________________
ધમ્મસારવીણ
૮૩ છે – પરિપાકનું અપેક્ષણ હોવાથી=પ્રકર્ષપર્વતના સ્વરૂપ રૂપ ચારિત્રના પરિપાકનું અપેક્ષણ હોવાથી અર્થાત્ સાધ્યપણારૂપે આયણ હોવાથી સમ્યફ પ્રવર્તનનો યોગ છે એમ અવય છે, આ પણ=પરિપાકનું અપેક્ષણ પણ, કયા કારણથી છે ? એથી કહે છે – પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ હોવાથી અધિત્વ ગર્ભ પ્રવૃત્તિના ફલવાળા જ્ઞાનનો સદ્ભાવ હોવાથી પરિપાકનું અપેક્ષણ છે, પ્રદર્શકાદિ અન્ય જ્ઞાનથી પ્રવૃતિનો અયોગ હોવાને કારણે પ્રવર્તક જ્ઞાનથી જ સમ્યફ પ્રવર્તનનો યોગ છે એમ અવય છે, તે પણ=પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ પણ, કેમ છે ? એથી કહે છે – અપુનબંધકપણું હોવાથી=પાપ તીવ્રભાવથી કરતો નથી ઈત્યાદિ સ્વરૂપ અપુનબંધક તેનો ભાવ હોવાથી પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ છે, તે પણ અપુનબંધકપણું પણ, કેમ છે? એથી કહે છે – પ્રકૃતિથી અભિમુખપણાની ઉપપતિ હોવાથી= તથાભવ્યત્વના પરિપાકને કારણે સ્વભાવભૂત એવી પ્રકૃતિથી અભિમુખપણાની ઉપપત્તિ હોવાથી=ધર્મ પ્રત્યે પ્રશંસાદિથી અનુકૂળ ભાવનું ઘટના હોવાથી અપુનબંધકપણાની પ્રાપ્તિ છે. ભાવાર્થ
ભગવાન ધર્મના સારથિ છે એ કથનમાં ધર્મ ચારિત્રધર્મ સ્વરૂપ છે અને ભગવાન તે ચારિત્રધર્મને સ્વપરની અપેક્ષાથી સમ્યક પ્રવર્તન, પાલન અને દમન કરે છે, તેથી ભગવાન સારથિ થયા, તેમાં પ્રથમ ભગવાને પોતાના ચારિત્રધર્મરૂપી રથને સમ્યફ પ્રવર્તાવ્યો, જેથી તેઓ ચારિત્રધર્મરૂપી રથને યોગનિરોધરૂપ ચરમ ભૂમિકા સુધી પ્રાપ્ત કરાવી શક્યા, તેથી પોતાના ધર્મરૂપી રથને સમ્યફ પ્રવર્તાવ્યો એમ કહેવાય છે.
ભગવાને ચારિત્રને સમ્યફ પ્રવર્તાવ્યું એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે ભગવાને અવંધ્ય મૂલ આરંભ કરેલ અર્થાત્ ચારિત્રધર્મનો પ્રારંભ તે પ્રકારે કર્યો કે જે અવશ્ય ફલ સુધી પ્રવર્તન પામે, જેમ ભગવાને ચરમભવમાં ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે તે ચારિત્રનો મૂલ આરંભ તે પ્રકારનો હતો કે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને અવશ્ય ફળને પ્રાપ્ત કરાવે. કેમ ભગવાને પોતાનો ચારિત્રરથ સમ્યફ પ્રવર્તાવ્યો ? તેમાં ચાર હેતુ કહે છે – (૧) પરિપાકની અપેક્ષા :
ભગવાને ચારિત્ર ગ્રહણ કર્યા પછી પરિપાકની અપેક્ષા રાખેલી, તેથી ચરમભવમાં કે તેની પૂર્વના ભવમાં જે કંઈ ચારિત્ર પાળ્યું છે તે ચારિત્રના પાલનમાં પ્રકર્ષપર્યત જે ચારિત્રનો પરિપાક છે તેને મારે સાધવો છે એ પ્રકારે આશ્રય કરેલ, તેથી હંમેશાં ચારિત્રપાલનકાળમાં પોતાનું વર્તમાનનું ચારિત્ર કઈ રીતે ત્રણ ગુપ્તિના સામ્રાજ્ય દ્વારા સર્વ સંવરરૂપ યોગનિરોધ સુધીની ભૂમિકાને પ્રાપ્ત કરશે તે પ્રકારે અપેક્ષા રાખીને પ્રવૃત્તિ કરેલી, તેથી પરિપાકની અપેક્ષાથી તેઓની પ્રવૃત્તિ હોવાને કારણે ચારિત્રરથને સમ્યફ પ્રવર્તાવી શક્યા, તેથી ભગવાનમાં સમ્યફ પ્રવર્તનના યોગની પ્રાપ્તિ હતી. (૨) પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ -
અહીં પ્રશ્ન થાય કે ભગવાન જ્યારે છઘર્થીકાળમાં, ચરમભવમાં કે પૂર્વના ભવમાં ચારિત્રપાલન કરતા હતા ત્યારે પરિપાકની અપેક્ષા કયા કારણથી રાખી શક્યા ? જેથી તેઓમાં સમ્યફ પ્રવર્તનના યોગની પ્રાપ્તિ થઈ ? તેમાં હેતુ કહે છે –