________________
લલિતવિક્તા ભાગ-૨
કારણે કયા કારણથી વિરાકૃત છે? એથી કહે છે; કેમ કે તેનું=ભયપરિણામવું, તે પ્રકારે અસ્વાસ્થકારિપણું છે=ધર્મસાધક એવા ચિતસ્વાથ્યની સાથે વિરુદ્ધ એવા અસ્વાસ્થનું વિધાયકપણું છે. ભાવાર્થ -
પૂર્વમાં સ્થાપન કર્યું કે અભય મોક્ષના કારણભૂત ધર્મની ભૂમિકાના કારણભૂત ધૃતિ છે તે કથનને જ યુક્તિથી સ્પષ્ટ કરે છે –
જે જીવોને ભવના વૈરાગ્યરૂપ સ્વાથ્ય લેશ પણ નથી તેઓને ભવ નિસાર જણાતો નથી, પરંતુ અનુકૂળ સંયોગોથી ભવ સારભૂત જણાય છે અને ભવમાં દેહાદિને પ્રતિકૂળ સંયોગોના નિવારણમાં જ તેઓની સર્વ પ્રવૃત્તિ છે, પરંતુ ભવના કારણભૂત સંગથી પર થવાને અભિમુખ એવો વિરક્તભાવ લેશ પણ નથી, એથી ચિત્તમાં જે કંઈ વિચારણા કરે છે તે અનુકૂળ સંગની પ્રાપ્તિ માટે કરે છે અને પ્રતિકુળ સંયોગોના નિવારણ માટે કરે છે, તેથી બાહ્યથી ક્વચિત્ ધર્મની ક્રિયા કરે તોપણ અનુકૂળ સંયોગોનો વિયોગ ન થાય અને અનુકૂળ સંયોગો સદા મળે તેવા ભયથી તેનું ચિત્ત હંમેશાં ઉપદ્રવ વાળું છે, તેથી અંતરંગ ધર્મ પ્રગટ થતો નથી; કેમ કે ચિત્તના સ્વાથ્યથી સાધ્ય અધિકૃત ધર્મ છે અર્થાત્ બાહ્ય પદાર્થનો ભય કંઈક અલ્પ થાય તો સ્વસ્થ થયેલું ચિત્ત આત્માના પારમાર્થિક ધર્મની નિષ્પત્તિનું કારણ બને, અને તેવો ધર્મ ભોગની અત્યંત લાલાસાવાળા જીવોમાં પ્રગટ થઈ શકે નહિ; કેમ કે ભયપરિણામથી તે ધર્મ નિરાકૃત છે જીવમાં ધર્મ પ્રગટ થઈ શકતો નથી.
તેથી એ ફલિત થાય કે જેઓનું ચિત્ત સંસારની કંઈક નિર્ગુણતાને જોઈ શકે છે તેઓ સંસારથી પર અવસ્થાનો કંઈક વિચાર કરી શકે એવા ચિત્તના સ્વાસ્થવાળા બને છે, એનાથી જ તેઓમાં કંઈક કંઈક અંશથી ધર્મ પ્રગટ થાય છે; કેમ કે ભવથી વિરક્ત થવાને કારણે ભવથી પર અવસ્થાવાળા વીતરાગ પ્રત્યે તેને બહુમાન થાય છે અને તેથી વીતરાગની ભક્તિ કરીને સંસારમાં કંઈક અંશે નિર્ભયતાને પ્રાપ્ત કરે છે અને જેઓને માત્ર બાહ્ય અનુકૂળ સંગો જ સુખનાં કારણ દેખાય છે તેઓની જે કંઈ પ્રવૃત્તિ થાય છે તે બાહ્ય અનુકૂળ સંગ માટે જ થાય છે, તેથી તેઓની ધર્મની બાહ્ય આચરણાથી પણ અંતરંગ ધર્મ પ્રગટ થતો નથી; કેમ કે ભગવાનની સ્તુતિ કરે તોપણ સંગ વગરની ભગવાનની અવસ્થા તેને અસાર જણાય છે અને સંગવાળી અવસ્થા જ તેને સારી જણાય છે અને તે તે ભવમાં પ્રાપ્ત થયેલા શરીરને અનુકૂળ જ ભાવો તેને પ્રિય લાગે છે સાર લાગે છે, જેમ ભુંડના ભાવમાં વિષ્ટા જ પ્રિય લાગે છે, મનુષ્યના ભવમાં વિષ્ટા પ્રાયઃ પ્રિય લાગતી નથી, તેમ કોઈક રીતે બાહ્યથી સુંદર ચારિત્ર પાળીને નવમા સૈવેયકમાં જાય ત્યારે તે દેવભવનાં ભૌતિક સુખો જ તેને અત્યંત પ્રિય લાગે છે અને તે ભવના તે દેહાદિના સંગને કારણે જ સ્ત્રી આદિની ઇચ્છા થતી નથી, જેમ મનુષ્યને વિષ્ટાની ઇચ્છા થતી નથી, પરંતુ સંગથી પર અવસ્થાને અભિમુખ ચિત્ત જેઓનું લેશ પણ નથી, તેઓનાં ધર્મ-અનુષ્ઠાનોથી પણ મોક્ષને અનુકૂળ ધર્મ નિષ્પન્ન થતો નથી અને જેઓનું મિથ્યાત્વ કંઈક મંદ થયું છે, તેથી વિડંબનારૂપે ભવ કંઈક અંશથી વિડંબના સ્વરૂપ દેખાય છે, તેથી સાત ભયોની ચિંતાનો કંઈક ત્યાગ કરીને સંસારથી અતીત અવસ્થાને અભિમુખ વિચાર કરે છે, તેવા અભયને દેનારા ભગવાન છે.