________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ છે
૨૬૫
મૅજિસ્ટ્રેટ કોર્ટની પૂર્વ આવેલી નાની જૂની (પહેલી) કબર ઉપરને લેખ
અલ્લાહે દયા કરેલા અને ગુનાહ માફ કરેલા, અલ્લાહ તઆલાની દવાની આશા રાખનારા, વેપારીએને માટે અભિમાનનું કારણ, સૌથી મહાન શેઠ, ખાજા જલાલુદ્દીન બીન મહમદ બીન અલી મખું ગેલાનીની આ કબર છે. શુક્રવારની રાત્રે સને ૨૮ હજરીના રમજન મહીનાની પાંચમી તરીકે તે ગુજરી ગયા.
મેજિસ્ટ્રેટ કોર્ટની પૂર્વે આવેલી બીજી કબર ઉપરને લેખ અલ્લાહે દયા કરેલા ખાન જલાલુદ્દીન બીન અલી સુલતાન ગેલાનીની આ કબર છે. બુધવારને દિવસે સને ૯૭૯ હીજરીના મહેરમ મહીનાની બાવીસમી તારીકે તે ગુજરી ગયા,
ત્રણ દરવાજા ઉપરને જૂને લેખ અકબરશાહના વખતમાં આ સારા પાયાવાળો મને હર બજાર પૂરેપૂરો તૈયાર થયો તે મનગમતું છે; તેથી ‘ઈસતબરફ અને ખા” નામનાં લૂગડાંથી તેને શણગારવાની જરૂર નથી. ખીરદે (કવિનું નામ) તેના પૂરા થયાની તારીખ લખી કે “ઇમારતો ખુશકારક છે અને બજાર ખૂબસૂરત છે. સને ૯૯૨ હીજરી.
લાલબાગને લેખ મિરઝાં બાકરને બાગ (વાવ) ઘણે સારો છે જે મનોહરતામાં ઈરમની વાડી જેવો છે. આ મુબારક વાડી બનાવવાનો વરસ વિચારતાં “સ્વર્ગવાડી” થાય છે. સને ૧૧૦૭ હજરી.
ઈદગાહને લેખ
આ લેખ બરોબર વંચાતા નથી.
For Private and Personal Use Only