________________
મમ્મદલ્યાણ
પ્રવૃત્તિ આદિનો અર્થ સ્પષ્ટ કરે છે –
પ્રવૃત્તિ ચરમયથાપ્રવૃત્તિકરણની શુદ્ધિરૂપ પ્રકૃત માર્ગ છે, એ પ્રકારનો પ્રવૃત્તિનો અર્થ છે અભયચક્ષુ આદિ સર્વ ચરમયથાપ્રવૃત્તિકરણ સ્વરૂપ છે અને તેની શુદ્ધિ ચિતના અવક્રગમતરૂપ માર્ગથી થાય છે તેથી અવ્ય દર્શનવાળા પ્રવૃતિરૂપ કર્મયોગ કહે છે તે પ્રકૃત માર્ગરૂપ છે, પરાક્રમથી=વીર્યવિશેષની વૃદ્ધિથી=માર્ગની પ્રાપ્તિ થયા પછી ચિત્તના અવક્રગમતથી થયેલા વીર્યવિશેષની વૃદ્ધિથી, અપૂર્વકરણરૂપ પરાક્રમથી જય=વિબંધકનો અભિભવ=વિધ્યનો જય અનિવૃત્તિકરણ, એ પ્રકારનો પરાક્રમથી જયનો અર્થ =માર્ગગમનથી વીર્યવિશેષની વૃદ્ધિ થાય છે તેનાથી સખ્યત્વની પ્રાપ્તિમાં વિધ્ધભૂત જે કર્મો છે તેનો જય અનિવૃત્તિકરણથી થાય છે એ પ્રકારનો અર્થ છે, આનંદ=સમ્યગ્દર્શનના લાભારૂપ આનંદ છે; કેમ કે અંધકારની ગ્રંથિના ભેદથી આનંદ થાય છે, એ પ્રકારે વસ્થમાણ વચન છે=આત્માના અસંગભાવરૂપ પારમાર્થિક સ્વરૂપને જોવામાં જે ગાઢ અંધકારરૂપ રાગ-દ્વેષની પરિણતિ હતી તેથી માત્ર બાહ્ય વિષયજન્ય સુખમાં સુખનું દર્શન હતું, આત્માના સ્વાસ્થના સુખમાં સુખનું દર્શન થતું ન હતું, તેવા અંધકારરૂપ ગ્રંથિનો ભેદ થવાથી આત્માના નિરાકુળ સ્વભાવના દર્શનરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ જીવને આનંદ સ્વરૂપ છે એ પ્રકારનું વયમાણ વચન છે, તમ્બરા=સગર્શનપૂર્વક દેવતાપૂજનાદિ વ્યાપાર કર્મયોગ છે એમ અવથ છે.
તમ્મરનો અર્થ સ્પષ્ટ કરે છે –
તનું સત્યનું, ભરણ હોવાથી દેવતાપૂજનાદિ વ્યાપાર ઋતબ્બર કર્મયોગ છે=સમ્યગ્દર્શનની પ્રાપ્તિપૂર્વક વીતરાગની પૂજા કે અન્ય ધર્મ-અનુષ્ઠાન જે સેવન કરાય છે તેનાથી આત્માના અસંગભાવની પરિણતિરૂપ સત્યનું પોષણ થવાથી તે વ્યાપારને ઋતમ્ભર કર્મયોગ કહેવાય છે, અને ત્યારપછી તે પ્રવૃત્તિ આદિ ભેદો છે જેને તે તેવો છે=પ્રવૃત્તિ-પરાક્રમ-જય-આનંદ ઋતભર ભેજવાળો છે.
તેવો કોણ છે? એથી કહે છે – ક્રિયાલક્ષણ કર્મયોગ છે, કર્મનું ગ્રહણ કર્મયોગમાં રહેલા કર્મ શબ્દનું ગ્રહણ, ઈચ્છારૂપ પ્રણિધાનયોગના વ્યવચ્છેદ માટે છે=જયવીયરાયમાં ભવનિર્વેદ આદિતી જે ઈચ્છા કરાય છે તે રૂપ પ્રણિધાનયોગના વ્યવચ્છેદ માટે છે, દિ=જે કારણથી, અન્યત્ર અન્ય ગ્રંથોમાં, સામાન્યથી પાંચ પ્રકારે યોગો કહેવાયા છે, જે કારણથી કહેવાયું છે –
આ વિધિમાં યોગની વિચારણામાં, પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગના ભેદથી પ્રાયઃ શુભાશય પાંચ પ્રકારે ધર્મજ્ઞો વડે કહેવાયો છે.
અને શુભાશય=ઉદ્ધરણમાં કહેલ શુભાશય, યોગ છે, માટે યોગ પાંચ પ્રકારનો છે એમ ઉદ્ધારણ પૂર્વે કહેલ છે, ઇત્યાદિ=લલિતવિસ્તરામાં કર્મયોગ પછી કહેલ જે ઈત્યાદિ શબ્દ છે, તેમાં ગાદિ શબ્દથી ઇચ્છાયોગાદિ વચનનું ગ્રહણ છે=ાલિ શબ્દથી ઇચ્છાયોગ-શાસ્ત્રયોગ-સામર્થ્યયોગને કહેનારા વચનનું ગ્રહણ છે. ll૧૭