________________
૧૦
લલિતવિસ્તર ભાર સર્વ પ્રકારે, પરાર્થકરણ છે–પરહિતનું વિધાન છે; કેમ કે સ્વયં તેવા રૂપ-ગુણશૂન્ય એવા ભગવાહ વડે=સ્વયં અભયાદિ ગુણના પ્રકર્ષથી શૂલ્ય એવા ભગવાન વડે, પરમાં ગુણાધાનનું અશક્યપણું છે, તેથી ભગવાનથી જ અભયની સિદ્ધિ છે એમ અત્રય છે, સ્વતઃ નથી, વળી, અન્યથી નથી. પ્રતિ એ પ્રકારે, વિકારનો અર્થ છે. II૧૫ ભાવાર્થ
જે જીવોને સંસારનું વાસ્તવિક સ્વરૂપ કર્મમલની કંઈક વિગમનતાને કારણે યથાર્થ દેખાય છે, તેથી ભવનિર્વેદ થાય છે અને ભવનિર્વેદ થવાથી અર્થથી ભગવાનનું બહુમાન થાય છે, તેથી મોક્ષનું કારણ બને તેવી ધર્મની ભૂમિકાના કારણભૂત એવું ધૃતિરૂપપણું અભયનું છે, માટે ભગવાનથી જ અભયની સિદ્ધિ છે અન્યથી નહિ કે સ્વતઃ પણ નથી.
અહીં પ્રશ્ન થાય કે ભગવાનથી અભયની સિદ્ધિ કેમ છે ? તેમાં યુક્તિ બતાવતાં કહે છે – ભગવાન ઘાતિકર્મનો નાશ કરીને વીતરાગ-સર્વજ્ઞ થયેલા છે, તેથી ગુણપ્રકર્ષવાળા છે અને ભગવાન ગુણપ્રકર્ષવાળા હોવાને કારણે અચિંત્ય શક્તિયુક્ત છે; કેમ કે ભગવાન પોતાના નિરાકુળભાવમાં સદા સ્વસ્થ રહી શકે તેવી અચિંત્ય શક્તિ ગુણપ્રકર્ષને કારણે જ છે, આથી જ જેઓએ ઘાતિકર્મનો ક્ષય કર્યો નથી તેવા ગુણવાન, ઉપશાંત વીતરાગ પણ આત્માના નિરાકુળભાવમાં સદા રહી શકતા નથી, પરંતુ વીતરાગ-સર્વજ્ઞ થયા પછી ભગવાનમાં સદા પોતાના નિરાકુળ સ્વભાવમાં રહેવાની અચિંત્ય શક્તિ પ્રગટ થયેલી છે અને ભગવાન અચિંત્ય શક્તિયુક્ત હોવાને કારણે જ અભય ભાવથી રહે છે. જેમ સામાન્યથી અચિંત્ય શક્તિવાળો રાજા શત્રુઓથી ભય વગર રહી શકે છે તેમ ભગવાને પણ આત્માની નિરાકુળ અવસ્થારૂપ અચિંત્ય શક્તિને ક્ષાયિક ભાવરૂપે પ્રાપ્ત કરેલી છે, તેથી હવે એમને ઘાતિકર્મોનો લેશ પણ ભય નથી, તેથી સર્વ કર્મના બીજભૂત ઘાતિકર્મને જીતી લીધેલા હોવાથી અભય ભાવથી રહેલ છે.
વળી, ભગવાન સદા અભય ભાવથી રહેલા હોવાને કારણે જ સર્વ પ્રકારે બીજાધાનાદિ દ્વારા પરહિતને કરનારા છે; કેમ કે યોગ્ય જીવો ભગવાનના દર્શન પામીને પણ બીજાધાન પ્રાપ્ત કરે છે, ભગવાનના વચનના શ્રવણથી પણ બીજાધાનને પ્રાપ્ત કરે છે, ભગવાનની મૂર્તિને જોઈને પણ બીજાધાન પ્રાપ્ત કરે છે, એટલું જ નહિ પણ બીજાધાન કર્યા પછી ભગવાન તુલ્ય થવાને અનુકૂળ અંકુરા આદિ ભાવોને પણ ભગવાનથી જ પ્રાપ્ત કરે છે, તેથી સર્વ પ્રકારનું સંસારી જીવોના હિતનું વિધાન ભગવાન કરે છે. જો ભગવાન તેવા ગુણવાળા ન હોય તો બીજામાં તેવા ગુણનું આધાન કરી શકે નહિ, આથી જ ગુણ રહિત એવા અભવ્યાદિ કોઈનામાં ગુણનું આધાન કરી શકે નહિ, ભગવાનથી જ સર્વ કલ્યાણની પરંપરાના કારણભૂત બીજાધાનની પ્રાપ્તિ છે.
અભયદયાણ પદનું નિગમન કરતાં કહે છે – ભગવાન આવા પ્રકારના અભયને આપે છે=મોક્ષના કારણભૂત જે ધર્મ છે તેની ભૂમિકાનું કારણ બને તેવા પ્રકારની વૃતિરૂપ અભયને આપે છે, એથી ભગવાન અભયને દેનારા છે. I૧પો