________________
૩૦.
લલિતવિસ્તાર ભાગ-૨
ભાવાર્થ
પૂર્વમાં કહ્યું કે ચિત્તનું અવક્રગમન સાનુબંધ ક્લિષ્ટ કર્મવાળું નથી, તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ માર્ગ ઉપર ગમન કરે છે તેઓને વીર ભગવાન આદિની જેમ તત્કાલ ફ્લેશકારી કર્મની પ્રાપ્તિ થઈ શકે, પરંતુ તે ક્લેશકારી કર્મના ઉદયકાળમાં પણ ચિત્ત માર્ગમાં ગમન કરનારું હોવાથી વીર ભગવાનની જેમ ગુણની વૃદ્ધિની જ પ્રાપ્તિ થાય છે, પરંતુ નવા નવા લેશોની પ્રાપ્તિ થતી નથી. ત્યાં પ્રશ્ન થાય કે કોઈ જીવ માર્ગગમન કરે અને તેના ચિત્તનું અવક્રગમન હોવાથી તે જીવ ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકની પ્રાપ્તિ દ્વારા સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છતાં કોઈક રીતે મિથ્યાત્વને પામે છે ત્યારે તે જીવને સાનુબંધ ક્લિષ્ટ કર્મનો ઉદય પ્રાપ્ત થાય છે, આથી જ વીર ભગવાન પણ સમ્યગ્દર્શન પામ્યા પછી મિથ્યાત્વને પામે છે ત્યારે ત્રિપૃષ્ઠના ભવમાં નારીના ભવને પ્રાપ્ત કરે તેવાં ક્લિષ્ટ કર્મો બાંધે છે, તેથી સાનુબંધ ક્ષયોપશમવાળા જીવને પણ સાનુબંધ ક્લિષ્ટ દુ:ખ નથી તેમ કઈ રીતે કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ, તે શંકાના નિવારણ માટે કહે છે –
માર્ગની પ્રાપ્તિ થયા પછી તે જીવ સમ્યક્તથી ભ્રષ્ટ થાય ત્યારે સાનુબંધ ફ્લેશને પામે છે તોપણ પૂર્વના જેવો અતિસાનુબંધ ફ્લેશને પામતો નથી, એ પ્રવચનનું રહસ્ય છે.
આશય એ છે કે જેઓ માર્ગ ઉપર અવક્રગમન કરે છે તેઓ ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકને પામીને સમ્યક્ત પામે છે, ત્યારપછી પણ જો માર્ગગમન ચાલુ રહે તો તે ભવમાં કે કેટલાક પરિમિત ભવોમાં સર્વ
ક્લેશનો નાશ કરે છે તેઓને વીર ભગવાનને ચરમભવમાં ઉપસર્ગો પ્રાપ્ત થયા તેમ કોઈક ક્લેશ પ્રાપ્ત થાય, તોપણ તે ક્લેશ ઉત્તર-ઉત્તર ક્લેશને કરાવતો નથી, પરંતુ સમભાવની વૃદ્ધિ દ્વારા ચિત્તની સ્વસ્થતાની વૃદ્ધિનું જ કારણ બને છે.
વળી, કોઈક જીવ ચિત્તના અવક્રગમનરૂપ માર્ગને પામીને કોઈક નિમિત્તે મરીચિની જેમ કષાયને વશ મિથ્યાત્વને પામે છે, તોપણ મિથ્યાત્વની પ્રાપ્તિ પછી તે જીવને સાનુબંધ ફ્લેશની પ્રાપ્તિ થાય છે, છતાં તે જીવને પૂર્વની જેમ અતિતીવ્ર સાનુબંધ ફ્લેશની પ્રાપ્તિ થતી નથી, આથી જ મરીચિના ભવમાં મિથ્યાત્વને પામ્યા પછી ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં સાતમી નરકની પ્રાપ્તિ થાય તેવો સાનુબંધ ફ્લેશ વિર ભગવાનના જીવને પ્રાપ્ત થયો, તોપણ ગ્રંથિભેદ કર્યા પછી પૂર્વની જેમ મિથ્યાત્વની ૭૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે તેવો ક્લેશ પ્રાપ્ત થયો નહિ, તેથી માર્ગના ગમનને કારણે સાનુબંધ ફ્લેશની હાનિ થાય છે, તે સાનુબંધ સંક્લેશની હાનિ પાત પછી પણ પાત અવસ્થામાં પૂર્વના જેવા તીવ્ર સંક્લેશની હાનિરૂપે વિદ્યમાન રહે છે, તે પ્રકારનું વીર ભગવાનના શાસનનું રહસ્ય છે, માટે કલ્યાણના અર્થીએ ચિત્તનું અવક્રગમન થાય તે રીતે જ સર્વ ધર્મઅનુષ્ઠાન સેવવાં જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે મિથ્યાત્વ પામ્યા પછી તે જીવો અતિસંક્લેશને કેમ પ્રાપ્ત કરતા નથી ? તેમાં યુક્તિ બતાવે છે – ભિન્નગ્રંથિજીવને પાત થયા પછી પણ ગ્રંથિબંધને ઓળંગીનેeગ્રંથિભેદ કાળમાં સત્તામાં રહેલી કર્મસ્થિતિને