________________
૨
લલિતવિસ્તરા ભાગ-૨ બળતા ઘરના ઉદર જેવો આ ભવ છે જેમાં સંસારી જીવો વર્તે છે તે આ ભવ બળતા ઘરની અંદર નિવાસસ્થાન જેવો છે, શારીરાદિ દુઃખોનો નિવાસ છે જેમાં સંસારી જીવો વર્તે છે તેવો ભવ શરીરને પ્રતિકુળ સંયોગથી થનારાં શારીરિક દુઃખો અને અંતરંગ કષાયોના સંક્લેશ૩૫ માનસિક દુઃખોનું નિવાસસ્થાન છે, અહીં=સંસારમાં, વિદ્વાનને પ્રમાદયુક્ત નથી=બળતા એવા ભવરૂપી ગૃહમાં નિશ્ચિત થઈને બેસવારૂપ પ્રમાદયુક્ત નથી, જે કારણથી આ મનુષ્ય અવસ્થા અતિદુર્લભ છે, પ્રધાન પરલોકનું સાધન છે=મનુષ્ય અવસ્થા પરલોકની ઉત્તમ પરંપરાને પ્રગટ કરવાનું પ્રબળ સાધન છે, વિષયો પરિણામથી કટુ છે=વિષયોમાં રાગની વૃદ્ધિ થવાથી દુર્ગતિઓની પરંપરા થાય છે તેથી વિષયોના સેવનનું પરિણામ કરુ છે, સત્સંગમો વિયોગના અંતવાળા છે= સંસારી જીવોને જે અનુકૂળ સંયોગો છે જેનાથી તે સ્વસ્થ થઈને બેસે છે તે વિયોગના અંતવાળા છે, પાતભયમાં આતુર અવિજ્ઞાતપાતવાળું આયુષ્ય છે=જેમ ક્ષીણ થયેલી દિવાલ હમણાં પડશે હમણાં પડશે તેવી હોય તેમ જીવનું આયુષ્ય સતત પાત થવામાં તત્પર હોય છે અને ક્યારે પડશે તે નક્કી ન થાય તેવું અજ્ઞાતપાતવાળું આયુષ્ય છે, તેથી આ પ્રમાણે ભવ વ્યવસ્થિત હોતે જીતે આના વિધ્યાપનમાં–બળતા ઘરના ઉદર જેવા ભવને બુઝાવવામાં, યત્ન કરવો જોઈએ.
અને સિદ્ધાંતની વાસના છે પ્રધાન જેમાં એવો શ્રેષ્ઠ ધર્મમેઘ જો પ્રગટ થાય તો આને=ભવને, બુઝાવે છે, આથી=ધર્મમેઘ બળતા ઘર જેવા ભવને બુઝાવે છે આથી, સિદ્ધાંતને સ્વીકારવો જોઈએ=ભગવાનના વચનરૂપ સિદ્ધાંત જ તત્ત્વ છે એ પ્રમાણે સ્વીકારવું જોઈએ, તેના જાણનારા= સિદ્ધાંતના જાણનારા મહાપુરુષોની, સમ્યફ સેવા કરવી જોઈએ, મુપ્પમાલા અને આલુકા=માટીનો ઘડો, તેનું દષ્ટાંત ભાવન કરવું જોઈએ, અસદ્ અપેક્ષા છોડવી જોઈએ=જગતના સર્વ પદાર્થો અનિત્ય હોવા છતાં હજી આયુષ્ય છે, હજી ભોગસામગ્રી છે એ પ્રકારની અસ અપેક્ષા છોડવી જોઈએ, આજ્ઞાપ્રધાનથી ભગવાનના વચનપ્રધાનથી, થવું જોઈએ, પ્રણિધાન આદરવું જોઈએ= ભવનો મારે અંત કરવો છે તે પ્રકારે દઢ સંકલ્પ કરવો જોઈએ, સાધુસેવાથી–ઉત્તમ પુરુષોની સેવાથી, ધર્મશરીરનું પોષણ કરવું જોઈએ, પ્રવચન માલિત્યનું રક્ષણ કરવું જોઈએ, અને આ=પ્રવચનના માલિત્યનું રક્ષણ, વિપ્રિવૃત જીવ સંપાદન કરે છે, આથી સર્વત્ર સર્વ ઉચિત પ્રવૃત્તિઓમાં, વિધિથી પ્રવર્તવું જોઈએ, સૂત્રથી શાસ્ત્રવચનથી, પોતાનો ભાવ જાણવો જોઈએ, પ્રવૃત્તિમાં=આત્મકલ્યાણ માટે સેવાતી ઉચિત પ્રવૃત્તિમાં, નિમિત્તોની અપેક્ષા રાખવી જોઈએ, અસંપન્ન યોગોમાં=જે પ્રકારના ઉત્તમ પરિણામવાળા ચિત્તના યોગો પ્રાપ્ત થયા ન હોય તેમાં, યત્ન કરવો જોઈએ, વિસ્રોતસિક જાણવી જોઈએ=ચિતના વિપરીત પ્રવાહને જાણવો જોઈએ, ભય શરણાદિના ઉદાહરણથી આનું ચિત્તના વિપરીત પ્રવાહનું, અનાગત–પાતનો પ્રસંગ ઉત્પન્ન થાય તેના પૂર્વે, પ્રતિવિધાન કરવું જોઈએ=ચિત્તના વિપરીત પ્રવાહના નિવારણનો ઉચિત ઉપાય કરવો જોઈએ.
આ રીતે=ચિતનો વિપરીત પ્રવાહ વર્તતો હોય ત્યારે પૂર્વમાં જ પ્રતિવિધાન કરવામાં આવે એ રીતે, સોપક્રમ કર્મનો નાશ થાય છે, નિરુપક્રમ કર્મના અનુબંધની વ્યવસ્થિતિ થાય છે=નિરુપક્રમ