________________
સ્મલ્યાણ
પ૯
મહાનુભાવપણાને કારણે=અચિંત્ય શક્તિપણું હોવાને કારણે, ભગવદ્ અનુગ્રહરૂપ આનું જ હેતુઓમાં પ્રાધાન્ય હોવાથીeષ્ઠાણું હોવાથી, ભગવાનના અનુગ્રહ વગર ધર્મ પ્રગટ થતો નથી એમ અવય છે, તેને જ=સર્વ હતુઓમાં ભગવાનના અનુગ્રહનું પ્રાધાન્ય છે તેને જ, ભાવન કરે છે=સ્પષ્ટ કરે છે –
આવા આસાને=ધર્મના આસન્ન જીવને, ભગવાનમાં=પરમગુરુમાં, ભવનિર્વેદરૂપ બહુમાન થાય છે જન્નતથી થતું એમ નહિ, પરંતુ થાય છે જ, તેથી=ભગવાનના બહુમાનથી, દિ=સ્પષ્ટ, સદેશનાની યોગ્યતા=વસ્થમાણ સ્વરૂપવાળી સદેશવાનું ઉચિતપણું થાય છે, તેથી=સદેશવાની યોગ્યતાથી, વળી, આ=ધર્મ, નિયોગથી=અવશ્યપણાથી, થાય છે, એ રીતે પરંપરાથી=ભગવાનના બહુમાનથી સશતાની યોગ્યતા અને તેના દ્વારા ધર્મની પ્રાપ્તિ એ રૂપ પરંપરાથી, ઉભય તસ્વભાવપણાને કારણે=ભગવાનનું બહુમાન અને પ્રકૃતિ ધર્મ સ્વરૂપ ઉભયતા તસ્વભાવપણાને કારણે અર્થાત્ કાર્ય-કારણસ્વભાવપણાને કારણે અર્થાત્ ભગવાનના બહુમાનમાં કારણસ્વભાવ છે અને ચારિત્રધર્મમાં કાર્ય સ્વભાવ છે એ રૂપ કાર્ય-કારણસ્વભાવપણાને કારણે, તદ્ આધિપત્યની સિદ્ધિ હોવાથી તે ભગવાનના બહુમાનનું મહાનુભાવપણું હોવાને કારણે અધિકૃત ધર્મના હેતુઓમાં અર્થાત્ જીવને જે ચારિત્રધર્મ પ્રાપ્ત થાય છે તેના સ્વયોગ્યતા આદિ ધર્મના હેતુઓમાં પ્રધાનભાવની સિદ્ધિ હોવાથી, ભગવાનના અનુગ્રહ વગર ચારિત્રની પ્રાપ્તિ નથી જ એમ અવય છે, કારણમાં સદેશનાની યોગ્યતામાં, કાર્યનો=ચારિત્રધર્મરૂપ કાર્યનો, ઉપચાર હોવાથી=અધ્યારોપ હોવાથી, ધમ્મદયાણં પદ દ્વારા ધર્મને આપે છે, એથી ધર્મને દેનારા ભગવાન છે અર્થાત્ ચારિત્રધર્મની યોગ્યતા આપે છે તેથી ચારિત્ર આપે છે એ પ્રકારના ઉપચારથી ભગવાન ધર્મ દેનારા છે. ૨૦માં ભાવાર્થ :
ભગવાન ધર્મને દેનારા છે, એ વચનમાં ધર્મ શબ્દથી ચારિત્રધર્મ ગ્રહણ કરાય છે અને તે ચારિત્રધર્મ બે પ્રકારે છે – ૧. શ્રાવકધર્મ ૨. સાધુધર્મ. શ્રાવકધર્મ અણુવ્રતાદિ બાર વ્રતો અને શ્રાવકની અગિયાર પ્રતિમા તેને ઉચિત ક્રિયાથી પ્રગટ થતો આત્માનો પરિણામ છે. આ શ્રાવકધર્મ મોક્ષની ઉત્કટ ઇચ્છાથી ઉત્પન્ન થયેલો છે, તેથી મોક્ષના પ્રબલ કારણભૂત ત્રણ ગુપ્તિના સામ્રાજ્ય સ્વરૂપ જે સાધુધર્મ છે તેને પ્રાપ્ત કરવાની ઉત્કટ ઇચ્છા શ્રાવકને હોય છે, પરંતુ તે પ્રકારનું અંતરંગ બળ પ્રગટ્યું નથી, જેથી ત્રણ ગુપ્તિના પરિણામને સ્પર્શીને આજીવન સુધી અસંગભાવને પ્રગટ કરવા ઉદ્યમ કરી શકે, તેથી તેવા સાધુધર્મને નિત્ય સ્મરણ કરીને એવા સાધુધર્મને અનુરૂપ અંતરંગ ગુપ્તિઓની પરિણતિ પ્રગટે તે રીતે વિવેકી શ્રાવકો શ્રાવકધર્મનું સેવન કરે છે, જેનાથી ત્રણ ગુપ્તિને અનુકૂળ કંઈક ગુપ્તિના અંશોરૂપ આત્મપરિણામ પ્રગટ થાય છે તે શ્રાવકધર્મ છે.
વળી, સાધુધર્મ સામાયિક આદિગત જે વિશુદ્ધ ક્રિયાઓ છે તેનાથી અભિવ્યક્ત થનાર જગતના જીવમાત્રનું હિત કરે તેવા પકાયના પાલનના અધ્યવસાયરૂપ જીવનો પરિણામ છે અર્થાત્ કોઈ જીવને પીડા