________________
૨૧
મમ્મદયાણ
સ્વરૂપ-ફલશુદ્ધા સુખા=પૂર્વમાં કહેલ વૃતિશ્રદ્ધા સ્વરૂપ હેતુથી સ્વગત જ એવા સ્વરૂપથી અર્થાત માર્ગરૂપ જ સ્વરૂપથી વિવિદિષા આદિ રૂપ થી અર્થાત્ શરણ આદિ રૂપ ફલથી શુદ્ધ અર્થાત્ નિર્દોષ ઉપશમના સુખરૂપ સુખાસિકા છે. આ માર્ગના સ્વરૂપનો નિશ્ચય છે. ભાવાર્થ :
જે જીવોને ભવ પ્રત્યે વિરક્તભાવ થયો છે તેઓ વીતરાગને અભિમુખ ભાવવાળા થયા, તેથી સંસારના ભયોથી કંઈક નિર્ભય થઈને સંસારથી અતીત અવસ્થાને પામેલા એવા પરમાત્માના સ્વરૂપને સ્વસ્થતાપૂર્વક જોવામાં મતિજ્ઞાનના વ્યાપારવાળા થાય છે, જેથી મિથ્યાત્વની મંદતાજન્ય નિર્મળમતિથી ભગવાનના સ્વરૂપને જોઈ શકાય તેવી કંઈક ચક્ષુ પ્રાપ્ત થાય છે, એ ચક્ષુથી તેઓને જણાય છે કે શિષ્ટ એવા ભગવાનના વચન પ્રમાણે માર્ગમાં ગમન કરવામાં આવશે તો મને હિતની પ્રાપ્તિ થશે, તેથી ભગવાનના વચનના નિયંત્રણ નીચે ચિત્તનું અવક્રગમન થાય તે રીતે દેવ-ગુરુ-ધર્મનું સૂક્ષ્મ સ્વરૂપ જાણવા માટે તે મહાત્મા યત્ન કરે છે, જે માર્ગગમનતુલ્ય છે અને તે ગમન કેવા સ્વરૂપવાળું છે તે દૃષ્ટાંતથી બતાવે છે – જેમ સાપનો સ્વભાવ પ્રકૃતિથી વક્રગમનવાળો છે, તેમ સંસારી જીવોનું ચિત્ત પણ પ્રકૃતિથી જ આત્માના પારમાર્થિક સ્વરૂપના બોધને અનુકૂળ વ્યાપાર કરવાને બદલે બાહ્ય પદાર્થોને અવલંબીને પોતાના હિતઅહિતની વિચારણા કરે તે પ્રકારે વક્રગમન સ્વભાવવાળું છે, તોપણ ચક્ષુ મળવાથી તે મહાત્માનું જણાય છે. કે સર્વજ્ઞના વચનાનુસાર તત્ત્વાતત્ત્વનો વિભાગ કરવા હું યત્ન કરીશ તો સુખપૂર્વક તત્ત્વને પ્રાપ્ત કરી શકીશ. જેમ વક્ર ચાલવાના સ્વભાવવાળો પણ સાપ નલિકામાં પ્રવેશ કરીને અવક્રગમન દ્વારા પોતાના ઇષ્ટ સ્થાનને પામે છે તેમ ભગવાનના વચનની મર્યાદારૂપ નલિકાથી નિયંત્રિત થઈને પ્રવર્તતું ચિત્ત પોતાને ઇષ્ટ એવા તત્ત્વનો નિર્ણય કરી શકે તે પ્રકારે તત્ત્વ જાણવા માટે વ્યાપારવાળું બને છે, એથી ઉત્કટ મિથ્યાત્વ મોહનીય આદિના ક્ષયોપશમથી પ્રવર્તતું ચિત્ત અર્થાત્ જીવની પોતાના રસને વહન કરનારી પ્રવૃત્તિથી તત્ત્વને જાણવા માટે પ્રવર્તે તેવો ક્ષયોપશમવિશેષ જે જીવમાં પ્રગટ થાય છે તે માર્ગ છે, આ માર્ગ અભય અને ચક્ષુરૂપ હેતુથી પ્રાપ્ત થયેલો છે, પરંતુ સ્વમતિથી પ્રાપ્ત થયેલો નથી, માટે શુદ્ધ છે, વળી સર્વજ્ઞના વચનના પરમાર્થને જાણવાની મર્યાદાથી પ્રવર્તે તેવા સ્વરૂપવાળો ક્ષયોપશમ છે, તેથી સ્વરૂપથી શુદ્ધ છે અને આ માર્ગગમનના ફલરૂપે જીવમાં તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ વિવિદિષારૂપ ફળ પ્રાપ્ત થશે, તેવું જ આ માર્ગનું ગમન છે, તેથી ફલથી પણ શુદ્ધ તત્ત્વના નિર્ણયને અનુકૂળ ઊહાપોહમાં બાધક એવા કષાયોના ઉપશમજન્ય સુખાસિકારૂપ આ માર્ગ છે. લલિતવિસ્તરા -
नास्मिन्नान्तरेऽसति यथोदितगुणस्थानावाप्तिः, मार्गविषमतया चेतःस्खलनेन प्रतिबन्धोपपत्तेः, सानुबन्धक्षयोपशमतो यथोदितगुणस्थानावाप्तिः, अन्यथा तदयोगात्, क्लिष्टदुःखस्य तत्र तत्त्वतो बाधकत्वात्, 'सानुबन्धं क्लिष्टमेतत्' इति तन्त्रगर्भः, तद्बाधितस्यास्य तथागमनाभावाद्, भूयस्तदनुभवोपपत्तेः।