________________
ધમ્મદેસયાણ
ઉ૭
તેવા સંયોગોમાં વિપરીતતાનાં સૂચક નિમિત્તો મળે ત્યારે તે પ્રવૃત્તિનો પરિહાર કરવાથી પરમાર્થથી સંક્લેશની પ્રાપ્તિનો જ પરિહાર થાય છે, તેથી અનર્થોથી આત્માનું રક્ષણ થાય છે.
વળી, સહકારી કારણોરૂપ નિમિત્તોની વિચારણા કરીને ઉચિત અનુષ્ઠાન સ્વીકારવામાં આવે તો તે સહકારી કારણના બળથી પણ આત્માનું રક્ષણ થાય છે અને વિપરીત સહકારી કારણો હોય અને તેની ઉપેક્ષા કરીને કોઈ પ્રવૃત્તિ સ્વીકારવામાં આવે તો વિપરીત સહકારીના કારણે ક્લેશોની પરંપરા દ્વારા અનર્થોની પ્રાપ્તિ થાય છે, માટે સહકારી કારણોની અપેક્ષા રાખીને પ્રવૃત્તિનો સ્વીકાર કરવો જોઈએ.
વળી, સંસારના ઉચ્છેદના અર્થી જીવે મોક્ષસાધક જે જે યોગો પોતાને પ્રગટ થયા નથી તેવા અસંપન્ન યોગોમાં પ્રયત્ન કરવો જોઈએ, જેમ જે કળામાં પોતાની કુશળતા ન હોય તે કળા અભ્યાસથી સિદ્ધ થાય છે, તેમ મોક્ષસાધક એવા ઉત્તમ ચિત્તને અનુકૂળ જે ઉચિત ક્રિયા હોય તેમાં પોતે સંપન્ન ન હોય તે ક્રિયામાં નિપુણતાપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો ક્રમે કરીને અસંપન્ન યોગ પણ સંપન્ન બને છે.
વળી, પોતાના ચિત્તનો વિપરીત પ્રવાહ પ્રવર્તતો હોય તેને જાણવા યત્ન કરવો જોઈએ, જેમ સંસારથી ભય પામેલ યોગ્ય પણ જીવ પોતાની શક્તિનું આલોચન કરીને સર્વવિરતિ ગ્રહણ કરે અને ઉત્સાહથી સંયમની ક્રિયા કરીને ભવના ઉચ્છદ માટે યત્ન કરે છતાં કોઈક નિમિત્તથી ચિત્તનો પ્રવાહ વિપરીત પ્રવર્તે તો ગુણસ્થાનકની વૃદ્ધિને બદલે વારંવાર તેને સંયમની કષ્ટતા જ જણાય છે, જેથી ચિત્ત ગુણસ્થાનકની વૃદ્ધિમાં જવાને બદલે પાતને અભિમુખ વિપરીત પ્રવાહવાળું બને છે, તે વખતે કલ્યાણના અર્થી જીવે પોતાની તે પ્રકારની વિસ્રોતસિકાને જોઈને તેનાથી પોતાનું રક્ષણ કરવા માટે પ્રતિવિધાન કરવું જોઈએ, જેથી પ્રાપ્ત થયેલા ગુણસ્થાનકથી પાત પ્રાપ્ત થાય નહિ. જેમ સંસારમાં કોઈકથી ભય હોય ત્યારે રક્ષણના સ્થાનનું શરણ લેવામાં આવે છે, રોગ થયો હોય તો તેની ચિકિત્સા કરવામાં આવે છે અને શરીરમાં વિષ ફેલાયું હોય તો વિષના નિવારણ માટે વિષનિવારક મંત્રનો આશ્રય કરાય છે, તેમ પોતાના ચિત્તનો પ્રવાહ વિપરીત ચાલતો હોય અને તેને ભય લાગે કે હું સંયમનું રક્ષણ કરી શકીશ નહિ ત્યારે ગુણવાન ગુરુનું શરણું સ્વીકારે, જેથી ગુરુ ઉચિત અનુશાસન આપીને ચિત્તના વિપરીત ચાલતા પ્રવાહથી પોતાનું રક્ષણ કરે.
વળી, જેમ દેહમાં રોગ થયો હોય ત્યારે ઔષધ કરાય છે તેમ ચિત્તમાં કોઈક વિકારો ઉત્પન્ન થયા હોય ત્યારે તેના શમન માટે વિવેકપૂર્વક છઠ અઠમ આદિ તપ કરાય છે, જેથી તે તે પ્રકારના વિકારો શાંત થાય છે.
વળી, દેહમાં ઝેર વ્યાપ્ત થયું હોય ત્યારે વિષનાશક મંત્રનો આશ્રય કરાય છે, તેમ જેનું ચિત્ત બાહ્ય નિમિત્તોથી વાસિત બનતું હોય તેના કારણે રાગાદિ ઝેર વૃદ્ધિ પામતાં હોય ત્યારે તે રાગાદિ ઝેરના નિવારણ માટે સ્વાધ્યાય આદિ મંત્ર છે, તેથી વિવેકપૂર્વક જે પ્રકારના રાગાદિ ચિત્તને વ્યાકુળ કરતા હોય તેને અનુરૂપ ઉચિત સ્વાધ્યાય આદિ દ્વારા રાગાદિરૂપ વિષનો નાશ કરવો જોઈએ, જેથી ગુણસ્થાનકના પાતની પ્રાપ્તિ પૂર્વે જ ભયાદિમાં શરણ આદિના ઉદાહરણ દ્વારા પોતાના આત્માનું રક્ષણ થાય.
આ રીતે અત્યાર સુધી સંક્ષેપથી ભગવાનની દેશના બતાવી અને તે દેશના સાંભળીને યોગ્ય જીવ તે