________________
સરણદયાણં
વિબંધકનો જય કરીને પ્રાતિભજ્ઞાન પ્રાપ્ત કરે છે તેને પણ ઋતમ્ભરા પ્રજ્ઞા કહેવાય છે, તેવી રીતે પ્રણિધાન વગેરે પાંચ આશયો કહ્યા, તેનું યોજન પ્રસ્તુતમાં સમ્યગ્દર્શનની સાથે કર્યું, તે રીતે ઉ૫૨-ઉપરના ગુણસ્થાનકમાં પણ તેનું યોજન છે, આથી જ ષોડશકમાં એ પાંચ આશયોને તે તે ભૂમિકાને અનુરૂપ યોગમાર્ગની સાથે યોજન કરેલ છે, તેથી પ્રસ્તુત વર્ણનમાં તેનું યોજન સમ્યગ્દર્શન સાથે છે અને ષોડશકમાં તેનું યોજન અન્ય પ્રકારે છે તેમ વિચારીને વિરોધનું ભાવન કરવું નહિ; કેમ કે અપેક્ષાભેદથી સર્વ કથન પરસ્પર અવિરુદ્ધ છે. II૧૭ના સૂત્ર :
સરાયાનું ।।૮।।
33
સૂત્રાર્થ
શરણને દેનારા ભગવાનને નમસ્કાર થાઓ, [૧૮]
લલિતવિસ્તરા ઃ
तथा 'सरणदयाणं' । इह शरणं भयार्त्तत्राणं, तच्च संसारकान्तारगतानां अतिप्रबलरागादिपीडितानां दुःखपरम्परासंक्लेशविक्षोभतः समास्वासनस्थानकल्पं, तत्त्वचिन्तारूपमध्यवसानं, विविदिषेत्यर्थः ।
सत्यां चास्यां तत्त्वगोचराः शुश्रूषा श्रवणग्रहणधारणाविज्ञानऊहाऽपोहतत्त्वाभिनिवेशा: प्रज्ञागुणाः । प्रतिगुणमनन्तपापपरमाण्वपगमेनैते इति समयवृद्धाः, तदन्येभ्यस्तत्त्वज्ञानायोगात्, तदाभासतयैतेषां भिज्ञजातीयत्वात्, बाह्याकृतिसाम्येऽपि फलभेदोपपत्तेः ।
લલિતવિસ્તરાર્થ:
અને શરણને દેનારા ભગવાન છે, અહીં=શરણદયાણં પદમાં, શરણ ભયથી આર્ત જીવોનું ત્રાણ છે અને તે સંસારરૂપી અટવીમાં પ્રાપ્ત થયેલા અતિપ્રબલ રાગાદિ શત્રુઓથી પીડિત જીવોને દુઃખની પરંપરારૂપ સંક્લેશના વિક્ષોભથી સમાશ્વાસનના સ્થાન જેવો તત્ત્વચિંતારૂપ અધ્યવસાય છે=વિવિદિષા છે એ પ્રકારનો અર્થ છે=શરણનો અર્થ છે, અને આ હોતે છતે=વિવિદિષા હોતે છતે, તત્ત્વના ગોચરવાળા=તત્ત્વના વિષયવાળા, શુશ્રુષા-શ્રવણ-ગ્રહણ-ધારણા-વિજ્ઞાન-ઊહ-અપોહતત્ત્વના અભિનિવેશરૂપ પ્રજ્ઞાગુણો થાય છે, આ=શુશ્રુષાદિ, પ્રતિગુણ=શુશ્રુષા આદિ પ્રત્યેક ગુણ, અનંત પાપપરમાણુના અપગમથી થાય છે એ પ્રમાણે બહુશ્રુતો કહે છે; કેમ કે તેના કરતાં અન્યથી=શુશ્રુષા આદિ કરતાં અન્યથી, તત્ત્વજ્ઞાનનો અયોગ છે.
કેમ શુશ્રુષા આદિ વગર તત્ત્વજ્ઞાનનો અયોગ છે ? એથી હેતુ કહે છે -
-
તેના આભાસપણાથી=તત્ત્વના વિષયવાળા શુશ્રુષા આદિ સદેશપણાથી, આમનું=અન્ય પ્રકારથી થયેલા શુશ્રુષાદિનું, ભિન્નજાતીયપણું છે.