________________
લલિતવિસ્તરા ભાગ-૧
છે કે તેઓને ચારિત્ર કંઈક પ્રકૃતિરૂપ હોવા છતાં અત્યંત વશ નથી, પરંતુ આત્માના નિરાકુળ સ્વભાવમાં રહેવારૂપ ચારિત્ર ભગવાનને અત્યંત વશ છે. (૨) વળી, ચારિત્રધર્મની પ્રાપ્તિ તરતમતાથી થાય છે, પરંતુ ભગવાનને તે ચારિત્ર પરાકોટીનું પ્રાપ્ત થયું છે, તેથી ભગવાન ચારિત્રના સ્વામી છે. (૩) વળી, ચારિત્રના ફલનો ઉપભોગ કરનારા છે, માટે ભગવાન ચારિત્રધર્મના સ્વામી છે. (૪) વળી, પ્રાપ્ત થયેલા ચારિત્રમાં ક્યારેય વિઘાતની અનુપપત્તિ છે, માટે ભગવાન ચારિત્રના નાયક છે. આ રીતે ભગવાન ચારિત્રધર્મના નાયક કેમ છે, તેમાં મૂળ ચાર હેતુઓ છે. હવે તે ચાર હેતુઓના અવાંતર ચાર હેતુઓ છે તે બતાવે છેઃ ભગવાનને ચારિત્ર વશ છે માટે ભગવાન ચારિત્રના સ્વામી છે. કેમ ભગવાનને ચારિત્ર વશ છે તેમાં ચાર હેતુ બતાવે છે. ભગવાન ચારિત્રધર્મના વશવાળા:
(૧) ભગવાને વિધિપૂર્વક ચારિત્રનું સેવન કર્યું છે, તેથી ચારિત્ર ભગવાનને વશ થયેલ, તેથી એ પ્રાપ્ત થાય કે મોહદશામાં વર્તતા જીવોને ચારિત્ર કલ્યાણનું કારણ છે તેવો બોધ થાય અને ચારિત્રને સેવીને સંસારનો અંત કરવો છે તેવો દઢ સંકલ્પ થાય, તોપણ વિધિપૂર્વક ચારિત્રનું સેવન અત્યંત ધીરપુરુષો જ કરી શકે છે, તેથી ઘણા મહાત્માઓ ચારિત્રનું સેવન કરતા હોય, તોપણ નિમિત્તોને પામીને અલના પામે છે, પરંતુ ભગવાન તો મહાસાત્વિકપુરુષ હતા, તેથી વિધિપૂર્વક ચારિત્રનું પાલન કરીને જીવની પ્રકૃતિરૂપે ચારિત્રને પ્રાપ્ત કર્યું, માટે ચારિત્ર ભગવાનને વશ થયું.
(૨) વળી, ભગવાને ચારિત્રનું નિરતિચાર પાલન કર્યું, તેથી પ્રતિકૂળ સંયોગોમાં પણ અલના પામ્યા વગર ધીરતાથી આત્માની નિરાકુળ પ્રકૃતિમાં વિશ્રાંત થવા માટે યત્ન સ્વરૂપ ચારિત્રનું પાલન કર્યું, તેથી ચારિત્ર ભગવાનને અત્યંત વશ થયેલ છે.
(૩) વળી, જે વસ્તુ પોતાને સ્વાધીન હોય તે યથા ઉચિત દાન કરી શકાય છે, જેમ ધનસંપત્તિનો સ્વામી પોતાને ઉચિત જણાય તે પ્રકારે પોતાના ધનનું દાન કરી શકે છે, તેથી તેની સંપત્તિ તેને વશ છે તેમ કહેવાય છે, તે રીતે ભગવાન પણ જીવોની યોગ્યતા અનુસાર ચારિત્રનું દાન કરે છે, તેથી ભગવાનને ચારિત્ર વશ છે તેમ કહેવાય છે.
(૪) વળી, કોઈની પાસે સંપત્તિ હોય તો પણ તેના દાનમાં બીજાની અનુજ્ઞા લઈને તે દાન કરી શકે તેમ હોય તો તે સંપત્તિ તેને વશ નથી તેમ કહેવાય છે, તે રીતે અન્ય મુનિઓ પણ યોગ્ય જીવોને ચારિત્રનું દાન કરે છે તોપણ તે દાન વખતે તેઓને અન્યની અપેક્ષા છે, આથી જ દીક્ષા આપતી વખતે ક્ષમાશ્રમણના હસ્તથી હું સમ્યક્ત સામાયિક અર્પણ કરું છું એમ અન્ય મુનિઓ કહે છે; કેમ કે અન્ય મુનિઓ પરમગુરુના વચનને કે પરમગુરુના વચનાનુસાર ચાલનારા ઋષિઓને પરતંત્ર થઈને જ સર્વ ક્રિયાઓ કરવાના અધિકારી છે, તેથી તેઓને ચારિત્ર વશ નથી, પરંતુ ક્ષમાશ્રમણને પરતંત્ર થઈને ચારિત્રને વશ કરવા યત્ન કરે છે,
જ્યારે ભગવાનને ચારિત્રના દાનમાં અન્યની અપેક્ષાનો અભાવ છે, આથી જ “ક્ષમાશ્રમણના હસ્તથી હું સમ્યક્ત સામાયિક આરોપણ કરું છું,’ એ પ્રમાણે ભગવાન કહેતા નથી, પરંતુ પોતાનામાં વશ થયેલા