________________
બોહિદયાણં
૪૫
રાજ્યની ચિંતાને કા૨ણે ઊંઘ આવતી ન હોય ત્યારે તે ચિંતાથી ચિત્તના નિવર્તન માટે શય્યામાં સૂઈને કથા કહેનારા પાસેથી કથા સાંભળે, જેથી કથાશ્રવણમાં ચિત્ત વ્યાપારવાળું થાય અને અન્ય ચિંતાનું નિવર્તન થવાથી નિદ્રાની પ્રાપ્તિ થાય, પરંતુ તે કથાના રહસ્યને પ્રાપ્ત કરવાના આશયથી કથા સાંભળતો નથી, તેમ જેઓને સત્શાસ્ત્રો કઈ રીતે સદાશિવતુલ્ય થવાનું કારણ છે તે પ્રકારની ઉત્કટ ઇચ્છારૂપ વિવિદિષા થઈ નથી તેઓ કોઈક કારણથી ધર્મશાસ્ત્રો સાંભળે છે તેનાથી તેઓને તે શાસ્ત્રોનો કંઈક બોધ થવા છતાં સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિનું કારણ બને તેવો બોધ થતો નથી, માટે સૂવાની ઇચ્છાવાળા રાજાના કથાનકશ્રવણ જેવા અન્યાર્થ-વાળા જ તેઓના શુશ્રુષાદિ છે; કેમ કે વિશિષ્ટ કર્મના ક્ષયોપશમથી થયેલું જ્ઞાન જ વિષયની તૃષ્ણાને દૂર કરનાર છે, તેથી જેઓને સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિના રહસ્યને જાણવાની ઉત્કટ ઇચ્છા છે તેઓને જ વિશિષ્ટ કર્મના ક્ષયોપશમથી થનારું જ્ઞાન શાસ્ત્રવચનથી પ્રગટે છે, જેનાથી વિષયની તૃષ્ણા દૂર થાય છે અને અંતરંગ સ્વાસ્થ્યની વૃદ્ધિ થવાથી સંસારઅવસ્થામાં પણ અન્ય સર્વ જીવોના સુખ કરતાં પણ અતિશયંવાળું શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય છે. એ સિવાય શાસ્ત્રઅધ્યયનથી થનારું કે ઉપદેશના શ્રવણથી થનારું જ્ઞાન વિષય-તૃષ્ણાનું અપહારી નથી જ; કેમ કે અભક્ષ્ય અને અસ્પર્શનીય ન્યાયથી અજ્ઞાનપણું છે. જેમ કોઈ ભણેલ હોય અને તેને બોધ હોય કે જેનું ભક્ષણ ન થઈ શકે તે અભક્ષ્ય કહેવાય, જેમ પથ્થરનું ભક્ષણ થઈ શકે નહિ અને જેનો સ્પર્શ ન થઈ શકે તે અસ્પર્શનીય કહેવાય, જેમ અરૂપી એવા આકાશનો સ્પર્શ થઈ શકે નહિ, વસ્તુતઃ માંસાદિ અભક્ષ્ય છે અને ચંડાલ આદિ અસ્પર્શનીય છે તે વિશિષ્ટ અર્થમાં અભક્ષ્ય છે અને વિશિષ્ટ અર્થમાં અસ્પર્શનીય છે તેનો બોધ નહિ હોવાથી અભક્ષ્ય શબ્દથી માંસને અભક્ષ્ય સ્વીકારતો નથી અને અસ્પર્શનીય શબ્દથી ચંડાલ આદિને અસ્પર્શનીય સ્વીકારતો નથી તે તેનું અજ્ઞાન છે, તે રીતે જેઓને ાસ્ત્રઅધ્યયનથી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિનું કારણ બને તેને અનુકૂળ ભાવથી અસંગ થવા માટે કઈ રીતે યત્ન કરવો જોઈએ તેના પરમાર્થનો બોધ થાય નહિ તેઓને અભક્ષ્ય-અસ્પર્શનીય ન્યાયથી શાસ્ત્રશ્રવણ આદિથી પણ અજ્ઞાનની જ પ્રાપ્તિ છે, તેથી વિષયતૃષ્ણાનો અપહાર થતો નથી અને પૂર્વમાં વર્ણન કર્યું તેવું વિવિદિષારૂપ શરણ જેઓને પ્રાપ્ત થયું નથી તેઓને શ્રુત-ચિંતાદિ સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ નથી, માટે વિવિદિષારૂપ ભગવાનના શરણની પ્રાપ્તિથી શ્રુત-ચિંતાદિ જ્ઞાનો પ્રગટે છે અને તે શરણ અભયાદિની જેમ ભગવાનથી પ્રાપ્ત થાય છે; કેમ કે સિદ્ધ અવસ્થા પ્રત્યેની જિજ્ઞાસાથી તત્ત્વના પારમાર્થિક બોધની પ્રાપ્તિ થાય છે અને સિદ્ધ અવસ્થા એ ભગવાનનું જ પારમાર્થિક સ્વરૂપ છે, આથી જ તત્ત્વકાય અવસ્થારૂપ ભગવાનના સ્વરૂપનું ભાવન કરીને જેઓ ભાવથી ભગવાનનું શરણ ગ્રહણ કરે છે તેઓના ચિત્તમાં તે પ્રકારના કષાયોનો ઉપશમ થાય છે, જેથી વિવિદિષા પ્રગટે છે, જેના બળથી તેઓ શાસ્ત્રના રહસ્યને પ્રાપ્ત કરી શકે છે. આ રીતે શરણને દેનારા ભગવાન છે, માટે તે સ્વરૂપે પ્રસ્તુત સૂત્રથી ભગવાનની સ્તુતિ કરેલી છે. ૧૮
સૂત્રઃ
વોહિયાળ ।।।।