિનો ત્યાગ કરીને સતત નિગ્રંથભાવમાં જવા યત્ન કરે છે, આથી જ તીર્થકરો પોતાના ચારિત્રરથને નિગ્રંથભાવમાં પ્રવર્તાવીને ઉત્તરોત્તર ક્ષાયિક ચારિત્રને અને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તેથી સ્વના ચારિત્રરથને સમ્યક્ પ્રવર્તાવનારા હોવાથી ભગવાન ધર્મના સારથિ છે. લલિતવિસ્તરા :
तथा गाम्भीर्ययोगात्, साधुसहकारिप्राप्तेः, अनुबन्धप्रधानत्वाद् अतीचारभीरुत्वोपपत्तेः। લલિતવિસ્તરાર્થ:
અને ગાંભીર્યના યોગથી સમ્યફ પ્રવર્તનનો યોગ છે. કેમ ગાંભીર્યનો યોગ છે ? તેમાં હેતુ કહે છે – સુંદર સહકારીની પ્રાપ્તિ છે. કેમ સુંદર સહકારીની પ્રાપ્તિ છે ? તેમાં હેતુ કહે છે – અનુબંધપ્રધાનપણું છે. કેમ અનુબંધપ્રધાનપણું છે ? તેમાં હેતુ કહે છે –
અતિચારના ભીરુપણાની ઉપપત્તિ છે. પંજિકા -
'तथा'शब्दः सम्यक्प्रवर्तनयोगस्यैव प्रथमहेतोः सिद्धये परस्परापेक्षवक्ष्यमाणहेत्वन्तरचतुष्टयसमुच्चयार्थः, ततो गाम्भीर्ययोगा'च्च सम्यक्प्रवर्तनयोगो, गाम्भीर्यं चास्याचिन्त्यत्रिभुवनातिशायिकल्याणहेतुशक्तिसंपन्नता, एतदपि कुत इत्याह, 'साधुसहकारिप्राप्तेः'-फलाव्यभिचारिचारुगुर्वादिसहकारिलाभात्, इयमपि कथमित्याह