________________
સરણદયાણં
પંજિકાર્થ :
तर्हि न संभविष्य • ‘માવ་' કૃતિ ।। તોપૂર્વમાં કહ્યું કે અન્ય પ્રકારે થતી સાંભળવા આદિની ક્રિયાથી તત્ત્વજ્ઞાન થતું નથી તો, તત્ત્વની વિષયતા વગર શુશ્રુષાદિ સંભવતા નથી જ, એ પ્રકારની આશંકા કરીને લલિતવિસ્તરામાં કહે છે સંભવે છે જ, નથી સંભવતા એમ નહિ=શુશ્રૂષાદિ ગુણ તત્ત્વગોચરતા વગર પણ સંભવે છે જ, પરંતુ નથી સંભવતા એમ નહિ, તુ શબ્દ=લલિતવિસ્તરામાં રહેલો તુ શબ્દ, પૂર્વના શુશ્રૂષાદિથી આમના=તત્ત્વગોચરતા વગર થયેલા શુશ્રુષાદિતા, વિશેષણ અર્થવાળો છે=વિલક્ષણતાને બતાવવાના અર્થવાળો છે, તેને જ=તત્ત્વગોચર શુશ્રૂષા કરતાં વિલક્ષણ શુશ્રૂષાના સ્વરૂપને જ, બતાવે છે વસ્તુ અંતરરૂપ ઉપાયપણાથી વિવિદિષા વગર તે શુશ્રુષાદિ થાય
એમ અન્વય છે=વસ્તુ અંતર અર્થાત્ તત્ત્વવિવિદિષાની અપેક્ષાથી પૂજાના અભિલાષાદિરૂપ વસ્તુ અંતર અર્થાત્ લોકમાં પૂજાની પ્રાપ્તિ અથવા સ્કૂલ આચારોને સેવીને તૃપ્તિની પ્રાપ્તિ કે અન્ય કોઈ અભિલાષારૂપ વસ્તુ અંતર તે ઉપાય છે અર્થાત્ કારણ છે જેઓને તે તેવા છે અર્થાત્ વસ્તુ અંતર ઉપાયવાળા શુશ્રુષાદિ છે તેનો ભાવ તે પણાથી અર્થાત્ વસ્તુ અંતરના ઉપાયપણાથી શુશ્રુષાદિ સંભવે છે એમ અન્વય છે, આથી જ કહે છે=વસ્તુ અંતરરૂપ ઉપાયપણાથી શુશ્રુષાદિ સંભવે છે આથી જ કહે છે – તેની વિવિદિષા વગર=તત્ત્વજિજ્ઞાસા વગર, સંભવે છે એમ અન્વય છે, વ્યવચ્છેદ્યને કહે છે=કેવા શુશ્રૂષાદિ થતા નથી તે રૂપ વ્યવચ્છેદ્યને કહે છે · વળી, સ્વાર્થ સાધકપણાથી ભાવસાર અર્થાત્ પરમાર્થરૂપ, શુશ્રુષાદિ થતા નથી=તત્ત્વનો સૂક્ષ્મ બોધ કરાવીને સંસારના ઉચ્છેદનું કારણ બને એવા જીવના સ્વપ્રયોજનના સાધકપણારૂપે ભાવસાર શુશ્રુષાદિ થતા નથી.
–
-
૪૧
‘નનુ'થી શંકા કરે છે – કેવી રીતે સ્વાર્થના સાધક એવા આ થતા નથી ?=ઉપાયાંતરથી થનારા વિવિદિશા આદિ સ્વાર્થના સાધક કેવી રીતે થતા નથી ? એથી કહે છે=લલિતવિસ્તરામાં કહે છે અન્ય જીવોને=વસ્તુ અંતરના ઉપાયપણાથી પ્રવૃત્ત જીવોને=ક્તત્ત્વના નિર્ણયને અનુરૂપ શુશ્રુષાદિ કરતાં અન્ય વસ્તુના બોધના ઉપાયરૂપપણાથી પ્રવૃત્ત જીવોને, પ્રબોધનો વિપ્રકર્ષ હોવાથી=તત્ત્વપરિક્ષાનના દૂરવર્તી ભાવરૂપ હેતુ હોવાથીતત્ત્વનું પરિશાત તે શ્રવણથી ન થઈ શકે તેવા દૂરવર્તી પરિણતિવાળા હોવાથી, પ્રબલ મોહનિદ્રાથી યુક્તપણું હોવાથી=બલિષ્ઠ મિથ્યાત્વ મોહની નિદ્રાથી અવષ્ટધ્ધપણું હોવાથી=આત્માના નિરાકુળ સ્વભાવના પરમાર્થને જાણવામાં વિપર્યાસ કરાવે તેવા બલવાન મિથ્યાત્વ મોહનીય કર્મથી યુક્તપણું હોવાથી, સ્વાર્થસાધક શુશ્રૂષાદિ થતા નથી એમ અન્વય છે.
-
પરમતથી પણ=અન્ય દર્શનના મતથી પણ, આને સમર્થન કરતાં=વસ્તુ અંતરના ઉપાયથી પણ શુશ્રૂષાદિ થાય છે એને સમર્થન કરતાં, લલિતવિસ્તરામાં કહે છે આ=તેના અન્યથી તત્ત્વજ્ઞાનના અભાવરૂપ વસ્તુ=પારમાર્થિક શુશ્રૂષાદિ કરતાં અન્ય શુશ્રુષાદિથી તત્ત્વજ્ઞાનના અભાવરૂપ વસ્તુ, અન્ય પણ અધ્યાત્મ ચિંતકો વડે કહેવાયી છે=અમારી અપેક્ષાએ ભિન્ન જાતીવાળા આત્મતત્ત્વના ગવેષક એવા અન્યો વડે કહેવાયી છે, શું વળી, અમારા વડે ?=અમારા વડે તો કહેવાયું છે પરંતુ અન્ય વડે પણ કહેવાયું છે.