________________
ઉ૦
લલિતવિસ્તરા ભાગ-૨ ન થાય, કોઈ જીવનો પ્રાણનાશ ન થાય, કોઈ જીવને કષાયનો ઉદ્રક ન થાય, તે પ્રકારે સંવૃત્ત ચિત્તથી સર્વ પ્રવૃત્તિઓ કરે તેવો જીવનો પરિણામ છે.
કેમ શ્રાવકધર્મ અને સાધુધર્મ ક્રિયારૂપ નથી, પરંતુ આત્મપરિણામરૂપ છે ? તેમાં હેતુ કહે છે –
ધર્મનું ક્ષાયોપથમિક આદિ ભાવરૂપપણું છે, તેથી બાહ્ય આચરણારૂપ શ્રાવકધર્મ કે સાધુધર્મ નથી, પરંતુ ચિત્તમાં કાલુષ્ય ઉત્પન્ન કરનારા કષાયોના ક્ષાયોપથમિક ભાવરૂપ ચારિત્રધર્મ છે, “આદિ' પદથી ઉપશમભાવરૂપ કે ક્ષાયિક ભાવરૂપ ચારિત્રધર્મ છે, ચારિત્રધર્મનું લાયોપથમિકભાવપણું છે, આથી અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનીય કષાયના ક્ષયોપશમથી પ્રગટ થયેલો વીતરાગતા તરફ ગમન કરે તેવો જીવનો પરિણામ શ્રાવકધર્મ છે, તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પ્રત્યાખ્યાનાવરણ કષાયનો પણ ક્ષયોપશમ કરાવે છે અને પ્રકર્ષને પામીને ક્ષાયિક ભાવના ચારિત્રની પ્રાપ્તિ કરાવે છે અને સાધુધર્મ અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાનીય કષાય, પ્રત્યાખ્યાનીય કષાય અને સંજવલન કષાય સર્વના ક્ષયોપશમ ભાવથી પ્રવર્તે છે, તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને ક્ષાયિકભાવમાં વિશ્રાંત થાય છે અને આવો ચારિત્રધર્મ ભગવાનના અનુગ્રહ વગર પ્રાપ્ત થતો નથી. જોકે ચારિત્રની પ્રાપ્તિ પ્રત્યે અનેક હેતુઓ છે, જેમ જીવની કષાયોની મંદતાજન્ય યોગ્યતા હેતુ છે, ગુરુનો સંયોગ કષાયોની મંદતાનો ક્ષયોપશમ ભાવ કરવામાં નિમિત્ત કારણરૂપે હેતુ છે, કલ્યાણમિત્રનો યોગ નિમિત્ત કારણરૂપે હેતુ છે, તે સિવાય બાહ્ય તેવા પ્રકારનાં નિમિત્તો પણ ચારિત્રના ક્ષયોપશમ પ્રત્યે હેતુ છે, તોપણ ભગવાનની મહાનુભાવતા હોવાને કારણે ભગવાનનો અનુગ્રહ જ ચારિત્રપ્રાપ્તિ પ્રત્યે પ્રબળ હેતુ છે; કેમ કે વીતરાગની મુદ્રા, વીતરાગનું વચન કે વીતરાગનાં દર્શન તે પ્રકારના ભાવ પ્રત્યે જેવું બલવાન નિમિત્ત બને છે તેવા અન્ય કારણો બલવાન નથી, આથી જ ભગવાનની મુદ્રાને જોઈને કે ભગવાનને દેવો આદિથી પૂજાતા જોઈને ઘણા યોગ્ય જીવોને ભગવાન પ્રત્યે બહુમાન થાય છે, તેથી ધર્મને આસન્ન રહેલા યોગ્ય પણ જીવોને જ્યાં સુધી ભગવાન પ્રત્યે તેવું બહુમાન થતું નથી ત્યાં સુધી ધર્મને પ્રાપ્ત કરતા નથી, માટે ધર્મની પ્રાપ્તિમાં ભગવાનનું બહુમાન જ પ્રધાન હેતુ છે. વળી, યોગ્ય જીવોને ભગવાનનું બહુમાન થાય છે ત્યારપછી ભગવાનની દેશના સાંભળે ત્યારે અવશ્ય ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે, આથી જ ભગવાનના વિરહકાળમાં પણ જિનપ્રતિમાની યોગમુદ્રાને જોઈને યોગ્ય જીવોને ભગવાનમાં બહુમાન થાય છે, તેથી ભગવાનની દેશના પરિણમન પામે તેવી યોગ્યતા પ્રગટે છે, અને ભગવાનના વચનનો પરમાર્થ પ્રાપ્ત થાય તેવા સદ્ગુરુ કે સલ્ફાસ્ત્રની પ્રાપ્તિ થાય તો તે જીવો સંસારના નિર્ગુણ સ્વભાવને યથાર્થ જોનારા બને છે, સંસારના ઉચ્છેદનો ઉપાય જીવનો ત્રણ ગુપ્તિનો પરિણામ જ છે તેવા સૂક્ષ્મ બોધવાળા થાય છે અને તેવી ત્રણ ગુપ્તિની પ્રાપ્તિના અત્યંત અર્થી બને છે. ક્વચિત્ તેવી શક્તિ પોતાનામાં પ્રગટ થઈ નથી તેમ જણાય તો નિપુણતાપૂર્વક તેની પ્રાપ્તિના ઉપાયભૂત શ્રાવકધર્મના રહસ્યને જાણીને તે પ્રકારે શ્રાવકધર્મ સેવે છે, જેથી અલ્પકાળમાં સાધુધર્મની પ્રાપ્તિ કરીને સંસારનો ક્ષય કરવા સમર્થ બને છે.
આ રીતે ભગવાનના દર્શનાદિથી ભગવાનનું બહુમાન થાય છે અને તેનાથી પ્રકૃત એવો ચારિત્રધર્મ પ્રાપ્ત થાય છે, તેથી ભગવાનનું બહુમાન ચારિત્ર પ્રત્યે કારણ બને છે અને ચારિત્રધર્મની પ્રાપ્તિ તેનું કાર્ય બને છે. આ રીતે ઉભયનું તત્ત્વભાવપણું હોવાથી=ભગવાનના બહુમાનનું કારણ સ્વભાવપણું છે અને