________________
૬૬
લલિતવિસ્તરા ભાગ-૨
કરીને શક્તિ અનુસાર ગુણસ્થાનકની ઉચિત ક્રિયાનો સ્વીકાર કરવો જોઈએ અને જેમાં શક્તિ નથી તેવા ઉત્તમ અનુષ્ઠાનમાં તીવ્ર રાગ રાખવો જોઈએ અને સદા ભાવન કરવું જોઈએ કે કઈ રીતે હું યત્ન કરું કે જેથી તે અનુષ્ઠાનની શક્તિ પ્રગટે અને બળ સંચય થયા પછી ઉપરની ભૂમિકાનું અનુષ્ઠાન સ્વીકારવું જોઈએ, જેથી સમ્યગ્ રીતે ફોરવાયેલી શક્તિ સાનુબંધ ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બને, આ પ્રકારે આજ્ઞાપ્રધાન થવું જોઈએ.
વળી, પ્રણિધાન કરવું જોઈએ અર્થાત્ મહાવિડંબનારૂપ આ ભવના ઉચ્છેદના ઉપાયોને હું સમ્યક્ સેવું, જેથી ભવનો ઉચ્છેદ થાય તે પ્રકારે દૃઢ પ્રણિધાન કરીને તેના ઉપાયોને સેવવા જોઈએ. વળી, ઉત્તમ પુરુષોને સેવવાથી પોતાના ધર્મરૂપી શરીરનું પોષણ કરવું જોઈએ; કેમ કે ગુણના સ્મરણપૂર્વક કરાયેલી ગુણવાનની ભક્તિથી પોતાનું ધર્મરૂપી શરીર પુષ્ટ પુષ્ટતર થાય છે.
-
વળી, પ્રવચનના માલિન્યનું રક્ષણ કરવું જોઈએ, કઈ રીતે રક્ષણ કરવું જોઈએ ? તે સ્પષ્ટ ક૨વા માટે કહે છે – વિધિમાં પ્રવૃત્ત જીવ પ્રવચનના માલિત્યના પરિહારને સંપાદન કરે છે; કેમ કે અવિધિથી ધર્મ અનુષ્ઠાન કરનારા જીવોને જોઈને ઘણા યોગ્ય જીવોને ભગવાનના અનુષ્ઠાન વિષયક વિપર્યાસ થાય છે, જેનાથી ભગવાનના પ્રવચનની મલિનતા થાય છે અને જે જીવો ભગવાનના વચન અનુસાર વિધિપૂર્વક સ્વભૂમિકાનું અનુષ્ઠાન સેવે છે, તેનાથી અન્ય કોઈ જીવોને માર્ગનો ભ્રમ થતો નથી, તેથી વિધિપ્રવૃત્ત જીવ પ્રવચનના માલિન્યનું રક્ષણ કરે છે, આથી વિવેકીએ સ્વભૂમિકા અનુસાર સર્વ અનુષ્ઠાનોમાં વિધિથી યત્ન ક૨વો જોઈએ, જેથી પ્રવચનના માલિન્યજન્ય અનર્થની પ્રાપ્તિ થાય નહિ.
વળી, પોતાની ભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન સ્વીકાર્યા પછી સૂત્રથી પોતાનો ભાવ જાણવો જોઈએ= આગમમાં રાગ-દ્વેષના સૂક્ષ્મ સ્વરૂપને બતાવનારાં જે વચનો છે તેનો પ્રથમ અભ્યાસ કરવો જોઈએ, તીર્થ જેવા મહાપુરુષો પાસેથી વારંવાર તેના પરમાર્થને જાણવા યત્ન કરવો જોઈએ અને તે શાસ્ત્રવચન દ્વારા જ્યારે રાગાદિ પરિણામોની સૂક્ષ્મ પરિણતિ કઈ રીતે જીવને ઉપદ્રવ કરે છે અને તેના નાશનો ઉપાય ભાવના શ્રુત પાઠ કઈ રીતે બને છે તેના પરમાર્થનું જ્ઞાન થાય ત્યારપછી અતિનિપુણતાપૂર્વક પોતાના આત્માનું પ્રેક્ષણ કરવું જોઈએ અર્થાત્ કયા પ્રકારના રાગાદિ કયાં નિમિત્તોથી પોતાના ચિત્તમાં કાલુષ્ય કરે છે જેના કારણે ગુણસ્થાનકની વૃદ્ધિની ક્રિયા કરવા છતાં ગુણસ્થાનકની તે પ્રકારની વૃદ્ધિ થતી નથી તે પ્રકારના આત્મભાવોને સૂત્રના બળથી જાણવા યત્ન કરવો જોઈએ, ત્યારપછી ભાવના શ્રુતના વચનો ચિત્તને સ્પર્શે તે રીતે ભાવન ક૨વા જોઈએ જેથી માત્ર બાહ્ય ક્રિયા કરીને ચિત્ત સંતોષવાળું થાય નહિ, પરંતુ તે તે ગુણસ્થાનકની ક્રિયા દ્વારા રાગાદિ ભાવોથી પોતાનું રક્ષણ થાય અને ઉત્તરોત્તર ગુણસ્થાનકની વૃદ્ધિમાં બાધક રાગાદિનો ક્ષય પોતે સુખપૂર્વક કરી શકે.
વળી, સ્વભૂમિકા અનુસાર જે ઉચિત પ્રવૃત્તિઓ કરે છે તેમાં નિમિત્તોની અપેક્ષા રાખવી જોઈએ અર્થાત્ ઇષ્ટ-અનિષ્ટ સૂચક નિમિત્તોની અપેક્ષા રાખવી જોઈએ અથવા સહકારી કારણોરૂપ નિમિત્તોની અપેક્ષા રાખવી જોઈએ; કેમ કે ઇષ્ટ-અનિષ્ટ શકુનો પ્રાપ્ત થવા છતાં તેની ઉપેક્ષા કરીને પ્રવૃત્તિ ક૨વાથી જ્યારે વિપરીત સંયોગોની પ્રાપ્તિ થાય છે ત્યારે જીવ માર્ગથી પણ ભ્રંશ પામે છે, તેથી નિમિત્તોની અપેક્ષા રાખીને