________________
૭૪
લલિતવિસ્તરા ભાગ-૨
સહિત ચાર પ્રતિ હેતુઓ છે, અને તદ્ ઉત્તમ અવાપ્તિરૂપ બીજા હેતુના ૧. પ્રધાન ક્ષાયિકધર્મની પ્રાપ્તિ ૨. પરાર્થનું સંપાદન ૩. હીતમાં પણ પ્રવૃત્તિ અને ૪. તથાભવ્યત્વનો યોગ એવા લક્ષણવાળા ભાવલિકાઓ સહિત ચાર પ્રતિ હેતુઓ છે, વળી, તત્કલ પરિભોગ સ્વરૂપ ત્રીજા મૂળ હેતુના ૧. સકલ સૌંદર્ય ૨. પ્રાતિહાર્યનો યોગ ૩. ઉદાર ઋદ્ધિની અનુભૂતિ અને ૪. તેના આધિપત્યનો ભાવ, આવા સ્વરૂપવાળા ભાવલિકાઓ સહિત ચાર પ્રતિeતુઓ છે, વળી, તેના વિઘાતની અનુપપત્તિરૂપ ચોથા મૂળ હેતુના ૧. અવંધ્યપુણ્યબીજત્વ ૨. અધિકારી અનુપપતિ ૩. પાપક્ષયનો ભાવ અને ૪. અહેતુક વિઘાતની અસિદ્ધિ, આવા સ્વભાવવાળા ભાવલિકા સહિત ચાર જ પ્રતિeતુઓ છે, આ ચાર પ્રતિહેતુઓ ભાવતાગ્રંથથી જ=ભાવનિકા બતાવી છે તે ગ્રંથથી જ, વ્યાખ્યાન કરાયા છે, એથી ફરી પ્રયાસ નથી=પંજિકાકાર દ્વારા ફરી પ્રયાસ કરાતો નથી પરંતુ, આને વશવાળા એ લલિતવિસ્તરાનું પ્રતીક છે તેનો અર્થ સ્પષ્ટ કરે છે – આ અધિકૃત ધર્મ=ચારિત્રરૂપ ધર્મ, વશી છે=વશ્ય છે જેઓને તેઓ એના વશવાળા છે ચારિત્રના વશવાળા છે, વિથસમાસાનનો અર્થ સ્પષ્ટ કરે છે – વિધિથી પ્રાપ્ત કરાયેલો અર્થ અવ્યભિચારીપણાથી વશ્ય થાય છે, ચાયથી પ્રાપ્ત કરાયેલા ધનની જેમ, માટે વિધિથી ભગવાને ચારિત્રધર્મ પ્રાપ્ત કર્યો છે, તેથી ચારિત્ર ભગવાનને વશ છે, ત્યાં ચોથા હેતુમાં, જે તત્ર શબ્દ છે તે દાન અર્થમાં છે, તેમાં વચનની અપેક્ષા ભગવાનને નથી, દિ=જે કારણથી, ભગવાન ધર્મના દાતમાં અન્ય મુનિઓની જેમ બીજાની આજ્ઞાની અપેક્ષા રાખતા નથી; કેમ કે ક્ષમાશ્રમણના હસ્તથી સમ્યક્ત સામાયિકને હું આરોપણ કરું છું ઈત્યાદિ અનુચ્ચારણ છે.
અશ્વબોધ માટે ગમનનું આકર્ણન હોવાથી એ લલિતવિસ્તરાનું પ્રતીક છે તેનો અર્થ કરે છે – અશ્વને બોધ માટે=સંબોધન કરવા માટે, ભગવાન શ્રીમાન્ મુનિસુવ્રત સ્વામીનું ભૃગુકચ્છમાં ગમતનું શ્રવણ હોવાથી હનમાં પણ ભગવાનની પ્રવૃત્તિ છે એમ અવય છે, તે આ પ્રમાણે –
જગતના લોકોને આનંદ પમાડનારા શત્રુને દુસહ એવા પ્રતાપથી પરાભવ પામેલા અમિત્ર અર્થાત્ મિત્ર નથી એવા રાજાઓના સુમિત્ર નામવાળા રાજાના કુળરૂપી કમળવતમાં શોભતા નિર્મળ રાજહંસ જેવા, ભુવતત્રયથી અભિનંદિત પદ્મનું સ્થાન એવી પદ્માવતી દેવીના દિવ્ય ઉદરરૂપી શક્તિમાં મુક્તાલના આકારવાળા, મગધમંડલને શોભાવનાર રાજગૃહ નગરનું પાલન કરાયું છે શ્રેષ્ઠ રાય જેમના વડે એવા, સારસ્વત આદિ લોકાંતિક દેવના સમૂહથી અભિનંદિત કરાયો છે દીક્ષા અવસર જેમનો એવા, તત્કાલ એકઠા થયેલા સમસ્ત ઈન્દ્રોના સમૂહથી રચાયેલી ઉદાર પૂજાના ઉપચારવાળા ભગવાન્ શ્રી મુનિસુવ્રત તીર્થનાથે કારાગૃહના આકારવાળા સંસારથી નીકળવામાં સજ્જ એવી પ્રવ્રયાને ગ્રહણ
કરી.
ત્યારપછી પવનની જેમ અપ્રતિબદ્ધપણાથી=સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં અસંશ્લેષપણાથી, પોતાના ચરણકમલની રજના પાતથી પવિત્ર ભૂતલને કરતાં કેટલોક કાળ છદ્મસ્થપણાથી વિચારીને તીક્ષણ એવા શુકલ ધ્યાનરૂપી કુહાડાની ધારના વ્યાપારથી કાપી નંખાયો છે દુરંત મોહરૂપી વૃક્ષના મૂળનો સમૂહ જેમના વડે એવા, સકલ કાલમાં થનારા ભાવોના સ્વભાવના અવભાસનમાં સમર્થ એવા