________________
૮૬.
લલિતવિસ્તરા ભાગ'अनुबन्धप्रधानत्वात्' निरनुबन्धस्योक्तसहकारिप्राप्त्यभावात्, तदपि कथमित्याह-'अतिचारभीरुत्वोपपत्तेः' अतिचारोपहतस्यानुबन्धाभावात्। પંજિકાર્ય :
તથાશા ... માવાન્ II તથા શબ્દ સમ્યફ પ્રવર્તનયોગરૂપ જ પ્રથમ હેતુની સિદ્ધિ માટે પરસ્પર અપેક્ષાથી કહેવાના હેતુ-અંતર ચતુષ્ટયના સમુચ્ચય અર્થવાળો છે=પૂર્વમાં સમ્યક પ્રવર્તનના યોગમાં પરસ્પર અપેક્ષાવાળા ચાર હેતુઓ બતાવ્યા તેના અન્ય ચાર હેતુઓ પણ સમ્યફ પ્રવર્તનયોગમાં પરસ્પર અપેક્ષાવાળા છે તેનો સમુચ્ચય લલિતવિસ્તરામાં રહેલ તથા શબ્દ કરે છે, તેથી ગાંભીર્યના યોગને કારણે સમ્યફ પ્રવર્તનનો યોગ છે અને ગાંભીર્ય આમનું ભગવાનનું, અચિંત્ય ત્રિભુવન અતિશાયિકલ્યાણના હેતુની શક્તિસંપન્નતા છે–ત્રણે ભુવનમાં અતિશાયિકલ્યાણનું કારણ ચારિત્રનો પરિણામ છે અને તે અચિંત્ય અતિશાયિકલ્યાણનું કારણ છે અને તેવા કલ્યાણના કારણરૂપ મહાવીર્ય પ્રવર્તાવે એવી શક્તિની સંપન્નતા ભગવાનમાં હતી, તેથી ચારિત્રરથનું સમ્યફ પ્રવર્તન કરી શક્યા, આ પણ=ચારિત્રના પરમાર્થને સ્પર્શીને ચારિત્રમાં વીર્યને પ્રવર્તાવી શકે એવા ગાંભીર્યનો યોગ પણ, ભગવાનને શેનાથી પ્રાપ્ત થયો ? એથી કહે છે – સુંદર સહકારીની પ્રાપ્તિ હોવાથી ફળની પ્રાપ્તિમાં અવ્યભિચારી કારણ બને એવા સુંદર ગુરુ-કલ્યાણમિત્ર આદિ સહકારીનો લાભ હોવાથી ગાંભીર્યનો યોગ ભગવાનને પ્રાપ્ત થયો, આ પણ=સુંદર સહકારીની પ્રાપ્તિ પણ, કેમ થઈ?=ભગવાન પ્રાપ્તિ કેમ થઈ ? એથી કહે છે – અનુબંધપ્રધાનપણું હોવાથી સુંદર સહકારીની પ્રાપ્તિ છે એમ અવય છે; કેમ કે બિરનુબંધવાળા જીવને ઉક્ત સહકારીની પ્રાપ્તિનો અભાવ છે, તે પણ=ભગવાનમાં અનુબંધપ્રધાનપણું પણ, કેમ થયું ? એથી કહે છે – અતિચારતા ભીરુત્વની ઉપપત્તિ હોવાથી અનુબંધપ્રધાનપણું છે એમ અવય છે; કેમ કે અતિચારથી ઉપહત જીવને અનુબંધનો અભાવ છે. ભાવાર્થ :
ભગવાન ધર્મના સારથિ કેમ થયા તેમાં પૂર્વમાં કહ્યું કે સમ્યક પ્રવર્તનનો યોગ છે, તેથી ભગવાને પોતાના ચારિત્રરૂપી રથને સમ્યફ પ્રવર્તાવ્યો, માટે ભગવાન પોતાના ચારિત્રરૂપી રથના સારથિ હતા. કેમ ભગવાને ચારિત્રરૂપી રથને સમ્યક પ્રવર્તાવ્યો તેમાં પરિપાકની અપેક્ષા વગેરે ચાર હેતુ પૂર્વમાં બતાવ્યા. હવે સમ્યફ પ્રવર્તનમાં તથાથી અન્ય ચાર હેતુઓ બતાવે છે, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાને પોતાનો ચારિત્રરૂપી રથ મોક્ષપથમાં સમ્યફ પ્રવર્તાવ્યો ત્યારે પરિપાકની અપેક્ષા રાખેલી, તેથી પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ થયેલી, છતાં તેમનું પ્રવર્તક જ્ઞાન પરિપાક સુધી પ્રવર્તનનું કારણ કેમ બન્યું ? તેમાં ચાર હેતુ કહે છે – (૧) ગાંભીર્યયોગની પ્રાપ્તિ -
ભગવાનમાં ગાંભીર્યનો યોગ પ્રાપ્ત થયો, તેથી ગંભીરતાપૂર્વક સર્વ કલ્યાણના એક કારણભૂત ચારિત્રને અનુકૂળ પોતે યત્ન કરી શકે તેવી શક્તિ તેમને પ્રાપ્ત થઈ; કેમ કે સંયમની સર્વ ક્રિયાઓ અસંગભાવની વૃદ્ધિ