________________
પપ
બોલિથાણું ઉપરથી કર્મના અભિભવનો અધિકાર ગયો નથી તેવા જીવો ક્યારેક ધૃતિપૂર્વક સંયમની ક્રિયાઓ કરતા હોય, શાસ્ત્રઅધ્યયન કરતા હોય તોપણ ભવ પ્રત્યે તીવ્ર રુચિવાળા હોવાથી તેઓમાં દેખાતા ધૃતિ, શ્રદ્ધા આદિ ભાવો પારમાર્થિક વૃતિ આદિ સ્વભાવવાળા નથી, આથી જ કેટલાક જીવોને શાસ્ત્રઅધ્યયનથી બોધ થાય છે તો પણ તેઓની વિષયની તૃષ્ણા જતી નથી, તેઓના કષાયોનો નાશ થતો નથી, પરંતુ માત્ર તે તે બાહ્ય પ્રવૃત્તિઓ કરીને તુચ્છ ઐહિક સુખમાં જ સ્થિરસુખની બુદ્ધિવાળા તેઓનું જ્ઞાન પણ આત્મકલ્યાણનું કારણ બનતું નથી; કેમ કે વિજ્ઞપ્તિ એ બોધિસ્વરૂપ છે અને બોધિ પ્રશમાદિ લક્ષણવાળું છે, તેથી જેઓને શાસ્ત્રનો પારમાર્થિક બોધ થયો છે તેનું ચિત્ત સદા પ્રશમાદિ ભાવોની વૃદ્ધિને અનુકૂળ જ યત્નવાળું હોય છે, આથી જ કોઈ યોગ્ય જીવ પૂર્વમાં માંસાહાર આદિ અતિ વ્યસનવાળો હોય છતાં કોઈક નિમિત્તને પામીને અભય આદિના ક્રમથી બોધિને પ્રાપ્ત કરે ત્યારે તે મહાત્માને ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા મુનિનું પારમાર્થિક સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે અને તે વર્તમાનમાં સુખરૂપ છે, આગામીકાળમાં સુખની પરંપરાનું એક કારણ છે તેવો સ્થિર નિર્ણય થાય છે, તેથી પોતાનામાં તીવ્ર કામાદિ વિકારો હોય તોપણ તે મહાત્મા સદા તેવા મુનિના સ્વરૂપનું ભાવન કરીને વિષયોની તૃષ્ણા શમાવવા યત્ન કરે છે; કેમ કે અનંતાનુબંધીના ઉપશમજન્ય પ્રશમનો પરિણામ તેને મુનિભાવના પારમાર્થિક પ્રશમની ઉત્કટ ઇચ્છા ઉત્પન્ન કરે છે અને પૂર્વમાં વિસ્તારથી વર્ણન કર્યું તે રીતે આવા અભય આદિની પ્રાપ્તિ ભગવાનથી જ થાય છે, માટે ભગવાન બોધિને દેનારા છે. ll૧૯ll લલિતવિસ્તરા :
एवमभयदानचक्षुर्दानमार्गदानशरणदानबोधिदानेभ्य एव यथोदितोपयोगसिद्धरुपयोगसम्पद एव દેતુસમ્પતિ (પ. સંપ) લલિતવિસ્તરાર્થ:
આ રીતે પ્રસ્તુત સંપદામાં વર્ણન કર્યું એ રીતે, અભયદાન, ચક્ષુદાન, માર્ગદાન, શરણદાન અને બોલિદાનથી જ યથા ઉદિત ઉપયોગની સિદ્ધિ હોવાથી જે પ્રમાણે પૂર્વમાં કહ્યું એ પ્રમાણે ભગવાનના ઉપયોગની સિદ્ધિ હોવાથી, ઉપયોગસંપદાની જ હેતુસંપદા છે. સંપદા-પો ભાવાર્થ :
પ્રસ્તુત સંપદામાં અભયથી માંડીને બોધિ સુધી વર્ણન કર્યું એ પ્રમાણે ભગવાનથી અભયદાન, ચક્ષુદાન, માર્ગદાન, શરણદાન અને બોધિદાન જીવોની યોગ્યતા અનુસાર પ્રાપ્ત થાય છે, તેથી પ્રસ્તુત સંપદાથી પૂર્વની સામાન્ય ઉપયોગસંપદા લોકોત્તમત્વાદિ પાંચ પદો દ્વારા બતાવી તે ઉપયોગસંપદાની સિદ્ધિ અભયદાનાદિથી થાય છે, જો ભગવાનથી અભયદાનાદિની પ્રાપ્તિ થતી ન હોય તો સંસારી જીવોને ભગવાનનો કોઈ ઉપયોગ પ્રાપ્ત થાય નહિ અને ભગવાનથી અભયાદિની પ્રાપ્તિ થાય છે, માટે ઉપયોગસંપદાની જ અભયદાનાદિ સંપદા હેતુસંપદા છે. સંપદા-પા