________________
૨૬
લલિતવિસ્તા ભાગ-૨ કામાદિની વિચ્છતા અલ્પ થાય તેઓ પણ માર્ગગમનની પરિણતિવાળા હોવાથી અર્થઉપાર્જન કરીને પણ ક્લેશની અલ્પતા કરે છે, ભોગાદિની ઇચ્છા થાય છે ત્યારે પણ સલ્લ કામા, વિસં કામા ઇત્યાદિ વચનોનું સ્મરણ કરીને ભોગાદિની વૃત્તિને શાંત કરવા યત્ન કરે છે અને તે પ્રકારના ભાવનથી પણ ચિત્ત ભોગાદિની ઇચ્છા વગરનું ન થાય તો વણલેપની જેમ ભોગ કરીને ભોગની ઇચ્છાને શાંત કરે છે. તેઓનું ચિત્ત અવક્ર રીતે માર્ગ ઉપર જતું હોવાથી ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બને છે વળી સંયમ ગ્રહણ કરીને જેઓ સ્વભૂમિકા અનુસાર અપ્રમાદથી સંયમની ક્રિયા કરીને તે તે ક્રિયા દ્વારા કષાયોનો ઉપશમ થાય તે પ્રકારે યત્ન કરે છે તેનું ચિત્ત માર્ગમાં અવક્ર ગમનવાળું હોવાથી ગુણસ્થાનકની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે અને જેઓ સંયમ ગ્રહણ કરીને પણ ક્રિયાકાળમાં સ્વશક્તિ અનુસાર ઉચિત પ્રવૃત્તિઓ કરીને તે તે ક્રિયાના ભાવોથી આત્માને ભાવિત કરવા યત્ન કરતા નથી, માત્ર બાહ્ય પ્રવૃત્તિ કરે છે તેઓને વર્તમાનમાં બાહ્ય પ્રવૃત્તિજન્ય ક્લેશ પ્રાપ્ત થાય છે અને કષાયોનો ઉપશમ નહિ થયેલો હોવાથી કષાયજન્ય કર્મબંધ દ્વારા આગામી ક્લેશોની પરંપરાની પ્રાપ્તિ થાય છે એ પ્રવચનનો પરમાર્થ છે.
અહીં વિશેષ એ છે કે કોઈપણ બાહ્ય ક્રિયા કષાયના શમનથી થતી હોય અને ઉત્તરના કષાયના શમનનું કારણ બનતી હોય તે ક્રિયા ચિત્તના અવક્રગમનપૂર્વકની હોવાથી માર્ગગમનરૂપ છે, જેમ વિર ભગવાનને પૂર્વના કર્મના ઉદયથી અશાતા ઉત્પન્ન કરે તેવા ઉપસર્ગો આદિની પ્રાપ્તિ થઈ, તોપણ અદીનભાવથી ઉપસર્ગોનો જય કરીને વિર ભગવાનનું ચિત્ત શમભાવમાં અતિશયવાળું થયું, તેથી ઉપસર્ગોનો ક્લેશ તત્કાલ જ અશાતારૂપ પ્રાપ્ત થયો, પરંતુ અંતરંગ તો ક્લેશના શમનજન્ય સુખની જ પ્રાપ્તિ થઈ, તેથી વીર ભગવાનનું ક્લિષ્ટ કર્મ સાનુબંધ શવાળું ન હતું અને જેઓને કોઈ પ્રકારનાં ક્લેશકારી કર્મો નથી, તેઓને કોઈ પ્રકારનાં કષ્ટોને વેક્યા વગર ભરત મહારાજાની જેમ કષાયોના ઉમૂલનને અનુકૂળ ચિત્તનું અવક્રગમન થાય છે, જેથી માર્ગગમન કરીને ભરત મહારાજા કેવળજ્ઞાન પામ્યા તે રીતે જેઓનું ચિત્ત તે તે પ્રકારની સંયમની કષ્ટકારી ક્રિયાઓ દ્વારા શમભાવને અનુકૂળ જઈ શકે તેવું છે તેઓ તે તે પ્રકારની ક્રિયાથી તત્કાલ અલ્પ ફ્લેશ પ્રાપ્ત કરે છે, પરંતુ ચિત્તમાં કષાયોના ઉપશમજન્ય સુખને પ્રાપ્ત કરે છે, તેથી તેઓનું ચિત્ત અવગમનપૂર્વક ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકને પામે છે અને જેઓનું ચિત્ત તે તે પ્રકારનાં ક્લિષ્ટ કર્મોથી અભિભૂત થાય છે તેઓનું ચિત્ત અવક્રગમનપણાથી વિશિષ્ટ ગુણસ્થાનકમાં જવા સમર્થ બનતું નથી, પરંતુ તે તે કષ્ટક્રિયા દ્વારા તેઓને ત્યારે જ ક્લેશનો અનુભવ થાય છે અને તે ક્લેશના સંસ્કારને કારણે ફરી પણ તેઓને તેવું ક્લેશકારી ચિત્ત ઉત્પન્ન થશે, તેથી તેઓનું ચિત્ત ધર્મઅનુષ્ઠાન કાળમાં પણ ક્લેશને અનુભવનારું હોવાથી કેવી રીતે અવગમન કરી શકે ? અર્થાતુ કરી શકે નહિ; કેમ કે વર્તમાનના કષ્ટ કાલમાં જે અરતિ આદિ ભાવો થાય છે તે ભાવોનો જ ફરી ફરી અનુભવ કરીને તેઓ ક્લેશની પરંપરાને જ પ્રાપ્ત કરશે. લલિતવિસ્તરા -
न चासो तथाऽतिसंक्लिष्टस्तत्प्राप्ताविति प्रवचनपरमगुह्यम्, न खलु भिन्नग्रन्थे यस्तद्बन्ध इति तन्त्रयुक्त्युपपत्तेः, एवमन्यनिवृत्तिगमनेन (पंजिका पाठः ‘अनिवृत्तिगमनेन') अस्य भेदः।