________________
ઉજ
લલિતવિસ્તા ભાગ-૨ કે જેમ કોઈ ઘર સળગતું હોય તેની મધ્યમાં આપણે બેઠા હોઈએ તો અવશ્ય બળીને ભસ્મ થવાય છે, તેમ આ ભવ પણ કર્મથી પ્રાપ્ત થયેલો છે અને જે પ્રકારે કર્મનો ઉદય આવે છે તે પ્રકારે પરિણામ કરીને સંસારી જીવો ભવમાં જીવે છે, તે રીતે પ્રચુર કર્મ બાંધીને તેઓ દુરંત સંસારમાં અનેક કદર્થનાઓ પ્રાપ્ત કરશે, ફક્ત મૂઢતાને કારણે ભવ જેવો વાસ્તવિક છે તેવો દેખાતો નથી, જો દેખાય કે ઘર બળી રહ્યું છે અને હું તેમાં બેઠો છું તો સંસારી જીવ તે અગ્નિને શાંત કરવા અવશ્ય યત્ન કરે, પરંતુ જીવોને મૂઢતાથી જેવો ભવ છે તેવો યથાર્થ દેખાતો નથી. વળી, ભવમાં રહેલા જીવોને શરીરની પ્રતિકૂળતાજન્ય અનેક દુઃખો પ્રત્યક્ષથી દેખાય છે અને માનસિક રાગાદિ ક્લેશોનાં દુઃખો પણ નિપુણતાથી જોનારા જીવોને દેખાય છે, તેથી ભવમાં શારીરિક અને માનસિક દુઃખો સતત પ્રાપ્ત થાય છે, માટે કર્મના સંયોગજન્ય ભવના ઉચ્છેદમાં બુદ્ધિમાન પુરુષે પ્રમાદ કરવો જોઈએ નહિ, ભગવાનના વચનથી જેઓને આ પ્રકારનો ભવ દેખાય છે તેઓને ભવના ઉચ્છેદની જિજ્ઞાસા થાય છે.
બુદ્ધિમાને કેમ પ્રમાદ કરવો જોઈએ નહિ, તેમાં ભગવાન યુક્તિ બતાવે છે – મનુષ્ય અવસ્થા અતિદુર્લભ છે; કેમ કે એકેન્દ્રિયાદિ ભવોમાં જીવ હિતાહિતનો વિચાર કરી શકે તેમ નથી અને હિતની વિચારણા કરી શકે તેવો આ મનુષ્યભવ પ્રાપ્ત થયો છે, તે અતિદુર્લભ છે, માટે પ્રમાદ કરવો જોઈએ નહિ. વળી, પરલોકને સાધવા માટે પ્રધાન કારણ આ મનુષ્યભવ છે; કેમ કે મનુષ્યભવને પામીને જેઓ ભવના વાસ્તવિક સ્વરૂપને જાણીને તેના ઉચ્છેદ માટે ઉચિત યત્ન કરે તો પ્રાપ્ત થયેલો મનુષ્યભવ અવશ્ય સદ્ગતિઓની પરંપરા દ્વારા હિતનું કારણ બને છે, માટે મનુષ્યભવ પરલોકનું પ્રધાન સાધન છે.
વળી, સંસારી જીવોને સાધનામાં વિઘ્ન કરનારા ઇન્દ્રિયોના વિષયો છે તે પરિણામથી કટુ છે; કેમ કે વિષયોમાં આસક્ત થયેલા જીવો આ ભવમાં પણ વિનાશ પામે છે અને જન્માંતરમાં પણ અનર્થોની પરંપરા પ્રાપ્ત કરે છે, માટે ભોગવતી વખતે વિષયો મધુર લાગવા છતાં પરિણામથી કટુ છે.
વળી, સંસારી જીવોને જે સુંદર અનુકૂળ સંયોગો પ્રાપ્ત થયા છે તેના પ્રત્યે મોહના વશથી સંસારી જીવો ધર્મ સાધવા સમર્થ બનતા નથી તે સુંદર સંગમો વિયોગ અંતવાળા છે, તેથી જ્યારે તેનો વિયોગ પ્રાપ્ત થશે ત્યારે જીવ દુઃખી થશે, માટે તેના પ્રત્યેની મૂર્છાનો ત્યાગ કરીને આત્મહિત સાધવા યત્ન કરવો જોઈએ, જેથી તે અનુકૂળ સંયોગોનો વિયોગ થાય ત્યારે પણ સંક્લેશ પ્રાપ્ત થાય નહિ.
વળી, સંસારી જીવોને સામાન્યથી વિચાર આવે છે કે હજી આયુષ્ય દીર્ઘ છે, તેથી પ્રથમ અવસ્થામાં ભોગવિલાસ કરી લઉં પછી પરલોકની ચિંતા કરીશ, એ પ્રકારના મિથ્યા આશ્વાસનના નિવારણ માટે ભગવાન કહે છે કે આયુષ્ય પાતના ભયમાં આતુર છે અને અવિજ્ઞાતપાતવાળું છે, જેમ કોઈ ઘરની દિવાલ ક્ષીણ થયેલી હોય તે પડું પડું અવસ્થાવાળી હોય અને ક્યારે પડશે તે કહી શકાય નહિ, તેમ આયુષ્ય પણ સતત નાશ તરફ જઈ રહ્યું છે અને ક્યારે નાશ પામશે તે કહી શકાય નહિ, માટે બુદ્ધિમાને ક્ષણભર પણ પ્રમાદ કરવો જોઈએ નહિ, આ પ્રમાણે સંસારનું સ્વરૂપ વિદ્યમાન હોતે છતે બુદ્ધિમાન પુરુષે સતત બળતા