________________
ધમ્મનાયગાણ
ચારિત્રના બળથી જીવોની યોગ્યતા અનુસાર યોગ્ય જીવોને ચારિત્રનું દાન કરે છે, તેથી આ ચાર હેતુઓથી ભગવાનમાં ચારિત્ર અત્યંત વશ છે, માટે ભગવાન ચારિત્રના નાયક છે એમ સિદ્ધ થાય છે. ભગવાનને ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ -
વળી, ભગવાને ઉત્તમ એવા ચારિત્રની પ્રાપ્તિ કરી છે માટે ભગવાન ચારિત્રધર્મના નાયક છે. કેમ ભગવાને ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ કરી છે ? તેમાં ચાર હેતુ બતાવે છે –
(૧) પ્રધાન એવા ક્ષાયિકધર્મની ભગવાનને પ્રાપ્તિ છે અર્થાતુ અન્ય કેવલીઓને ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ હોવા છતાં પ્રધાન શાયિક ચારિત્રની પ્રાપ્તિ નથી, પરંતુ ભગવાન તીર્થકર છે, તેથી તીર્થંકરનામકર્મથી ઉપબૃહીત એવું ક્ષાયિક ચારિત્ર પ્રધાન ક્ષાયિક ચારિત્ર છે અને તેવું ભગવાને પ્રાપ્ત કર્યું છે, માટે ભગવાનમાં ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ છે.
(૨) વળી, ભગવાન ચારિત્રને પ્રાપ્ત કરીને ઘણા જીવોના હિતનું સંપાદન કરે છે, માટે ભગવાનને પ્રાપ્ત થયેલું ચારિત્ર અન્યના ચારિત્ર કરતાં ઉત્તમ ચારિત્ર છે; કેમ કે સ્વપરના કલ્યાણનું એક કારણ છે.
(૩) વળી, ભગવાનમાં તેનું ઉત્તમ ચારિત્ર છે, તેથી હીન એવા પશુમાં પણ યોગ્યતા જણાય તો તેના ઉપકાર માટે પ્રવૃત્તિ કરે છે, આથી જ હીન એવા અશ્વને ઉપકાર થશે તેવું મુનિસુવ્રત સ્વામી ભગવાનને જણાવાથી તેના ઉપકાર માટે ભગવાન ગયા, તેવું આગમમાં સંભળાય છે, તેથી નક્કી થાય છે કે ઉત્તમ પુરુષોમાં ઉત્તમતાની પરાકાષ્ઠાવાળું ચારિત્ર હોય છે.
(૪) વળી, ભગવાનમાં તથાભવ્યત્વનો યોગ છે, તેથી અતિ ઉદાર એવું ચારિત્ર પ્રાપ્ત થયું છે, તેથી એ ફલિત થાય કે અન્ય પણ ભવ્યજીવો પોતાના ભવ્યત્વ પ્રમાણે કેવલી પણ થાય છે, ક્ષાયિક ચારિત્ર પણ પ્રાપ્ત કરે છે તોપણ ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ કરાવે તેવા ભવ્યત્વનો યોગ ભગવાનમાં છે, તેથી ભગવાને જે સાયિક ચારિત્ર પ્રાપ્ત કર્યું તે અતિ ઉદાર છે, જેના કારણે સર્વ યોગ્ય જીવોના કલ્યાણ માટે પ્રબળ કારણ બને તેવું ઉત્તમ ચારિત્ર ભગવાને પ્રાપ્ત કર્યું છે. ભગવાન ચારિત્રધર્મના ફલના પરિભોગના કારણે ધર્મના નાયક -
વળી, ભગવાન ધર્મના નાયક કેમ છે? તેમાં હેત કહ્યો કે ચારિત્ર ધર્મના ફળનો પરિભોગ છે તેમાં ચાર હેતુઓ બતાવે છે –
(૧) ભગવાનમાં સકલ પ્રકારનું સૌંદર્ય છે તે બતાવે છે કે ભગવાને પૂર્વભવમાં તે પ્રકારે સુંદર ચારિત્ર પાળેલું જેનાથી વિશિષ્ટ પ્રકારનું પુણ્ય ઉપાર્જન કર્યું, જેથી ચરમ ભવમાં ભગવાનને નિરુપમ રૂપાદિની પ્રાપ્તિ થઈ, તે અરિત્રના ફળના પરિભોગ સ્વરૂપ છે; કેમ કે સમ્ય રીતે સેવાયેલું ચારિત્ર વિશિષ્ટ પુણ્ય અને વિશિષ્ટ નિર્જરા દ્વારા મોક્ષ પ્રત્યે કારણ બને છે અને ભગવાને જે વિશિષ્ટ ચારિત્રનું પાલન કર્યું, તેનાથી તીર્થંકર નામકર્મનો બંધ થયો, તેના ફળ સ્વરૂપે નિરુપમ રૂપાદિની પ્રાપ્તિ થઈ, માટે ભગવાન ચારિત્રના ફળના પરિભોગને કારણે ધર્મના નાયક છે.