________________
૧૬
લલિતવિસ્તા ભાગ-૨
પછી દર્શનની પ્રાપ્તિમાં, પ્રતિબંધક છે, એ પ્રકારનો ભાવ છે, એ રીતે કાળ જ પ્રતિબંધક છે અન્ય નહિ એ રીતે, નિપુણ એવા સમયના જાણનારાઓ કહે છે=નિશ્ચયનયથી વ્યવહાર કરનારા મહાત્માઓ કહે છે.
કાળનો પ્રતિબંધ હોતે છતે પણ કેમ અહીં નિયમથી પ્રતિબંધ નથી એ પ્રમાણે કહેવાય છે? એથી કહે છે=લલિતવિસ્તરામાં કહે છે – અને આ કાળપ્રતિબંધ અપ્રતિબંધ જ છે, કેમ અપ્રતિબંધ છે ? એથી કહે છે=લલિતવિસ્તરામાં કહે છે – તે પ્રકારે દર્શનરૂપપણાથી તેનું શ્રદ્ધાનું, ભવન પરિણમન રૂપ તદ્દભવન, તેમાં ઉપયોગીપણું છેઃકાળનું વ્યાપારપણું છે.
વ્યતિરેકને કહે છે પૂર્વમાં અવયથી કહ્યું કે કાલનો પ્રતિબંધ પ્રતિબંધ નથી. હવે વ્યતિરેકથી કાળનો પ્રતિબંધ પ્રતિબંધ નથી તે બતાવે છે – તેના વગર કાળ વગર, તેની સિદ્ધિની અસિદ્ધિ હોવાથીeતે દર્શનના સ્વભાવલાભની અનિષ્પત્તિ હોવાથી, કાળનો પ્રતિબંધ પ્રતિબંધ નથી એમ અવથ છે, કયા કારણથી=કાળક્ષેપ વગર તત્વના દર્શનની પ્રાપ્તિની અસિદ્ધિ કયા કારણથી છે? એથી કહે છે – વિશિષ્ટ ઉપાદાન હેતુનું જ-વિચિત્ર સહકારી કારણથી આધાર થયેલા સ્વભાવ અતિશયરૂપ પરિણામી કારણનું જ, તથા પરિણતિ સ્વભાવપણું હોવાથી કાળ વગર દર્શનની પ્રાપ્તિની અસિદ્ધિ છે એમ અવય છે, તથારિતિદ્વમાવત્વાન્નો અર્થ સ્પષ્ટ કરે છે – તથા પરિણતિ કાર્યને અભિમુખ પરિણતિ તે જ સ્વભાવ છે જે કાલનો તે તેવો છે તથા પરિણતિસ્વભાવવાળો છે તેનો ભાવ તપણું છે=તથા પરિણતિ સ્વભાવત્વ છે તે કારણથી કાળનું દ્રવ્યના પર્યાયરૂપપણું હોવાથી, કાળવિલંબન વગર તત્ત્વના દર્શનની અપ્રાપ્તિ છે. સવદ્ એ પ્રકારે લલિતવિસ્તરામાં કહ્યું છે એનો અર્થ સ્પષ્ટ કરે છે – પૂર્વના સૂત્રમાં કહેલા અભયધર્મની જેમ ચણ ભગવાનથી મળે છે એમ અવય છે. ૧૬i. ભાવાર્થ :
પૂર્વમાં કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી ચક્ષુનું સ્વરૂપ બતાવ્યું, જે ચક્ષુ દ્રવ્યથી પુદ્ગલ સ્વરૂપ છે અને ભાવથી જીવના બોધ સ્વરૂપ છે, ફક્ત તે ચક્ષુ બાહ્ય પદાર્થ માત્રનો બોધ કરાવે છે અને તેનાથી જ્ઞાનાત્મક બોધ થાય છે તે પણ બાહ્ય પદાર્થ વિષયક છે, પરંતુ દેહમાં વર્તતા આત્માના સ્વરૂપને જોવાને અનુકૂળ બોધરૂપ ચક્ષુ તે બાહ્ય ચક્ષુ કરતાં વિશિષ્ટ જ છે; કેમ કે બાહ્ય ચક્ષુ માત્ર બાહ્ય પુદ્ગલના રૂપને જોઈ શકે છે, પરંતુ આત્માના પારમાર્થિક સ્વરૂપને જોવા માટે સમર્થ બને તેવી આ વિશિષ્ટ ચહ્યું છે અને તે વિશિષ્ટ ચક્ષુ ભગવાનથી પ્રાપ્ત થાય છે, જેના બળથી ભગવાન તુલ્ય પોતાનું નિરાકુળ સ્વરૂપ કંઈક જોઈ શકાય તેવો બોધ પ્રગટ થાય છે. તેથી તે ચક્ષુનું સ્વરૂપ બતાવતાં કહે છે કે સમ્યગ્દષ્ટિ જીવને જીવાદિ પદાર્થોમાં પ્રતીતિરૂપ જે બોધ છે તેના બોધનું કારણ બને તેવી તત્ત્વને અભિમુખ રુચિ સ્વભાવવાળી આ ચક્ષુ છે, તેથી જે જીવોને સિદ્ધ અવસ્થામાં જેવી નિરાકુળ અવસ્થા છે તેવી અવસ્થાની પ્રાપ્તિના કારણભૂત જીવાદિ સાત તત્ત્વનો યથાર્થ બોધ છે અને તે સાત તત્ત્વના પરમાર્થને પ્રાપ્ત કરીને તેના બળથી જ યોગ્ય જીવો સંસારનો