________________
મષ્ણવ્યાણ
કારણથી આધાન થયેલા સ્વભાવના અતિશયવાળા પરિણામી કારણનું જ કાર્યને અભિમુખ પરિણતિ સ્વભાવપણું છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં પ્રગટ થયેલી ચક્ષુ ઉપાદાન કારણ છે અને તે ઉપાદાન કારણરૂપ ચક્ષુ ઉપદેશની સામગ્રી કે અન્ય સહકારી કારણોથી યુક્ત થાય તો તે તે ભાવરૂપે પરિણમન પામીને સમ્યગ્દર્શનરૂપે પરિણમન પામે છે, તેથી ચક્ષુની પ્રાપ્તિ પછી પણ જીવને અન્ય સહકારી કારણો પ્રાપ્ત થયેલાં હોય તો ચક્ષુદર્શનકાળમાં વર્તતી તત્ત્વની રુચિ જ ઉત્તરોત્તર અતિશય-અતિશયતર તત્ત્વ પ્રત્યે પ્રકર્ષ રુચિરૂપે પરિણમન પામે છે, તે સર્વ પરિણમન પામવા પ્રત્યે કાળ પણ કારણ બને છે, કેમ કે કાળ એ જીવદ્રવ્યનો પર્યાય જ છે, તેથી પ્રતિક્ષણ જીવને ઉત્તર-ઉત્તર રૂપે પરિણમન પમાડીને સમ્યગ્દર્શનરૂપે પરિણમન પમાડે છે, માટે ચક્ષુની પ્રાપ્તિ ધર્મરૂપ કલ્પવૃક્ષના અવંધ્યબીજભૂત છે એ પ્રમાણે ભાવન કરવું જોઈએ અર્થાત્ પ્રાપ્ત થયેલી ચક્ષુ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સમ્યગ્દર્શનરૂપે પરિણમન પામશે અને સમ્યગ્દર્શન સમ્યગુ યત્ન કરાવીને અવશ્ય સમ્યગું ચારિત્રરૂપે પરિણમન પામશે, તેથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્યારિત્રરૂપ જે કલ્પવૃક્ષ છે તેની પ્રાપ્તિમાં અવંધ્ય કારણ બને તેવી આ ચક્ષની પ્રાપ્તિ છે; કેમ કે સુખના અર્થી જીવને ચક્ષુની પ્રાપ્તિના કાળમાં આત્માની નિરાકુળ અવસ્થામાં કંઈક સુખ દેખાય છે, તેથી તેના રહસ્યને જાણવા માટે યત્ન કરીને તે જીવ ઉત્તરોત્તર અંતરંગ નિરાકુળ અવસ્થાના સુખને પ્રાપ્ત કરવા યત્ન કરશે, તેથી આત્માની નિરાકુળ અવસ્થામાં વિશ્રાંતિરૂપ ધર્મકલ્પવૃક્ષની નિષ્પત્તિનું પ્રબળ કારણ આ ચક્ષુ છે અને આ વિશિષ્ટ પ્રકારની અંતરંગ ચક્ષુ ઇન્દ્રિય અભયની જેમ ભગવાનથી પ્રાપ્ત થાય છે; કેમ કે ભગવાનને નિરાકુળ અવસ્થારૂપે જોવાને અનુકૂળ યત્ન સ્વસ્થતાપૂર્વક જે મહાત્માઓ કરે છે તેવા અભય અવસ્થાને પામેલા મહાત્માઓ ભગવાનના દર્શનના બળથી નિરાકુળ અવસ્થાને જોઈ શકે તેવી નિર્મળ ચક્ષુને પ્રાપ્ત કરે છે, તેથી ભગવાનથી ચક્ષની પ્રાપ્તિ છે, માટે ભગવાન ચક્ષુને દેનારા છે. આવા સૂત્ર :
મળવાપાં પાછા સૂત્રાર્થ :
માર્ગને દેનારા ભગવાનને નમસ્કાર થા. ૧૭માં લલિતવિસ્તરા -
तथा मग्गदयाणं। इह मार्गः घेतसोडवक्रगमनं, भुजङ्गमगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही क्षयोपशमविशेषः, हेतुस्वरूपफलशुद्धा सुखेत्यर्थः। લલિતવિસ્તરાર્થ
અને માર્ગને દેનારા ભગવાન છે, અહીંમગદયાણં સૂત્રમાં, માર્ગ ચિત્તનું અવક્રગમન છે. કેવું અવક્રગમન છે ? તે સ્પષ્ટ કરે છે –