________________
૭૦.
લલિતવિસ્તરા ભાગ-૨
અશ્વના બોધ માટે ભગવાનના ગમનનું શ્રવણ છે અને ૪. તે પ્રકારના ભવ્યત્વના યોગથી ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિવાળા ભગવાન છે એમ અન્વય છે, આમનું=ભગવાનનું, આ અતિ ઉદાર છે–ચારિત્ર અતિ ઉદાર છે.
વળી, ભગવાન ધર્મના ફલના પરિભોગને કરનારા હોવાથી ધર્મના નાયક છે એમ કહ્યું, તેથી હવે ભગવાન ધર્મના ફલના પરિભોગને કરનારા કઈ રીતે છે ? તેમાં ચાર હેતુ બતાવે છે –
આ રીતે=ચારિત્રધર્મના ઉત્તમની પ્રાપ્તિ કરી એ રીતે, તેના ફલના પરિભોગયુક્ત ભગવાન છે, ૧. સકલ સૌંદર્યને કારણે ભગવાન ચારિત્રના ફલના પરિભોગયુક્ત છે એમ અન્વય છે. કેમ ભગવાનમાં સકલ સૌંદર્ય છે ? તે સ્પષ્ટ કરે છે –
ભગવાનમાં નિરુપમ રૂપાદિ છે અને ૨. પ્રાતિહાર્યના યોગથી ભગવાન ચારિત્રના ફલના પરિભોગયુક્ત છે, આ=પ્રાતિહાર્ય, અન્ય મહાત્માઓને નથી, આ રીતે જે રીતે પ્રાતિહાર્યનો યોગ છે એ રીતે, ઉદાર ઋદ્ધિની અનુભૂતિ હોવાથી ભગવાન ચાત્રિફલના પરિભોગથી યુક્ત છે. કેમ ઉદાર ઋદ્ધિની અનુભૂતિ છે ? તે સ્પષ્ટ કરે છે –
સમગ્ર પુણ્યના સમૂહથી ઉત્પન્ન થયેલી આ=ભગવાનની સમૃદ્ધિ છે અને ૪. તેના આધિપત્યનો ભાવ હોવાથી=સમગ્ર ઋદ્ધિના આધિપત્યનો ભાવ હોવાથી, ભગવાન ચારિત્રફલના પરિભોગથી યુક્ત છે.
ભગવાનમાં ઋદ્ધિના આધિપત્યનો ભાવ કેમ છે ? તે સ્પષ્ટ કરે છે – દેવોમાં સ્વાતંત્ર્યથી નથી=અષ્ટ પ્રાતિહાર્ય કરનારા પણ દેવોમાં સ્વાતંત્ર્યથી અષ્ટ પ્રાતિહાર્યની ઋદ્ધિ નથી. વળી, ભગવાનમાં ચારિત્રના વિઘાતની અનુપપત્તિ છે તેમાં ચાર હેતુઓ બતાવે છે –
આ રીતે=ભગવાન ધર્મના ફ્લનો પરિભોગ કરે છે એ રીતે, તેના વિઘાતથી રહિત છે યાત્રિધર્મના વિઘાતથી રહિત છે, ૧. અવંધ્ય પુણ્યનું બીજ૫ણું હોવાથી ચારિત્રના વિઘાતથી રહિત છે એમ અન્વય છે, સ્વઆશ્રય એવા=અવંધ્ય પુણ્યબીજના આશ્રય એવા, ભગવાનથી પુષ્ટ એવું આ=ચાસ્ત્રિ, આમને છે=ભગવાનને છે, અને ૨. અધિકની અનુપપતિ હોવાથી=ભગવાનને ચારિત્રનું જે ફળ પ્રાપ્ત થયું છે તેનાથી અધિક ફળની અનુપપત્તિ હોવાથી, તેના વિઘાતથી રહિત છે, આનાથી= ભગવાનને ચારિત્રનું જે ફળ મળ્યું છે તેનાથી, અધિક પુણ્ય નથી, એ રીતે=ભગવાનથી અધિક પુણ્યની અનુપપતિ છે એ રીતે, ૩. પાપક્ષયનો ભાવ હોવાથી તેના વિઘાત રહિત છે એમ અન્વય છે, આ=પાપ, અત્યંત બાળી નાખેલું છે અને ૪. અહેતુક વિઘાતની અસિદ્ધિ હોવાથી=વિઘાતના હેતુ નહિ હોવાને કારણે વિઘાતની અસિદ્ધિ હોવાથી, ભગવાન ચારિત્રના ફળના વિઘાત રહિત છે. હેતુ નહિ હોવાને કારણે વિઘાતની અસિદ્ધિ કેમ છે ? તેમાં હેતુ કહે છે –