________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ I
૨૩૪
સ્તંભતીર્થ સાથે સંબંધ અને સ્તંભ એ હાટકેશ્વરની પેઠે આદિ લિંગ-સુવર્ણનું લિંગ એ બધું પણ સૂચક છે.૮૨ અને એ બધાંનું સાંનિધ્ય પણ સૂચક છે. વૈદિક કાલની પરંપરા ઝાંખી ધ્યાનમાં લઈ મધ્ય દેશમાં બેસી ભૂગોળ લખનાર પુરાણકારને સિંધુ અને સરસ્વતીના મુખપ્રદેશે અને તેની આસપાસના મુલકા, સમ્રપાતાલ અને એની નગરી ભાગવતી, વગેરે સમુદ્રના ગર્ભમાં લાગે એ શક્ય છે. તે સમયે સમુદ્ર જેવી મેટી નદીઓ મારફતે જ ઉત્તરમાંથી દક્ષિણમાં જવાતું એ ોઈ ગયા.
પાતાલ અને પણિ
પણિ જાતિના લોકને પુરાણાએ પાછળથી દૈત્ય એટલે યાતુધાન વર્ગના ગણ્યા છે. વેદમાં એ લેાક એક વેપારી વર્ગ જેવા સામાન્ય માણસો છે તે સ્પષ્ટ છે. વૈદિક યજ્ઞયાગાદિ ન કરનારા અને બ્રાહ્મણાનેન સંતેાનારા અને સખ્તાઇથી વ્યાજ લેનારા હોવાથી દૈત્ય વર્ગમાં ગણાઈ નિંદાયા. આ પણિ એ ફનિશિયન જાતિના વેપારી, એ જેમાંથી વિષ્ણુજ અને હાલના વાણીઆ શબ્દ આવેલા છે તે, એમ વિદ્વાનો માને છે. આ ફિનિશિયનેાનું વતન કયું તે બહુ વાદગ્રસ્ત વિષય હાઈ અહીં ચર્ચાને સ્થાન નથી. પરંતુ વતન તરીકે નિહ તેા વસવાટ તરીકે પણ સિંધુ અને સરસ્વતીના તટ પ્રદેરોા ઉપર એ લેાક રહેતા અને આર્યોંના
૮૨ આગળ લિંગપૂજન અને કુંભતીર્થના પશિષ્ટમાં આ બાબત કેટલીક ચર્ચા કરી છે. નાગરખંડ હાટકદરને બ્રહ્માએ તદાકારમાં પૂજેલું પ્રથમ સુવર્ણલિંગ કહે છે. આનર્તના અરણ્યમાં શંકરનું લિંગ પડી ગયાની જે કથાછેતે અક્ષરશ: પ્રભાસખંડમાં પ્રભાસક્ષેત્રમાં પંચપ્રભાસમાં આદ્ય પ્રભાસતીર્થનું વર્ણન કરતાં આપેલી છે; અને નાગરખંડની પેઠે જ લખ્યું છેકેઆ લિંગના પૂજનથી સ્વર્ગપ્રાપ્તિ થવાના ભયથી ઇન્દ્રે પ્રભાસમાં આવી લિંગને વજ્રથી આચ્છાદિત કર્યું, એટલે નાગર મને પ્રભાસ અને ખંડની કથા પ્રમાણે બ્રહ્માએ સ્થાપેલું આદિલિંગ (એટલે હાટકેશ્વર-પ્રભાસખંડમાં એ નામ સ્પષ્ટ નથી લખ્યું) નાશ પામ્યું છે, એ તા સ્પષ્ટ છે. ખંભાતમાં શાવિક-શૈવતીર્થ નાશ પામી ગુપ્ત થવાનું કારણ બહુ મોટા માહાત્મ્યથી ગર્વ આવ્યા તેથી ગુપ્ત થયું એમ લખ્યું છે. આદ્ય વગેરે પાંચ પ્રભાસ જોકે હાલ પ્રભાસની પાસે બતાવવામાં આવે છે પરંતુ આદ્ય શબ્દ જ પછીનું પ્રભાસ હાવાનું વ્યક્ત કરે છે. પરંપરાએની આ બધી ગુંચવણ સરસ્વતીનું મુખ જે અદ્ધર (Vague) રીતે પ્રભાસ પાસે મૂક્યું છે તેની લગભગમાં કાઈ મોઢું આદ્ય શૈવતીર્થ નાશ પામી ગુપ્ત થયાનું સૂચવે છે. અને એ કારણથી એની પરંપરાએ જુદી જુદી જગ્યાએ વહેંચાઈ ગઈ. આગળ ચાલતાં પ્રભાસખંડમાં લખે છે કે રૂરૂ દૈત્યને મારવા કુમારિકા દેવી પાતાલમાં ગઈ તેનું તીર્થ પ્રભાસક્ષેત્રમાં છે અને ખલદેવજી નાગનું સ્વરૂપ લઈ પ્રભાસ પાસે આવેલા પાતાલના વિવરમાં ગયા એમ પણ લખ્યું છે. કુમારિકાક્ષેત્ર ખંભાતના સ્થળમાં છે તે તેા જાણીતું છે. અને ત્યાં પણ પાતાલનું વિવર હોવાનું કૌમારિકાખંડમાં લખ્યું છે. નાગરખંડમાં ઈંદ્રધુમ્ર રાજાની લાંબી કથા આપી છે અને તે હાટકેશ્વરક્ષેત્રમાં આવી રહ્યા અને ભતૃયજ્ઞ પાસે આવ્યા એમ લખ્યું છે. એ કથાતે જ વિગતથી કૌમારિકાખંડમાં આપી છે અને દ્રિધુમ્નેશ્વર મહીસાગર ઉપર છે એમ લખ્યું છે. ભતૃયજ્ઞ પણ સ્તંભતીર્થમાં પાશુપત દીક્ષા લઈ રહેવાનું લખ્યું છે. આ ગુંચવણ પણ હાટકેશ્ર્વરક્ષેત્ર, પ્રભાસક્ષેત્ર અને સ્તંભતીર્થની પર પરાએ મૂળ એક પર ંપરામાં નીકળી છે અને એ બધુ એક જ અથવા એકમાંથી કોઇ કાળે ભિન્ન થએલું એમ સૂચવે છે. હાટકેશ્વરક્ષેત્રમાં ઈંદ્રઘુન્ન જે ભાગ ભજવે છે તેવા કે તેથી વધારે સ્તંભતીર્થમાં ભજવે છે. મહી નદીનું નામ ઈંદ્રઘુન્નતનયા અને ખંભાતમાં ઈદ્રદ્યુમ્નેશ્વર એ વાત ખાસ નોંધવા જેવી છે. એ કથા બન્ને ખંડમાં સરખી હાવાથી હાટકેશ્વરક્ષેત્ર સ્તંભતીર્થના પરમ સાંનિધ્યમાં આવે એવું સૂચન છે. ભાગવતમાં વિતલ પાતાલના હાટકેશ્વર પાર્વતી સાથે ોડું બની રહેલા છે અને એમાંથી હાટકી નદી નીકળે છેઆદિ વર્ણન, કુંભ ને હિરણ્યવેતસ અને સલિલની મધ્ય રહેલું, ગુહ્ય પ્રજાપતિ વગેરેને બંધબેસતું લાગે છે. ઋગ્વેદમાં ધૃતની નદીમાં રહેલું હિરણ્યવતસ ભાગવતની હાટકી નદી અને હાટકેશ્વરને મળતું કહી શકાય. શિવ અને તેમના લિંગના સંબંધ ન બંધા કરતાં જળ સાથે વધારે લાગે છે. શિવલિંગને તે જળ ઘણું પ્રિય છે. આ બધાના સાથે વિચાર કરતાં શિવનાં મહાભારતમાં કહેલાં નામે માં આ નામેા વિચારવા જેવાં છે, સુવર્ણરેતમ્, સમુદ્ર, વડવામુખ, ઊર્ધ્વલિંગ, મેનૂજ, તરંગવિ, વિકભિન,
For Private and Personal Use Only