________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય વર્ણન ખંભાતની પૂર્વે છ માઈલ જમીન કેરી પડતી, પણ પગરસ્તે ભોમીઆ વગર જઈ શકાતું નહિ. તેનું કારણ ભરતી-bore-ની બીક અને વીથરૂ (quick-sand)ની બીક હતું. ખંભાતની નજીક ઘણાં વહાણ ભાંગી જતાં. આ વખતે ભેગા થએલા કચરાને સારી ઋતુમાં ભરતીમાં તણાવી દેવા માટે નહેરો કરી નિકાલની વ્યવસ્થા દરબારતરફથી થતી. ઇ.સ.૧૮૨થી એ વ્યવસ્થા બંધ પડી અને રેતી ભેગી થવાથી ભરતીને મારે કિનારા પાસે સહેજ ઓછો થયો. ભરતી (bore)નું જેર પણ કોઈવાર મહી બાજુ અને કઈવાર સાબરમતી બાજુ રહેતું. ઈ.સ. ૧૮૨૨માં કર્નલ ટેંડને ઘોઘાથી ખંભાત આવવું હતું તે જળમાર્ગે ન આવી શકાયું અને થોડા દિવસ રાહ જોઈ રણરતે આવવું પડયું એવી એ બાજુ અખાતની સ્થિતિ હતી. ઈ.સ. ૧૮૫૪માં ખંભાત આગળ પાણીના પટ મહી અને સાબરમતીના પ્રવાહના જોરથી વારંવાર બદલાતા તેથી વહાણોને લંગર કરવા માટે મુશ્કેલી રહેતી. ઈ.સ. ૧૮૫૮માં અખાતમાં રેતીના પટ જામી ગએલા હતા અને ભરતી વખતે વહાણોને નુકસાન થતું. ૧૮૬૭માં બંદરની દશા બહુ ખરાબ હતી. હોડી બે માઈલ છેટે ઊભી રહી શકતી અને માલ કાદવમાં ત્યાં સુધી લઈ જવો પડતો. આ કારણથી ઈ.સ. ૧૮૬૮માં ખેડાના કલેક્ટરે ખંભાતથી પૂર્વે ત્રણ માઈલ છે. રાલજ ગામ આગળ બીજું બંદર ખેલવા સરકારની પરવાનગી માગેલી, પણ કાંઈ વળ્યું નહિ. ૧૮૭૦માં કસ્ટમ્સ કમિશ્નર અને કલેક્ટરે સૂચવ્યું કે ખંભાત દરબાર જે આવકજાવક જકાત (transit duties) લે છે તે બંધ કરીને કાદવમાં ગાડાં જાય એવો કકડો બે માઈલ સુધી બંધાવે. પરંતુ પાછળથી દરબારના કહેવાથી એ હુકમ પાછો ખેંચી લેવાયો. ઇ. સ. ૧૮૮૧માં ખંભાત બંદર એ ખરી રીતે બંદર નહોતું. વહાણ કાદવને છેડે બે માઇલ છેટે ઊભાં રહેતાં. એ કાદવમાં ગાડાં દિવસમાં એક કે બહુ તો બે વાર જઈ શકતાં. કાદવના એટલા પટને પણ જ્યારે મોટો જુવાળ ધૂવે છે ત્યારે ગાડાં જઈ શકતાં નથી.
આ રીતે ખંભાતના અખાતને અને મુખ્યત્વે કરીને ખંભાત શહેર પાસેના તેના મથાળાને ઇતિહાસ છે, બંદરની દૈતિક પ્રગતિ ઉપર આ અખાતની વખતોવખતની સ્થિતિએ ઘણું અસર કરી છે અને ખંભાતની ચડતી પડતી એના ઉપર હમેશાં અવલંબી રહેલી છે. ચાલુ સદીમાં એમાં થએલા ફેરફારને વિચાર આગળ કરીશું, તેમજ અખાતની પ્રાચીનતાને વિચાર પરિશિષ્ટમાં કરીશું.
For Private and Personal Use Only