________________
પ૭
ધમ્મદયાણ જીવોને ભગવાનના વિષયમાં બહુમાન થાય છે. ત્યારપછી ભગવાન દેશના આપે છે, જેનાથી તે યોગ્ય જીવોને તાત્ત્વિક ધર્મની પ્રાપ્તિ થાય છે; કેમ કે ભગવાનના ઉપદેશના શ્રવણથી આત્મામાં તાત્ત્વિક ધર્મનાં બાધક ક્લિષ્ટ કર્મો દૂર થાય છે, તેથી ભગવાન તાત્ત્વિક ધર્મના દાતા બને છે. ત્યારપછી ભગવાનના અનુશાસનના બળથી તેઓમાં પ્રગટ થયેલા તાત્ત્વિક ધર્મનું પરિપાલન થાય છે, તેથી ભગવાન પરમ શાસ્તૃત્વ સંપદાથી યુક્ત છે.
તેથી એ ફલિત થાય કે પ્રથમ ભગવાન સદેશનાની યોગ્યતા પ્રગટ કરે છે, ત્યારપછી દેશના આપે છે, તેનાથી જીવમાં સદ્ધર્મ પ્રગટે છે અને સદ્ધર્મ પ્રગટ્યા પછી તે જીવમાં પ્રગટ થયેલા ધર્મનું પરિપાલન કરે છે, તેથી ભગવાન જગતના યોગ્ય જીવોને પરમ અનુશાસન આપનારા બને છે તેને પ્રસ્તુત સંપદાથી બતાવે છે, તેમાં પ્રથમ સદેશનાની યોગ્યતારૂપ અનુગ્રહ કઈ રીતે પ્રગટ થાય છે ? તે ધમ્મદયાણંથી બતાવે છે –
સૂત્ર :
થમ્પયા ૨૦ના સૂત્રાર્થ :
ધર્મને દેનારા ભગવાનને નમસ્કાર થાઓ. ૨૦થી લલિતવિસ્તરા :। इह धर्मश्चारित्रधर्मः परिगृह्यते; स च श्रावकसाधुधर्मभेदेन द्विथा, श्रावकधर्मोऽणुव्रतायुपासकप्रतिमागतक्रियासाध्यः साधुधाभिलाषातिशयरूपः आत्मपरिणामः, साधुधर्मः पुनः सामायिकादिगतविशुद्धक्रियाभिव्यङ्ग्यः सकलसत्त्वहिताशयामृतलक्षणः स्वपरिणाम एव, क्षायोपशमिकादिभावस्वरूपत्वाद्धर्मस्य।
नायं भगवदनुग्रहमन्तरेण, विचित्रहेतुप्रभवत्वेऽपि महानुभावतयाऽस्यैव प्राधान्यात्, भवत्येवैतदासत्रस्य भगवति बहुमानः, ततो हि सद्देशनायोग्यता, ततः पुनरयं नियोगतः; इत्युभयतत्स्वभावतया तदाधिपत्यसिद्धेः, कारणे कार्योपचाराद् धर्म ददतीति धर्मदाः।।२०।। લલિતવિસ્તરાર્થ -
અહીં=પ્રસ્તુત સંપદામાં, ધર્મ ચારિત્રધર્મ ગ્રહણ કરાય છે અને તે=ચારિત્રધર્મ, શ્રાવકધર્મ અને સાધુધર્મના ભેદથી બે પ્રકારે છે, શ્રાવકધર્મ અણુવ્રતાદિથી માંડીને ઉપાસક પ્રતિસાગત ક્રિયાથી સાધ્ય સાધુધર્મના અભિલાષના અતિશયરૂપ આત્મપરિણામ છે શક્તિ અનુસાર અણવત-ગુણવતશિક્ષાવતથી માંડીને શ્રાવકની પ્રતિમાની ક્રિયાથી સાધ્ય એવો જીવનો પરિણામ છે જે પરિણામમાં ભાવસાધુના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શીને તેવી ત્રણ ગુતિની પરિણતિને સ્પર્શવાનો અભિલાષ