________________
૨૪
લલિતવિસ્તરા ભાગ-૨ હોવાથી, કષાય અનુકૂળ ચિત્તથી ગુણસ્થાનકની પ્રાપ્તિ થઈ શકે નહિ એમ અવય છે, દિ=જે કારણથી, અવશ્ય અનુભવનીય તે હોતે છતે કષાય આપાદક કિલષ્ટ કર્મ હોતે છતે, કેવી રીતે અવક્ર ચિતગમત થાય ? એ પ્રકારનો ભાવ છે. ભાવાર્થ:
પૂર્વમાં કહ્યું કે ભગવાન જે માર્ગને આપે છે એ માર્ગ ચિત્તના અવક્રગમન સ્વરૂપ છે. કેમ માર્ગ ચિત્તના અવક્રગમન સ્વરૂપ છે તેને જ દઢ કરવા માટે કહે છે –
જે જીવોને બહિરંગ ગુરુ આદિનો સહકાર મળેલો હોય, શાસ્ત્રઅધ્યયન-સક્રિયા કરતાં હોય, સંયમના આચારો પાળતા હોય તો પણ જો તેઓનું ચિત્ત ભગવાને બતાવેલા ક્રિયાઓના પરમાર્થને સ્પર્શે તે રીતે અંતરંગ માર્ગમાં પ્રવર્તતું ન હોય, પરંતુ તે તે બાહ્ય ક્રિયાઓ કરીને બાહ્ય પ્રવૃત્તિમાં જ વિશ્રાંત થતું હોય તો તેઓને ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ બને તેવા સમ્યગ્દર્શન આદિ ગુણોનો લાભ થતો નથી, તેથી નક્કી થાય છે કે ઉપદેશનું શ્રવણ, બાહ્ય ધર્મક્રિયાનું સેવન, શાસ્ત્રઅધ્યયન આદિ પ્રવૃત્તિ હોવા છતાં મોહનાશને અનુકૂળ અંતરંગ ક્ષયોપશમ ભાવરૂપ માર્ગ પ્રવર્તે નહિ તો ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય નહિ, અને જે પ્રવૃત્તિથી સમ્યગ્દર્શન આદિ ગુણોની પ્રાપ્તિ થતી ન હોય તે પ્રવૃત્તિને માર્ગરૂપે કહી શકાય નહિ, પરંતુ જે માર્ગની પ્રવૃત્તિથી સમ્યગ્દર્શન આદિ ગુણોની પ્રાપ્તિ દ્વારા ક્રમે કરીને ક્ષપકશ્રેણી આદિની પ્રાપ્તિ થાય તેમ હોય તેવી પ્રવૃત્તિને માર્ગગમનરૂપે સ્વીકારી શકાય.
અહીં પ્રશ્ન થાય કે તે જીવો બહિરંગ ધર્મ-અનુષ્ઠાન સેવે છે, સદ્ગુરુનું આલંબન લે છે, છતાં માર્ગગમનની પ્રાપ્તિ કેમ નથી ? તેમાં યુક્તિ બતાવે છે –
તેઓની આચરણામાં ક્ષયોપશમભાવરૂપ માર્ગ અત્યંત સ્થૂલ છે, તેથી તેઓની પ્રવૃત્તિ બહિરંગ આચરણારૂપ છે, જેના કારણે ચિત્ત વ્યાઘાતને પામે છે ગુણસ્થાનકને અનુકૂળ પ્રવર્તતું નથી, તેથી યથોદિત ગુણસ્થાનકની પ્રાપ્તિમાં વિખંભનો સંભવ છે તે આચરણાથી સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિરૂપ ઉપરના ગુણસ્થાનકમાં જવાની પ્રવૃત્તિ ચિત્તની સ્કૂલનાને કારણે થતી નથી અર્થાત્ અંતરંગ ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળી તે બહિરંગ ક્રિયા થઈ શકે તે પ્રકારે ચિત્ત પ્રવર્તતું નથી, તેથી તે બહિરંગ આચરણાઓથી ઉપર ઉપરના ગુણસ્થાનકોની પ્રાપ્તિ થતી નથી, માટે તે દેશવિરતિની કે સર્વવિરતિની આચરણા પણ માર્ગગમન સ્વરૂપ નથી. કેમ ભગવાનના વચનાનુસાર તે જીવો સંયમની ક્રિયાઓ કરે છે, છતાં માર્ગગમન સ્વરૂપ તે ક્રિયાઓ નથી ? તેમાં યુક્તિ બતાવે છે –
સાનુબંધ ક્ષયોપશમથી જ ગુણસ્થાનકની પ્રાપ્તિ છે જે ક્રિયાઓ દ્વારા કષાયોનો ઉપશમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તે પ્રકારના અનુબંધથી યુક્ત ક્ષયોપશમવાળી ક્રિયાઓથી જ સમ્યગ્દર્શન આદિ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે અને જે જીવો બહિરંગ ગુરુ આદિના યોગવાળા છે, બહિરંગ ક્રિયા આદિ કરે છે, પરંતુ અંતરંગ રીતે કષાયોના ઉપશમમાં યત્ન કરતા નથી તેઓની તે તે ક્રિયાઓ દ્વારા પણ મેં આ તપ કર્યું છે, મેં આ ક્રિયાઓ કરી છે ઇત્યાદિ બાહ્ય ક્રિયા કરવા માત્રનું અભિમાન થાય છે, પરંતુ અંતરંગ ક્રિયાજન્ય ઉપશમને