________________
બોહિદયાણં
૪૯
અનાકુળ સિદ્ધના આત્માનું પારમાર્થિક સ્વરૂપ તે જીવને સ્પષ્ટ દેખાય છે જે બોધિ સ્વરૂપ છે અને અંતરંગ અસંગભાવમાં યત્ન કરવાથી જે સંયમ પ્રગટે છે તે સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય છે તેમ સ્પષ્ટ દેખાય છે, તેથી બોધિની પ્રાપ્તિ પછી જીવને સિદ્ધ અવસ્થાની અત્યંત અર્થિતા થાય છે અને તેના કારણભૂત નિગ્રંથભાવની અત્યંત અર્થિતા થાય છે, તેથી બાહ્ય સંગનો ત્યાગ કરીને અંતરંગ કષાય-નોકષાયના પરિણામરૂપ સંગનો અત્યંત ઉચ્છેદ કરવા તત્પર થાય છે અને જો સમ્યક્ત્વથી પાત ન પામે તો તે જ ભવમાં કે પરિમિત ભવોમાં બાહ્ય અને અત્યંતર ગ્રંથિનો ત્યાગ કરીને અવશ્ય વીતરાગ સર્વજ્ઞ બને છે તેવા બોધિની પ્રાપ્તિ ભગવાનથી થાય છે.
વળી, આ અભયાદિ પાંચની પ્રાપ્તિ અપુનર્બંધકને થાય છે; કેમ કે જે જીવમાં ફરી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની યોગ્યતા પડી છે તેઓમાં કષાયનો અત્યંત સંક્લેશ છે, તેવા જીવોમાં અભયથી માંડીને બોધિ સુધીના પાંચેમાંથી કોઈપણ ભાવની સ્વરૂપથી પ્રાપ્તિ થતી નથી. કેમ પ્રાપ્તિ થતી નથી ? તેથી કહે છે
-
અભય આદિ ઉત્તર-ઉત્તરના ફલવાળા છે, તેથી જેઓને અપુનર્બંધક અવસ્થા પ્રાપ્ત થઈ છે તેઓ સ્વસ્થતાથી સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોવા માટે વ્યાપારવાળા થાય ત્યારે સાત ભયોથી પર થઈને અભયની પ્રાપ્તિવાળા બને છે અને તે અભયની પ્રાપ્તિ મતિજ્ઞાનના તે પ્રકારના ઉપયોગ સ્વરૂપ છે, તેનાથી ચિત્ત સંસારથી વિમુખ થઈને પરમાત્માના પારમાર્થિક સ્વરૂપને અભિમુખ પ્રવર્તે તેવો કંઈક મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે અને જો તે ઉપયોગ તે રીતે વારંવાર પ્રવર્તે તો કંઈક આવરણના ક્ષયોપશમથી તેને સિદ્ધ અવસ્થાનું કંઈક સ્વરૂપ અસ્પષ્ટ પણ દેખાય છે, જેથી તેને જોવાને અનુકૂળ ચક્ષુની તેને પ્રાપ્તિ થાય છે, તેથી અભયનું ફળ ચક્ષુ છે અને સિદ્ધ અવસ્થાનું કંઈક સ્વરૂપ જેને દેખાય તે જીવને તેની પ્રાપ્તિના ઉપાય વિષયક માર્ગનું કંઈક દર્શન થાય છે, જેથી ચિત્તના અવક્રગમનરૂપ માર્ગમાં જવાનો તે અર્થી બને છે. તે ચક્ષુના બળથી જ જ્યારે માર્ગને જોઈને માર્ગમાં જવા માટે પ્રવૃત્ત થાય છે ત્યારે ચક્ષુના ફળરૂપ માર્ગને પ્રાપ્ત કરે છે. માર્ગને પામ્યા પછી સંપૂર્ણ મોહથી અનાકુળ સિદ્ધ અવસ્થાના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શે તે રીતે અવક્ર ચાલતું ચિત્ત અર્થાત્ અવક્ર રીતે જતો મતિજ્ઞાનનો ઉપયોગ સૂક્ષ્મ ઊહવાળો બને છે ત્યારે માર્ગનું ફળ વિવિદિષારૂપ શરણ પ્રાપ્ત થાય છે અને ભગવાનના શરણરૂપ વિવિદિષાને પ્રાપ્ત કર્યા પછી તે જીવ સતત પ્રમાદ વગર યત્ન કરે તો ગ્રંથિભેદ કરીને બોધિને પ્રાપ્ત કરે છે, તેથી અભયાદિ ઉત્તર-ઉત્તરના ફલવાળા છે અને જેઓને ભવ પ્રત્યે તેવો વિરક્ત ભાવ થયો નથી જેથી ભવના ઉચ્છેદના ઉપાય વિષયક સૂક્ષ્મ ઊહ પ્રગટે, તેવા જીવોને અભય આદિ ઉત્તર-ઉત્તરના ફલવાળા નથી, માટે તે પારમાર્થિક અભયાદિ નથી.
આનાથી એ ફલિત થાય કે જે જીવો સંસારથી વિમુખ થયા છે અને પારમાર્થિક અભયને પામ્યા છે છતાં વિશેષ સામગ્રી ન મળે અને વ્યાઘાતક સામગ્રી મળે તો તે અભય ચક્ષુનું કારણ ન બને, પરંતુ સામાન્યથી જે જીવને ભવથી વિરક્ત ભાવ થયો છે તેને ભવના ઉચ્છેદ વિષયક જિજ્ઞાસા અવશ્ય થાય છે, તેથી તેના રહસ્યને જાણવા યત્ન કરે તો ક્રમસર ઉત્તર-ઉત્તરના ચક્ષુ આદિની પ્રાપ્તિ દ્વારા આ ભવમાં જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે. ક્વચિત્ સામગ્રી ન મળે અને વિઘાતક સામગ્રીથી પ્રગટ થયેલ અભય આદિ નાશ પામે તોપણ ફરી તે જીવો કેટલાક ભવો પછી અભય આદિને પામીને અવશ્ય ચક્ષુ આદિને પામશે અને જેઓને