________________
ધમ્મનાયગાણ
GE
લલિતવિસ્તરાર્થ :
અને ધર્મના નાયક ભગવાન છે, અહીં ધમ્મનાયગાણ પદમાં, ધર્મ અધિકૃત જ છે=દેશવિરતિરૂપ અને સર્વવિરતિરૂપ અધિકૃત જ ધર્મ છે, તેના સ્વામી ભગવાન છે; કેમ કે તેના લક્ષણનો યોગ છે=ભગવાનમાં ધર્મના નાયકના લક્ષણનો યોગ છે, તે=ભગવાનમાં ધર્મના નાયકના લક્ષણનો ચોગ છે તે, “કથા'થી બતાવે છે – ૧. તેના વશીકરણનો ભાવ હોવાથી=ધર્મના વશીકરણનો સદ્ભાવ હોવાથી, ૨. તેના ઉત્તમની પ્રાપ્તિ હોવાથી ચારિત્રધર્મમાં જે ઉત્તમ ચારિત્રધર્મ તેની પ્રાપ્તિ હોવાથી, ૩. તેના ફલનો પરિભોગ હોવાથીચારિત્રધર્મના ફલનો પરિભોગ હોવાથી, ૪. તેના વિઘાતની અનુપપત્તિ હોવાથી ચારિત્રના વિઘાતની અનુપપત્તિ હોવાથી, ભગવાનમાં ધર્મનાયજ્ઞા લક્ષણનો યોગ છે એમ અન્વય છે.
ભગવાનમાં તદ્વશીકરણ આદિ ચાર હેતુઓનો સભાવ કેમ છે? તે તથાદિ થી બતાવે છે – આના વશવાળા ભગવાન છે=અધિકૃત એવા ચારિત્રધર્મના વશવાળા ભગવાન છે. કેમ ભગવાનને ચારિત્ર વશ છે તેમાં ચાર હેતુઓ કહે છે – ૧. વિધિના સમાસાદનાથી=વિધિના સમ્યક સેવનથી, વિધિ વડે આ=ચારિત્ર, ભગવાન વડે પ્રાપ્ત કરાયું છે અને ૨. નિરતિચાર પાલનપણાને કારણે=ભગવાને નિરતિચાર પાલન કરેલું હોવાને કારણે, ચારિત્ર ભગવાનને વશવર્તી છે એમ અન્વય છે અને અતિચારના વિરહથી ભગવાને ચારિત્રપાલન કરેલ છે, એ રીતે જે રીતે ચારિત્રપાલન કરેલ છે એ રીતે, ૩. યથા ઉચિત દાનથી ભગવાનને ચારિત્ર વશવર્તી છે અને ભગવાન વડે યથાભવ્ય ચારિત્ર અપાયું છે અને ૪. ત્યાં યથાભવ્ય ચારિત્રના દાનમાં, અપેક્ષાનો અભાવ હોવાથી ચારિત્ર ભગવાનને વશવર્તી છે એમ અન્વય છે, આમના દાનમાં=જીવોને ચારિત્રના દાનમાં, વચનની અપેક્ષા નથી.
ભગવાન ધર્મના નાયક કેમ છે તેમાં ચાર હેતુઓ બતાવેલ, તેમાંથી ભગવાને ચારિત્રને વશ કઈ રીતે કરેલ છે તે ચાર હેતુઓથી બતાવ્યું, હવે ભગવાનને ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ કઈ રીતે થઈ છે ? તેમાં ચાર હેતુઓ બતાવે છે –
અને આ રીતે=જે રીતે ભગવાને ચારિત્રને વશ કર્યું એ રીતે, તેના ઉત્તમની પ્રાપ્તિવાળા ભગવાન છે; કેમ કે ૧. પ્રધાન ક્ષાયિકધર્મની અવાતિ હોવાથી ઉત્તમધર્મની પ્રાપ્તિવાળા ભગવાન છે એમ અન્વય છે, તીર્થંકરપણું હોવાને કારણે ભગવાનને આ પ્રધાન છે ચારિત્રધર્મ પ્રધાન છે, અને ૨. સત્ત્વાર્થકરણ સ્વભાવપણું હોવાથી પરાર્થ સંપાદનને કારણે ભગવાનમાં ઉત્તમની અવાતિ છે એમ અન્વય છે, એ રીતે પરાર્થ સંપાદન કરે છે એ રીતે, ૩. હીનમાં પણ પ્રવૃત્તિ હોવાને કારણે ભગવાનમાં ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ છે એમ અન્વય છે. કેમ ભગવાનની હીનમાં પ્રવૃત્તિ છે ? તેમાં હેતુ કહે છે –