________________
પ૮
લલિતવિસ્તર ભાગમાં અતિશય વર્તે છે, વળી, સાધુધર્મ સામાયિકાદિગત વિશુદ્ધ ક્રિયાથી અભિવ્યંગ્ય એવો બધા જીવોના હિતના આશયરૂપ અમૃતસ્વરૂપ સ્વપરિણામ જ છે; કેમ કે ધર્મનું ક્ષાયોપથમિક આદિ ભાવસ્વરૂપપણું છે.
આ=ધર્મ, ભગવાનના અનુગ્રહ વગર નથી; કેમ કે વિચિત્ર હેતુથી પ્રભાવપણું હોવા છતાં પણ= ચારિત્રધર્મનું અનેક હેતુઓથી પ્રભવપણું હોવા છતાં પણ, મહાનુભાવપણાને કારણે આનું જ ભગવાનના અનુગ્રહનું જ, પ્રાધાન્ય છે-અન્ય સર્વ હતુઓમાં ભગવાનના આલંબનરૂપ ભગવાનના અનુગ્રહનું જ પ્રાધાન્ય છે, આના આસન્નન=ચારિત્રધર્મના આસન્ન જીવોને, ભગવાનમાં બહુમાન થાય છે, તેનાથી જ=ભગવાનમાં થયેલા બહુમાનથી જ, સદેશનાની યોગ્યતા થાય છે, તેનાથી= સદ્ધર્મની યોગ્યતાથી, વળી, આચારિત્રધર્મ, નિયોગથી થાય છે, આ રીતે ઉભયના તત સ્વભાવપણાને કારણે=ભગવાન પ્રત્યે બહુમાન અને ચારિત્રધર્મ તે રૂપ ઉભયનું તત્ સ્વભાવપણું હોવાને કારણે, તેના આધિપત્યની સિદ્ધિ હોવાથી ભગવાનના અનુગ્રહથી આ ચારિત્રધર્મ થાય છે એમ અન્વય છે; કારણમાં કાર્યનો ઉપચાર છે સદ્ધર્મની દેશનાની યોગ્યતારૂપ કારણમાં ચારિત્રધર્મરૂપ કાર્યનો ઉપચાર છે, તેથી ધર્મને આપે છે એથી ધર્મને દેનારા છે. ર૦II પંજિકા -
'नायमित्यादि' न-नैव, अयम्-उक्तरूपो धर्मो, भगवदनुग्रहं सहकारिणम्, अन्तरेण विना, कुत इत्याह-विचित्रहेतुप्रभवत्वेऽपि विचित्राःस्वयोग्यतागुरुसंयोगादयो हेतवः, प्रभवो-जन्मस्थानं, यस्य तद्भावस्तत्त्वं, तस्मिन्नपि धर्मस्य, महानुभावतया अचिन्त्यशक्तितया, अस्यैव-भगवदनुग्रहस्य (एव), हेतुषु प्राधान्यात्ज्येष्ठतया, तदेव भावयति- भवत्येव-न न भवति, एतदासनस्य-धर्मासनस्य, भगवति-परमगुरौ, बहुमानो भवनिर्वेदरूपः, ततो भगवद्बहुमानात्, हिः स्फुटं, सद्देशनायोग्यता-सद्देशनायाः वक्ष्यमाणरूपायाः, योग्यता-उचितत्वम्, ततः सद्देशनायोग्यतायाः, पुनर्, अयं-धर्मो, नियोगतः=अवश्यंतया, इति एवं, परम्परया उभयतत्स्वभावतया उभयस्य भगवद्बहुमानप्रकृतधर्मलक्षणस्य, तत्स्वभावतया कार्यकारणस्वभावतया, तदाधिपत्यसिद्धेः तस्य भगवद्बहुमानस्य महानुभावतयाऽधिकृतधर्महेंतुषु प्रथानभावसिद्धेः, कारणे-सद्देशनायोग्यतायां, कार्यस्य-धर्मास्य, उपचाराद्-अध्यारोपाद्, 'धर्मं ददतीति धर्मदाः' ।।२०।। પંજિકાર્ચ -
નામિત્કારિ'થર્મલાઃ' નાયમ્ ઇત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, આ=ઉક્ત સ્વરૂપવાળો ધર્મ, સહકારી એવા ભગવાનના અનુગ્રહ વગર નથી જ, કયા કારણથી ?=ભગવાનના અનુગ્રહ વગર ઉક્તરૂપવાળો ચારિત્રધર્મ કયા કારણથી પ્રાપ્ત થતો નથી ? એથી કહે છે – વિચિત્ર હેતુથી પ્રાપ્તપણું હોવા છતાં પણ=વિવિધ પ્રકારના સ્વયોગ્યતા ગુરુસંયોગાદિ હેતુઓથી પ્રભવ છે અર્થાત જન્મસ્થાન છે જેને તેનો ભાવ તત્વ તે હોતે છતે પણ=ધર્મનું વિચિત્ર પ્રભાવપણું હોતે છતે પણ,