________________
લલિતવિસ્તરા ભાગ-૨
છતે=પૂર્વમાં કહ્યું એ પ્રમાણે અભય આદિમાં ઉત્તર-ઉત્તરના ચક્ષુ આદિની લતા હોતે છતે, ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને ગ્રંથિપ્રાપ્તિ સુધી=મિથ્યાત્વાદિ ગત ૭૦ કોડાકોડી આદિ રૂપ ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને શાસ્ત્રમાં સિદ્ધ ગ્રંથિસ્થાનરૂપ અંતઃકોડાકોડીરૂપ કર્મની સ્થિતિ સુધી, અસકૃત્ આ થતા પણ= અનેક વખત અભયાદિ થતા પણ, તપતાને=ભાવરૂપ અભયાદિ રૂપતાને, પ્રાપ્ત કરતા નથી જ, કયા કારણથી ?=પ્રાપ્ત થતા અભયાદિ કયા કારણથી ભાવરૂપ અભયાદિને પ્રાપ્ત કરતા નથી ? એથી કહે છે વિવક્ષિત ફલની યોગ્યતાનું વૈકલ્ય હોવાથીઅભયનું વિવક્ષિત ફલ ચક્ષુ ચક્ષુનું વિવક્ષિત ફલ માર્ગ ઇત્યાદિ રૂપ તદ્દનન સ્વભાવનો અભાવ હોવાથી, ભાવરૂપ અભયાદિની પ્રાપ્તિ થતી નથી એમ અન્વય છે.
૪૯
ભાવાર્થ ઃ
ભગવાન બોધિને આપનારા છે અને તે બોધિ ભગવાનથી પ્રણીત ધર્મની પ્રાપ્તિ સ્વરૂપ છે, તેથી ભગવાને સર્વજ્ઞ થયા પછી જે સન્માર્ગ બતાવ્યો, તે સન્માર્ગના તાત્પર્યને સ્પર્શે તેવો શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થાય, તે ક્ષયોપશમ સંસારના ઉચ્છેદની સૂક્ષ્મ દિશાને બતાવીને જીવને સતત સંસારના ઉચ્છેદને અનુકૂળ દૃઢ યત્ન કરાવે તેવા બોધ સ્વરૂપ છે, તેથી બોધિ પ્રાપ્તિ પછી જીવ હંમેશાં સંસારના કારણીભૂત કષાયોના શમનમાં યત્ન કરાવે તે રીતે સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે, જેથી તેના પ્રયત્નાનુસાર કષાયના શમનરૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તેથી શ્રુત-ચારિત્રરૂપ ધર્મની પ્રાપ્તિ સ્વરૂપ બોધિ છે અને સમ્યગ્દષ્ટિને પણ નિર્મળ શ્રુત અને અનંતાનુબંધીના ઉપશમજન્ય ચારિત્રની પ્રાપ્તિ વર્તે છે અને તે બોધિ ઉત્તર-ઉત્તરના કષાયોના ઉપશમ માટે જીવને સદા પ્રયત્ન કરાવે છે. આ બોધિ વળી, યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના વ્યાપારથી અભિવ્યંગ્ય પૂર્વમાં ભેદી નથી તેવી ગ્રંથિના ભેદથી પ્રાપ્ત થાય છે અને બોધિની પ્રાપ્તિમાં પ્રથમ આસ્તિક્યની અભિવ્યક્તિ થાય છે અર્થાત્ ભગવાનનું વચન જ સર્વ કલ્યાણનું એક કારણ છે તેવા સૂક્ષ્મ બોધપૂર્વક ભગવાનના વચનમાં સ્થિર રુચિરૂપ આસ્તિક્ય પ્રાપ્ત થાય છે, ત્યારપછી સર્વ જીવો પ્રત્યે સ્વશક્તિ અનુસાર દ્રવ્ય અને ભાવરૂપ અનુકંપા પ્રગટે છે, ત્યારપછી સંસાર પ્રત્યે અત્યંત નિર્વેદ થાય છે, ત્યારપછી મોક્ષની ઉત્કટ ઇચ્છારૂપ સંવેગ ઉત્પન્ન થાય છે અને ત્યારપછી કષાયોના શમનરૂપ પ્રશમનો પરિણામ પ્રગટ થાય છે, તેથી તત્ત્વના પારમાર્થિક અર્થના શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન એ બોધિ છે, તેને વિશેષ પ્રકારની જ્ઞપ્તિરૂપ વિજ્ઞપ્તિ કહેવાય છે.
તેથી એ ફલિત થાય કે અભય આદિના ક્રમથી જીવ ચિત્તના અવક્રગમનરૂપ માર્ગમાં પ્રવર્તે ત્યારે ચરમયથાપ્રવૃત્તકરણની શુદ્ધિ પ્રાપ્ત થાય છે એમ મગદયાણુંમાં કહેલ, ત્યારપછી વિવિદિષા પ્રગટે છે, જેથી ભગવાનનું શરણું ભાવથી પ્રાપ્ત થાય છે, તે ચરમયથાપ્રવૃત્તકરણનો જ શુદ્ધિવિશેષ છે, તેના બળથી જીવમાં તમોગ્રંથિના ભેદને અનુકૂળ અપૂર્વ અધ્યવસાય પ્રગટે છે, જેથી સંસારના ઉચ્છેદના પારમાર્થિક તત્ત્વને જોવામાં બાધક જે અંધકારરૂપ અજ્ઞાન હતું તે રૂપ ગ્રંથિનો ભેદ થાય છે જેનાથી અનિવૃત્તિકરણનો અધ્યવસાય પ્રગટે છે, તે સિદ્ધ અવસ્થાના પારમાર્થિક સ્વરૂપને નિર્મળ મતિથી જોઈ શકે તેવા સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરાવીને નિવર્તન પામે છે, તેથી તે અધ્યવસાયને અનિવૃત્તિકરણ કહેવાય છે, જેનાથી મોહથી