________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ ૩
૨૩૩ વિતલ પાતાલમાં ભોગવતી નદીને તીરે હાટકેશ્વર આવેલા છે એમ લખેલું છે.૭૮ હાટકેશ્વર મૂળ નાગલોકેના દેવ છે એમ પણ પુરાણ કહે છે.૭૯ પાતાલ, હાટકેશ્વરક્ષેત્ર, પ્રભાસક્ષેત્ર ગુરૂક્ષેત્ર-ખંભાત, નાગલોક અથવા નાગદ્વીપ અને આનર્ત દેશ એ બધું એક જ અથવા એક બીજાનાં અત્યંત સાહચર્યમાં છે એ આગળ જેયું. અસલ હાટકેશ્વરક્ષેત્ર જે નાશ પામ્યું છે એમ પુરાણ લખે છે તે સરસ્વતીના મુખપ્રદેશની લગભગમાં ગૂજરાત કાઠીઆવાડના કિનારાના સાંનિધ્યમાં લેવું જોઈએ એ પણ આગળ જોયું. તો એ બધાના સાહચર્યવાળી નાગલોકના દેશની રાજધાની પણ એ જ પ્રદેશમાં હોય એમ માનવાને વાંધો નથી. જે નામની નદી હોય તે નામનું શહેર તેને કિનારે હોય એવા દાખલા હોય છે.૮૦ ભોગવતી વાસુકિની નગરી અને નાગલોકની રાજધાની. ભોગવતી નાગલોકની નદી. ભગવતી એ સરસ્વતીનું–ખાસ કરીને તેના નીચલા પ્રવાહનું નામ, અને એને નીચલો પ્રવાહ ખંભાતના અખાતમાં થઈને હતો એ ચર્ચા આગળ કરી. કાઠીઆવાડમાંથી નળ અને ખંભાતના રણને મળતી ભેગાવા નદી ભેગવતી નામનું અવશેષ હોઈ શકે. એ ભેગાવાને બિલગા એટલે પાતાળગંગા પણ કહે છે.૮૧ વળી મહાભારત એક જગ્યાએ ભગવતી વાસુકિની નગરી પ્રયાગ પાસે મૂકે છે. એ સમુદ્રથી દૂર હોવાને લીધે પૌરાણિક પરંપરાથી ઊલટી છે. પણ એ જ મહાભારત બીજી જગ્યાએ નાગધન્વન જે સરસ્વતીને તીરે છે તેને વાસુકિની નગરી કહે છે. નાગધન્વનને પ ન લાગવાથી વૈજેલ એ તીર્થ કુરુક્ષેત્રમાં સરસ્વતીતીરે હશે એમ નિરાધાર વાત કરે છે. નાગધન્વન કેઈ પણ જગ્યાએ હોય તો તે ખંભાતના અખાતને કિનારે હોવાનો સંભવ છે તે સરસ્વતીના પ્રવાહના લેખમાં જોયું. આ બધું એમ બતાવે છે કે ખંભાતના અખાતની લગભગમાં ભોગવતી નગરી હોવી જોઈએ. કે. પુ.માં તંભતીર્થંમાં નારદીયસર (હાલનું ખંભાતનું નારેસર) ઉપ૨ નાગલોકેએ પહેલાં (પુરા) તપ કરેલું–કદ્રુના શાપને છુટકારો કરવા માટે અને ત્યાં નાગેશ્વરલિંગ તળાવના ઉત્તર તટે સ્થાપેલું એમ લખ્યું છે. એ ખંભાતના સ્થળને નાગ સાથે સંબંધ બતાવે છે. ખંભાતનું એક પ્રાચીન નામ ભગવતી છે એ આ વાતને ટેકે આપે છે; જોકે એ નામ કેટલા પ્રાચીન સમયથી ચાલ્યું આવે છે તે કહી શકાય તેમ નથી. પરંતુ ખંભાત એટલું પ્રાચીન છે કે ભગવતી નામ ઉ૫૨ લખી તે નાગલોક અને પાતાલની ચર્ચાને આધારે ખંભાતનું જ અગર એની આસપાસના કેઈ પ્રાચીન નગરનું હોવાને ખાસ સંભવ છે. અસલ હાટકેશ્વરક્ષેત્ર લુપ્ત થયું છે અને ખંભાતની ભૂમિને ગુસક્ષેત્ર કહે છે. ખંભાત નામને
સાત ઓઘમાં ત્રીજે ઓઘ સરસ્વતી છે એટલે ભગવતી તે સરસ્વતી ગણાય. ૭૮ એ જ હાટકેશ્વર શબ્દ જુએ. ૭૯ સ્ક. ૫ ક. નં. અ. ૩૯. શ્લો. ૭ થી ૯ઃ પતા સને રાતિ ઢિ શ્રી ઇ શ્વરમ્ ત્ર સ્થાપિત્ત પાર્થ सहस्र योजनोछूितम् ॥ हाटकस्य तु लिंगस्य प्रासादो योजनायुतः ॥ सर्व रत्नमयो दिव्यो नानाश्चर्य विभूषितः॥ તસાર્વત્તિ તઢિાં નાનાનાને કર્તમાઃ અ. ૬૩માં બર્બરિક પાતાલમાં જાય છે ત્યાં પણ રત્નમય લિંગનું નાગલોક સેવન કરે છે એમ લખ્યું છે. ૮૦ પહેલાં આ રિવાજ હતો. કંદપુરાણમાં ખંભાતનું જ નામ મહાનગર આપેલું છે. દક્ષિણમાં કવેરીપત્તન છે વગેરે. વારાણસી, શક્તિમતી એ પણ નદી ઉપરથી નગરીને દાખલા છે. (Geo. Dic. of An Ind). ૮૧ બિલગ માટે જુઓ કાઠીઆવાડ સર્વસંગ્રહ. પૃ. ૨૯૮. સરસ્વતીના પ્રવાહના લેખમાં સરસ્વતીના નીચલા પ્રવાહની અને તે ઉપરનાં તીર્થોની પરંપરાના કેવી રીતે ટુકડા થઈ ગયા છે તે ચર્ચા કરી છે. પાટણ સિદ્ધપુર પાસેની સરસ્વતી અને સાબરમતી વગેરે એ પ્રવાહના ટુકડા ઉપરાંત એ બને નદીઓએ તીર્થો પણ વહેંચી લીધાં છે, તેમ એ પ્રવાહને રીતે બીજી બાજુ ભોગાવા નદીએ ભગવતી નામ જાળવી રાખ્યું છે. જોગાવા નદી નળ અને ખંભાતના રણને હાલ મળે છે.
For Private and Personal Use Only