________________
લલિતવિસ્તરા ભાગમ અન્ય એવા અવધૂત આચાર્ય કહે છે કે સદાશિવકૃત ઉપકાર વગર તત્ત્વશુશ્રુષાદિ થતા નથી; કેમ કે અન્ય શુશ્રુષાદિ સ્વાદુ જલ, મધુર દૂધ કે અમૃત જેવા જ્ઞાનના જનક નથી.
આશય એ છે કે જેઓને સદા ઉપદ્રવ વગરના સિદ્ધ ભગવંત પ્રત્યે અત્યંત બહુમાન થયું છે અને તેના સ્વરૂપની પ્રાપ્તિની અત્યંત અર્થિતા છે તેઓને સર્વ ઉપદ્રવથી રહિત સદાશિવકૃત ઉપકાર વર્તે છે; કેમ કે તેઓનું ચિત્ત સદાશિવના ગુણથી અત્યંત વાસિત છે અર્થાત્ સિદ્ધ અવસ્થાના સ્વરૂપથી વાસિત છે, તેથી તેની પ્રાપ્તિના ઉપાયરૂપે જ તત્ત્વને શ્રવણ કરવાની ઉત્કટ ઇચ્છા આદિ ભાવો થાય છે, તેના કારણે તે શુશ્રુષાદિથી તેઓને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે પ્રથમ ભૂમિકામાં શ્રુતજ્ઞાન સ્વરૂપ હોય છે, ત્યારપછી ચિંતાજ્ઞાન સ્વરૂપ થાય છે, ત્યારપછી ભાવનાજ્ઞાન સ્વરૂપ થાય છે અને આ ત્રણે જ્ઞાનો સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ પ્રત્યે કારણભાવરૂપે પ્રવર્તતાં હોવાથી જીવમાં વર્તતી વિષયતૃષ્ણાનો અપાહાર કરીને જીવને અસંગભાવને અભિમુખ-અભિમુખતર કરે છે, તેથી સિદ્ધ અવસ્થાના સ્વરૂપની જિજ્ઞાસાથી તેઓ જે શાસ્ત્રઅધ્યયન કરે છે કે તત્ત્વને કહેનારા ગુરુ પાસેથી તત્ત્વનું શ્રવણ કરે છે તેનાથી તે પ્રકારના તત્ત્વને સ્પર્શનારો બોધ થાય છે, જેથી આત્માની નિરાકુળ અવસ્થા પ્રત્યે ગમનમાં ભગવાનનું વચન કઈ રીતે કારણ છે તેના પરમાર્થનો બોધ થાય છે, જે બોધથી વિકારી સુખ વિકારરૂપે દેખાય છે, નિર્વિકારી સુખ આત્માના પારમાર્થિક સુખરૂપે દેખાય છે, તે જ્ઞાનથી તેઓનું ચિત્ત સદા નિર્વિકારીભાવોને અભિમુખ યત્ન કરાવે છે જેથી વિકારી સુખરૂપ જે વિષયની તૃષ્ણા છે તે અલ્પ-અલ્પતર થાય છે, તેથી પારમાર્થિક શુશ્રુષાથી પ્રગટ થયેલ શ્રુતજ્ઞાન સ્વાદુ જળની જેમ વિષયતૃષ્ણાનો અપહાર કરે છે.
વળી, તત્ત્વના અર્થી જીવોને પારમાર્થિક શુશ્રુષા આદિથી થયેલા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ પછી તે શ્રતના પદાર્થ વિષયક જ સૂક્ષ્મ દૃષ્ટિથી ઊહાપોહ થાય છે, જેથી અનેક દૃષ્ટિથી વસ્તુને જોનારી નિર્મળ દૃષ્ટિરૂપ ચિંતાજ્ઞાન પ્રગટે છે, તે સ્વાદિષ્ટ મધુર દૂધ જેવું છે. જેમ તૃષાતુર માણસ સ્વાદિષ્ટ મધુર દૂધનું પાન કરે તો તૃષાનું શમન થાય છે, દેહની ધાતુઓ પુષ્ટ બને છે, તેથી સ્વાદુ જલ કરતાં પણ સ્વાદુ દૂધનું પાન અધિક ગુણકારી બને છે, તેમ ચિંતાજ્ઞાનવાળા મહાત્માઓને વિષયની તૃષ્ણા તો દૂર થાય છે, પરંતુ ચિંતાજ્ઞાનને કારણે ભાવધાતુઓ પુષ્ટ થયેલી હોવાથી વિશિષ્ટ આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને ચિંતાજ્ઞાન થયા પછી તેના પરમાર્થથી આત્મા જ્યારે અત્યંત ભાવિત થાય છે ત્યારે સર્વત્ર ભગવાનની આજ્ઞાને પ્રધાન કરે તેવું નિર્મળ જ્ઞાન પ્રગટે છે, તેથી તે ભાવનાજ્ઞાન અમૃત કહ્યું છે. જેમ અમૃત દેહવર્તી વિષનો નાશ કરીને જીવને અમર થવાનું કારણ બને છે, તેમ ભાવનાજ્ઞાન મોહવિષનો નાશ કરીને અલ્પકાળમાં અમર અવસ્થારૂપ મોક્ષપ્રાપ્તિનું કારણ બને છે. આવાં શ્રુત-ચિંતાદિ જ્ઞાનો સદાશિવના અનુગ્રહ વગર થતાં નથી; કેમ કે સિદ્ધ અવસ્થારૂપ તત્ત્વના વિષયવાળા જ શુશ્રુષાદિ પ્રથમ ભૂમિકાના હોય તો શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરાવે છે, મધ્યમ ભૂમિકાના થાય ત્યારે ચિંતાજ્ઞાન પ્રાપ્ત કરાવે છે અને ઉત્કૃષ્ટ માત્રાવાળા થાય ત્યારે ભાવનાજ્ઞાન પ્રાપ્ત કરાવે છે.
વળી, અન્ય પ્રકારના શુશ્રુષાદિ કેવા છે તે દૃષ્ટાંતથી અવધૂત આચાર્ય બતાવે છે – કોઈ રાજાને