________________
મગલ્યાણ
૩૧
ઓળંગીને અધિક બંધ થતો નથી, એ પ્રકારે શાસ્ત્રની યુક્તિ છે, માટે સમ્યક્તથી પાત થયા પછી પણ તે જીવોને પૂર્વના જેવો સંક્લેશ થતો નથી.
આ રીતે માર્ગગમનનો અર્થ કરવાથી શું પ્રાપ્ત થાય તે સ્પષ્ટ કરે છે – જે જીવો ચિત્તના અવક્રગમનમાં યત્ન કરે છે તે જીવોને તેના કારણે સાનુબંધ ક્ષયોપશમની પ્રાપ્તિ થાય છે, તેથી તેઓ અપૂર્વકરણની પ્રાપ્તિ કરીને અનિવૃત્તિકરણને પ્રાપ્ત કરે છે, તેથી શેષ ક્ષયોપશમ કરતાં માર્ગગમનરૂપ ક્ષયોપશમનો ભેદ છે અર્થાત્ જે જીવો ધર્મબુદ્ધિથી તપત્યાગાદિ કરે છે ત્યારે કંઈક શુભભાવો કરે છે, તોપણ ચિત્તનું અવક્રગમન કરી શકતા નથી તેઓનો ધર્મને અનુકૂળ વર્તતો જે ક્ષયોપશમ છે તેના કરતાં માર્ગગમનરૂપ ક્ષયોપશમ વિશેષ પ્રકારનો છે; કેમ કે આ પ્રકારે માર્ગગમન કરે તેવા ક્ષયોપશમવાળા જીવો અનિવૃત્તિકરણને પામીને સમ્યક્તને પ્રાપ્ત કરે છે, જ્યારે શેષ ક્ષયોપશમવાળા જીવો કંઈક શુભભાવો કરે છે, તોપણ અનિવૃત્તિકરણને પામીને સમ્યક્તને પ્રાપ્ત કરી શકતા નથી.
પૂર્વમાં કહ્યું કે ચિત્તના અવક્રગમનરૂપ માર્ગ સાનુબંધ ક્ષયોપશમવાળો છે, તેથી અનિવૃત્તિકરણની પ્રાપ્તિ દ્વારા સમ્યક્તની પ્રાપ્તિ કરાવે છે, તેથી અન્ય ક્ષયોપશમ કરતાં માર્ગગમનરૂપ ક્ષયોપશમનો ભેદ છે, એ કથનને અન્ય દર્શનના વચન દ્વારા પણ સ્થાપન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
અન્ય દર્શનના વિચારક એવા યોગાચાર્યો પણ સાનુબંધ ક્ષયોપશમવાળા જીવોને ગ્રંથિભેદાદિ વસ્તુ પ્રાપ્ત થાય છે તે પ્રવૃત્તિ આદિ શબ્દના વાપણાથી સ્વીકારે છે અર્થાતુ અન્ય દર્શનવાળા કહે છે કે પ્રવૃત્તિ, પરાક્રમ, જય, આનંદ અને તમ્મરના ભેદવાળો કર્મયોગ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવો સંસારના ઉચ્છેદનું કારણ બને તેવી પ્રવૃત્તિરૂપ કર્મયોગ સેવે છે તે ચિત્તના અવક્રગમનરૂપ માર્ગ સ્વરૂપ છે અને તે ચરમયથાપ્રવૃત્તિકરણની શુદ્ધિ સ્વરૂપ છે; કેમ કે અભય, ચક્ષુ આદિની પ્રાપ્તિ પણ ચરમયથાપ્રવૃત્તિકરણરૂપ છે અને જ્યારે જીવ અવક્રગમન થાય તે રીતે માર્ગમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે ચરમયથાપ્રવૃત્તિકરણની તે પ્રકારે શુદ્ધિ થાય છે, જેથી અપૂર્વકરણ કરીને અવશ્ય સમ્યક્તને પામે છે, તેથી પ્રવૃત્તિ એ માર્ગગમનરૂપ છે અને માર્ગગમનરૂપ પ્રવૃત્તિ કરનારા જીવોમાં વિર્યવિશેષની વૃદ્ધિ થાય ત્યારે તમોગ્રંથિને ભેદ કરવા યત્ન કરે છે જે અપૂર્વકરણરૂપ પરાક્રમ છે અને તે પરાક્રમ કરવા દ્વારા આત્માની નિરાકુળ અવસ્થાને જોવામાં બાધક એવા જે મિથ્યાત્વના દળિયા હતા તેનો અભિભવ કરીને અનિવૃત્તિકરણને પ્રાપ્ત કરે છે, તે અનિવૃત્તિકરણ પરાક્રમ દ્વારા વિધ્વજયરૂપ માર્ગ છે અને તેનાથી મોહથી અનાકુળ એવા શુદ્ધ આત્માના પારમાર્થિક સ્વરૂપને જોઈ શકે એવી નિર્મળદૃષ્ટિની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શનનો લાભ થાય છે અને કોઈક અપૂર્વ વસ્તુની પ્રાપ્તિથી જેમ આનંદ થાય તેમ સમ્યગ્દર્શનના લાભથી તે જીવને આનંદ થાય છે અર્થાત્ અત્યાર સુધી હું આત્માની મુક્ત અવસ્થાના પારમાર્થિક સ્વરૂપને તે રીતે જાણવા સમર્થ ન હતો, તેથી જ સુખ માટે યત્ન કરીને પણ સંસારની વિડંબનાને મેં પ્રાપ્ત કરી, હવે મોહથી અનાકુળ આત્મામાં જ પારમાર્થિક સુખ છે તેવો નિર્ણય થવાથી તેના ઉપાયને સેવીને હું અવશ્ય સદા માટે સુખી થઈશ, તેવો બોધ થવાથી આનંદ થાય છે, ત્યારપછી તે જીવ મુક્ત અવસ્થાની પ્રાપ્તિના ઉપાયભૂત દેવતાપૂજનાદિ વ્યાપાર કરે છે તે તમ્મર કર્મયોગ છે; કેમ કે