________________
પ૪
લલિતવિસ્તાર ભાગ-૧ પ્રકારે શાસ્ત્રમાં વિહિત છે તેવા પ્રકારના પ્રગટ થાય છે, તેના કારણે પ્રશમસુખનો કંઈક અનુભવ થાય છે, તેથી તે ભાવો અમૃતના આસ્વાદન જેવા છે.
વળી, અભય આદિમાં વર્તતી યોગ્યતા આત્મામાં જે વિષયરૂપી વિષનો અભિલાષ છે=વિષના આકારવાળા જે વિષયો છે તેની ઇચ્છાનો વિમુખભાવ કરાવે છે, જેમ વિવેકી જીવોને વિષ ખાવાની ઇચ્છા થાય નહિ તેમ નિર્મળ ક્ષયોપશમને કારણે અભયાદિ પરિણામવાળા જીવોને વિષયો વિષના વિકારને પ્રગટ કરનારા છે તેવું દેખાય છે એથી તેઓને વિષયોથી વિમુખભાવ થાય છે અને આવો વિમુખભવ અપુનબંધક અવસ્થા વગર સંભવી શકે નહિ; કેમ કે અપુનબંધક અવસ્થા પૂર્વના જીવોને ભવમાં બહુમાન વર્તે છે, તેથી ભવથી અતીત અવસ્થા પ્રત્યે તેઓ ક્યારે પણ સન્મુખ થતા નથી, પરંતુ ક્યારેક ધર્મની પ્રવૃત્તિ કરે છે તોપણ બાહ્ય પદાર્થના શ્રેષ્ઠ સંગવાળા ભવ માટે જ કરે છે, જ્યારે અપુનબંધક દશા પામેલા જીવોને ભવનો સંગ કંઈક અલ્પ થયો છે, તેથી ભવથી અતીત અવસ્થાને અભિમુખ ભાવોવાળા થાય તેવા અભયાદિને પ્રાપ્ત કરે છે.
વળી, આ અભયાદિ પાંચે હેતુ, સ્વરૂપ અને ફલથી વિચારવા જોઈએ અર્થાત્ અભય કેવા સ્વરૂપવાળો છે, અભય કઈ રીતે ચક્ષુના ફલવાળો છે તેનો વિચાર કરવો જોઈએ અને ચક્ષુનો હેતુ અભય કઈ રીતે છે, ચક્ષુનું સ્વરૂપ કેવું છે અને ચક્ષુનું ફળ કઈ રીતે માર્ગની પ્રાપ્તિ છે અને ઉત્તર-ઉત્તરની પ્રાપ્તિમાં પૂર્વ પૂર્વના અભયાદિ અનિવૃત્તિરૂપે રહે છે અને મોક્ષપ્રાપ્તિ સુધી અથવા વીતરાગતાની પ્રાપ્તિ સુધી આ સર્વ ભાવો કઈ રીતે જીવમાં વર્તે છે અને તેની પ્રાપ્તિ પ્રત્યે ભગવાન કઈ રીતે કારણ છે તેનું સૂક્ષ્મ બુદ્ધિથી આલોચન કરવું જોઈએ, જેથી અભય આદિને દેનારા ભગવાન છે તેમ કહેવાથી શબ્દમાત્રથી અભયાદિની ઉપસ્થિતિ ન થાય, પરંતુ જે પ્રકારે અભય આદિનું સૂક્ષ્મ સ્વરૂપ પોતે જોઈ શકે છે તેવા અભય આદિને દેનારા ભગવાન છે તે પ્રકારની ઉપસ્થિતિ થવાથી ભગવાનના પારમાર્થિક અભય આદિ ભાવોને દેનારા સ્વરૂપથી સ્તુતિ કરીને વિપુલ નિર્જરાની પ્રાપ્તિ થાય.
વળી, અભય આદિની પ્રાપ્તિ થાય છે એ કથન ભગવાન ગોપેન્દ્રઋષિ પણ કહે છે. ગોપેન્દ્રઋષિ શું કહે છે ? તે બતાવે છે –
આત્મા ઉપર જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મની પ્રકૃતિ ગાઢપણે વર્તે છે. તે પ્રકૃતિઓ સતત પુરુષનો અભિભવ કરે છે, તેથી પુરુષ સુખનો અર્થી હોવા છતાં સુખના ઉપાયમાં યત્ન કરીને વર્તમાનમાં પણ સુખી થતો નથી અને આગામીકાળમાં પણ સુખને પ્રાપ્ત કરતો નથી, પરંતુ હંમેશાં ક્લિષ્ટ કર્મોથી અભિભવ પામીને સંસારના પરિભ્રમણના અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરે છે અને જ્યારે તે જ્ઞાનાવરણીય આદિ કર્મોની પ્રકૃતિનો અધિકાર કંઈક અંશથી જીવ ઉપરથી નિવર્તન પામે છે ત્યારે ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા અને વિજ્ઞપ્તિરૂપ તત્ત્વધર્મની યોનિઓ પ્રગટ થાય છે એમ ગોપેન્દ્રઋષિ કહે છે.
તેનાથી એ ફલિત થાય કે જીવ ઉપરથી કર્મોનું પ્રાચર્ય ઘટે ત્યારે જીવ અપુનબંધક થાય છે અને સિદ્ધ અવસ્થાને અભિમુખ કંઈક વિચારણા કરે તેવા ધૃતિ આદિ ભાવો થાય છે, જે અભયાદિ સ્વરૂપ જ છે. માટે મોક્ષના અર્થે વિચાર કરનારા સર્વદર્શનકારોને અભય આદિ પાંચ અન્ય શબ્દોથી અભિમત જ છે અને જેઓ