________________
બોદિયાણ
પર
થતી પણ વૃતિ આદિ ધર્મયોનિઓની તદ્રુપતાનો અયોગ હોવાથી તાત્વિક વૃતિ આદિના સ્વભાવનો અભાવ હોવાથી, પારમાર્થિક તત્વધર્મની યોનિઓ થતી નથી એમ અત્રય છે, રતિ શબ્દ પર વડે કહેવાયેલા કથનની સમાપ્તિના અર્થવાળો છે, આ રીતે પણ શું ?અભય આદિ ઉત્તર-ઉત્તરના
લવાળા છે એ રીતે પણ શું પ્રાપ્ત થાય ? એથી કહે છે – વિજ્ઞપ્તિ=પાંચમી ધર્મયોતિ, બોધિ છે= અન્ય દર્શનવાળા જે વિજ્ઞપ્તિરૂપ પાંચમી ધર્મયોનિ કહે છે તે ભગવાને કહેલા ધર્મની પ્રાપ્તિરૂપ બોધિ છે, કયા કારણથી ?–અવ્ય દર્શનવાળા જે વિન્નતિ કહે છે તે કયા કારણથી બોધિ છે? એથી કહે છે – પ્રશમાદિ લક્ષણનો અભેદ હોવાને કારણે વિજ્ઞપ્તિનો પ્રથમ-સંવેગ આદિ લક્ષણોથી અભેદ હોવાને કારણે અર્થાત્ અવ્યતિરેક હોવાને કારણે, વિજ્ઞપ્તિ બોધિ છે એમ અવય છે. ll૧૯iા ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે અભય આદિ પંચકમાં ઇતર ઇતરના ફલની યોગ્યતા છે તે યોગ્યતા કેવા પ્રકારની છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
જે જીવોને ભવના વૈરાગ્યને કારણે અભયની પ્રાપ્તિ થાય છે તેઓને ચક્ષુરૂપ ફળની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે અભયમાં તે પ્રકારના ક્ષયોપશમની વૃદ્ધિ થાય છે, તેથી તે અભય જ પૂર્વ પૂર્વ કરતાં અતિશય અતિશયતર થાય છે અને ચક્ષુરૂપ ફળની પ્રાપ્તિ થયા પછી પણ અભય ઉત્તરોત્તર વૃદ્ધિ જ પામે છે. વળી, અભયના બળથી ચક્ષુ મળે છે તે ચક્ષુ પણ સિદ્ધ અવસ્થાની કંઈક રુચિ સ્વરૂપ છે તેના દ્વારા ચિત્તના અવક્રગમનરૂપ માર્ગની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તત્ત્વને જોનારી નિર્મળ દૃષ્ટિ જે અલ્પ પ્રાપ્ત થઈ છે તે પણ માર્ગની પ્રાપ્તિને અનુકૂળ ઉત્તર-ઉત્તરના ક્ષયોપશમભાવની વૃદ્ધિને પામે છે અને તે વૃદ્ધિ પામતી ચક્ષુ પણ માર્ગની પ્રાપ્તિ પછી નાશ પામતી નથી, પરંતુ ભગવાનના પ્રસાદથી પ્રાપ્ત થયેલ અભય અને તત્ત્વરુચિ રૂપ ચક્ષુથી સહિત ચિત્તના અવક્રગમનરૂપ માર્ગમાં જીવ ગમન કરે તેવો ક્ષયોપશમ પ્રગટે છે અને તે માર્ગગમન પણ સતત અધિક અધિક જ્ઞાનાવરણીય આદિ કર્મના ક્ષયોપશમના બળથી ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે, જેના ફળરૂપે વિવિદિષારૂપ શરણની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ અભય, ચહ્યું અને ચિત્તના અવક્રગમનરૂપ માર્ગથી સહિત વિવિદિષામાં ઉત્તરોત્તર યત્ન થાય છે અને વિવિદિષાનો પણ તે પ્રકારનો ક્ષયોપશમ સતત વૃદ્ધિ પામીને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ દ્વારા બોધિને પ્રાપ્ત કરાવે છે, અને તે બોધિની પ્રાપ્તિ પણ સતત ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને ક્ષપકશ્રેણી તરફ જીવ જાય તે પ્રકારે ક્ષયોપશમભાવની વૃદ્ધિ કરાવે છે, તેથી અભય આદિમાં વર્તતી યોગ્યતા ફલપ્રાપ્તિ સુધી ફલને અનુકૂળ ક્ષયોપશમભાવની વૃદ્ધિવાળી છે.
વળી, અભય આદિમાં વર્તતી તે પ્રકારની ક્ષયોપશમની વૃદ્ધિ લોકોત્તર ભાવરૂપ અમૃતના આસ્વાદન સ્વરૂપ છે અર્થાત્ સંસારી જીવોને જે ભોગસુખોનું આસ્વાદન પ્રાપ્ત થાય છે તે લૌકિક ભાવો સ્વરૂપ છે, પરંતુ અભયાદિ ભાવોમાં વર્તતી યોગ્યતા અનાદિકાળમાં ક્યારેય પ્રાપ્ત થઈ નથી તેવા લોકોત્તર ભાવરૂપ અમૃતના આસ્વાદન જેવી છે જેના કારણે તે જીવોમાં વિશેષ પ્રકારનું ઔદાર્ય-દાક્ષિણ્ય આદિ ભાવો જે