________________
ચક્કુદયાણં
ક્ષય કરીને આત્માની નિરાકુળ અવસ્થારૂપ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે, તે અવસ્થાની પ્રાપ્તિના કારણીભૂત જે જીવાદિ પદાર્થની યથાર્થ પ્રતીતિ છે તેને અભિમુખ એવી જે રુચિ પ્રગટ થાય તે અંતરંગ ચક્ષુ છે અને જે જીવોને તેવી અંતરંગ ચક્ષુ પ્રગટ થઈ છે તેવા જીવોને વિવેકપૂર્વક સેવાતા ધર્મમાં વર્તતા ગુણોને જોવાની કંઈક નિર્મળદૃષ્ટિ વર્તે છે, તેથી તેઓ યોગ્ય જીવોના સેવાતા ધર્મની પ્રશંસા આદિ કરે છે, જે ધર્મના કંઈક પારમાર્થિક સ્વરૂપને જોનારી ચક્ષુ છે.
૧૭
અહીં કોઈને પ્રશ્ન થાય કે તત્ત્વને જોવાને માટે જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષયોપશમ આવશ્યક છે અર્થાત્ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ આવશ્યક છે, તેથી તેવા પ્રકારના જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમથી ચક્ષુની પ્રાપ્તિ છે તેમ કહેવું જોઈએ, પરંતુ આત્મકલ્યાણના કા૨ણીભૂત તત્ત્વની શ્રદ્ધારૂપ ચક્ષુની પ્રાપ્તિ છે તેમ કહેવું જોઈએ નહિ, તેના નિરાકરણ માટે કહે છે
જે જીવોને મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો નથી તે જીવોને તત્ત્વની રુચિ લેશ પણ થતી નથી, તેથી તેવા જીવો જ્ઞાનાવરણીય આદિના ક્ષયોપશમવાળા હોય તોપણ તેઓને બાહ્ય પદાર્થ વિષયક જ સૂક્ષ્મ બોધ થાય છે, આમ છતાં દેહ અંતર્વર્તી આત્માના પારમાર્થિક સ્વરૂપને જાણવાને અભિમુખ તત્ત્વરુચિવાળા નથી તેવા જીવોને, ચક્ષુ રહિત જીવોને જેમ નીલાદિ વર્ણોનો બોધ થતો નથી તેમ આત્માના નિરાકુળ સ્વભાવને અભિમુખ બોધ થાય તેવું તત્ત્વનું દર્શન થતું નથી.
અહીં પ્રશ્ન થાય કે તત્ત્વની રુચિ સ્વરૂપ આત્મધર્મરૂપ ચક્ષુ છે તેમ સ્વીકારીએ તોપણ તેવી ચક્ષુની પ્રાપ્તિ જીવોને તેના હેતુઓથી થાય છે તેમ કહેવું જોઈએ, પરંતુ ભગવાનના પ્રસાદથી થાય છે તેમ કહેવું જોઈએ નહિ, તેના નિરાકરણ માટે કહે છે
સંસારઅવસ્થાથી પર એવી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિના કારણીભૂત એવો જીવાદિ પદાર્થોનો તત્ત્વને સ્પર્શે તેવો બોધ થાય તેવી માર્ગાનુસારી ચક્ષુ સુખપૂર્વક પ્રાપ્ત થતી નથી, એથી તેની પ્રાપ્તિમાં ભગવાનનો પ્રસાદ જ બલવાન કારણ છે; કેમ કે જે જીવો ભવથી વિરક્ત થયા છે તેઓ સ્વસ્થતાથી ભવથી અતીત અવસ્થાને જોવાને અભિમુખ થાય તેવી પરિણતિવાળા છે, તેથી અભય અવસ્થાને પામેલા છે તેવા જીવોને ભગવાનની પ્રતિમા, ભગવાનનો ઉપદેશ આદિ મળે ત્યારે તેના અવલંબન દ્વારા તેઓ સુખપૂર્વક માર્ગાનુસા૨ી ચક્ષુને પ્રાપ્ત કરે છે, પરંતુ જેઓને તેવું આલંબન પ્રાપ્ત થતું નથી તેઓ યથાતથા પ્રયત્ન કરીને અંતરંગ ચક્ષુને પ્રાપ્ત કરી શકતા નથી, માટે ભગવાનના પ્રસાદથી આ ચક્ષુ પ્રાપ્ત થાય છે, તેમ કહેલ છે.
વળી, કર્મના વિગમનને કારણે યોગ્યતાને પામેલા જીવો ભગવાનના પ્રસાદથી ચક્ષુને પ્રાપ્ત કરે તેઓને નિયમથી તત્ત્વનું દર્શન થાય છે, જેમ જેઓને બાહ્ય નિર્મળ ચક્ષુ પ્રાપ્ત થયેલી હોય તેઓ બાહ્ય પદાર્થનું રૂપ યથાર્થ જોઈ શકે છે, તેમ જે જીવોને સંસારથી પર અવસ્થાને અભિમુખ એવો જે મોક્ષમાર્ગ છે તેના પરમાર્થને જોનારી દૃષ્ટિ પ્રાપ્ત થઈ છે તેઓ અવશ્ય મોક્ષમાર્ગના પારમાર્થિક સ્વરૂપને જોશે તેવા નિર્મળ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરશે.
અહીં ચક્ષુ મળ્યા પછી મોક્ષના કા૨ણીભૂત મોક્ષમાર્ગને યથાર્થ જોનારી નિર્મળદ્રુષ્ટિની પ્રાપ્તિમાં કાળને