________________
લલિતવિસ્તરા ભાગ
(૨) વળી, કેવળજ્ઞાન થયા પછી આઠ પ્રાતિહાર્ય પ્રગટ થાય છે તે અન્ય કોઈ મહાત્મામાં નથી, તેથી ચારિત્રના શ્રેષ્ઠ ફળરૂપ પ્રાતિહાર્યનો યોગ હોવાથી પણ ભગવાન ધર્મના નાયક છે.
૮૦
(૩) વળી, ભગવાનને ચરમભવમાં ઉદાર ઋદ્ધિની અનુભૂતિ છે, તે સમગ્ર પુણ્યના સંભાસ્થી થનારી છે, તેથી ચારિત્રના ફળરૂપ મહાસમૃદ્ધિને ભોગવનારા હોવાથી ભગવાન ચારિત્ર ધર્મના નાયક છે.
(૪) વળી, ભગવાનને જે ઉદાર ઋદ્ધિ છે તેમાં ભગવાનનો આધિપત્યનો ભાવ છે; કેમ કે દેવો ભગવાન પ્રત્યેની ભક્તિથી તેવી સર્વ સમૃદ્ધિ કરે છે, જેથી કેવળજ્ઞાન પછી ભગવાન સુવર્ણકમળ પર પગ મૂકે છે, ચામરો વિંઝાય છે તોપણ તેવી સમૃદ્ધિ દેવોને સ્વાતંત્ર્યથી નથી, પરંતુ દેવો ભગવાનના પુણ્યથી આવર્જિત થઈને તે સર્વ સમૃદ્ધિ પ્રગટ કરે છે, માટે નિર્લેપ યોગી હોવા છતાં ચારિત્રના ફળરૂપે મહાસમૃદ્ધિને ભોગવનારા ભગવાન ચારિત્ર ધર્મના નાયક છે.
ભગવાનનું ચારિત્ર વિઘાત રહિત ઃ
વળી, ભગવાનમાં ચારિત્ર વિદ્યાતને પામે તેવું નથી, જો કે ક્ષાયિકભાવનું ચારિત્ર અન્ય કેવળીઓમાં છે, તોપણ ભગવાનના ચારિત્રથી પ્રાપ્ત થયેલું જે પુણ્ય તેનું ફળ જે ભગવાન ભોગવે છે તે વિધાત રહિત છે, માટે ભગવાન ચારિત્રના નાયક છે. કેમ ભગવાનનું ચારિત્રના સેવનથી પ્રાપ્ત થયેલું પુણ્ય વિદ્યાત રહિત છે ? તેમાં ચાર હેતુઓ બતાવે છે
–
(૧) અવંધ્ય પુણ્યનું બીજ છે=ભગવાનને ચારિત્રના ફળરૂપે કેવળજ્ઞાન થયા પછી જે સમૃદ્ધિ પ્રગટ થઈ છે તે સર્વ તેમના ઉત્તમ પરિણામથી પુષ્ટ થયેલા પુણ્યરૂપ બીજથી પ્રગટ થયેલી છે, જે પુણ્ય ક્યારેય પોતાનું કાર્ય કરવામાં નિષ્ફળ જાય નહિ તે અવંધ્ય પુણ્ય છે, જેમ કોઈ જીવે ભૂતકાળમાં સુંદર પુણ્ય બાંધ્યું હોય અને વ્યાઘાતક સામગ્રી મળે તો તે પુણ્ય નિષ્ફળ જાય છે, તેથી જે પુણ્ય બલવાન વિપરીત સામગ્રીને પામીને વ્યાઘાત પામે તેવું હોય તે વંધ્યપુણ્ય કહેવાય, પરંતુ ભગવાનનું પુણ્ય કોઈ નિમિત્તને પામીને વ્યાઘાત ન પામે તેવું અવંધ્ય હોય છે અને તેવા અવંધ્ય પુણ્યનું બીજપણું ભગવાનને પ્રાપ્ત થયેલા ચારિત્રના ફળમાં છે, તેથી ભગવાન જે ચારિત્રના ફળનો ઉપભોગ કરે છે તે વિદ્યાત રહિત છે; કેમ કે ભગવાનરૂપ આશ્રયથી પુષ્ટ થયેલું તે પુણ્ય છે, તેથી ક્યારેય વિદ્યાત પામતું નથી.
(૨) વળી, ભગવાનને જે તીર્થંકરની સમૃદ્ધિરૂપ ફળ મળ્યું છે તેનાથી અધિકની અનુપપત્તિ છે; કેમ કે પુણ્યના ફળરૂપે જે ચક્રવર્તી આદિ અન્ય પદવીઓ મળે છે તે પણ આનાથી અધિક પુણ્યરૂપ નથી, માટે ભગવાનને પ્રાપ્ત થયેલ પુણ્યના ફળમાં વિઘાતની અનુપપત્તિ છે, તેથી વિદ્યાત રહિત પુણ્યનું ફળ હોવાને કા૨ણે ભગવાન ચારિત્રધર્મના નાયક છે.
(૩) વળી, ભગવાને જે ચારિત્ર પાળ્યું તેના કારણે જેમ ઘાતિકર્મનો નાશ થયો તેમ અન્ય પણ પાપપ્રકૃતિઓનો ક્ષય થયેલો છે, તેથી ચારિત્રના ફળમાં વ્યાઘાત કરનારી પાપપ્રકૃતિઓ નિર્દગ્ધ થયેલ છે, આથી જ અન્ય કેવલીઓને કેવલજ્ઞાન પછી પણ કોઈક પાપપ્રકૃતિઓ ઉદયમાં આવે છે, તેથી અશાતા આદિનો પણ અનુભવ કરે છે, પરંતુ ભગવાને પાપપ્રકૃતિનો તે રીતે ક્ષય કરેલો હોવાથી ભગવાનને