________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ I
ફ્રી નોંધવાની જરૂર છે તે આ પ્રમાણેઃ—
(૧) વેદકાલનું અધેાભુવન અગર નીચ્ચ દેશ તે સિંધુ અને સરસ્વતીના મુખના પ્રદેશ. (૨) એ પ્રદેશે। અસુર નતિના હાથમાં હતા અને અસુરા આર્યોંની સાથે લડનારી એક જાતિ વિશેષ હતી. (૩) નાગલેાકા આ અસુરોના એક ભાગ-પેટા નિત હતી અને જલપ્રવાહ તથા વહાણવટું એમના હાથમાં હતું. (૪) તેથી નદીમુખા તેમને તાબે હાઈ ત્યાં તેમનાં ખાસ થાણાં હતાં. (૫) આ મુખ્ય વૈદિક નદીએ ઉત્તરથી દક્ષિણ-ઉપરથી નીચે વહેવાથી પણ નીચેના ભાગ અધભુવન અગર નીચ્ય દેશ કહેવાતા અને અસુરના વાસને લીધે આર્યંને અગમ્ય અને નિંદ્ય હતા. (૬) એ સ્થળ ઉપર ઈ.સ. પૂર્વે પાતાલ નામનું નગર હતું તેની કેન્દ્રસ્થ ઉપયેાગિતાને લીધે આ નીચ્ચ દેશનું પાતાલ નામ પડયું અને અસુરે અત્યન્ત નિંદ્ય થઈ આર્યશત્રુ થયા પછી આર્યાંના રંગથી રંગાએલા પૌરાણિકાએ પાતાલને ભૂમિના પડમાં ધકેલી કાઢયું, અને અસુરના ભયંકર પ્રાણીવિશેષ બની ગયા. (૭) અથર્વવેદના ભદેવ આદિ લિંગ અને પૌરાણિક લિંગાદ્ભવમૂર્તિ-શિવ—કહી શકાય. (૮) અથર્વંવેદની આર્યંતરતા અને લિંગપૂજાની મૂળ આર્યંતરતા અને પશ્ચિમ એશિયાના કિનારાથી હિંદના કિનારા સુધીની તેની વ્યાપકતાથી લિંગપૂર્જા અસુરોની હાય એમ ગણી શકાય, અને કુંભ લિંગરૂપે સ્તંભરૂપે અગર બંનેરૂપે એક વખત પશ્ચિમ હિંદમાં પૂજાતા હતા એમ ગણી શકાય. (૯) હાટકેશ્વર મૂળ નાગલેાકના દેવ, પુરાણા પ્રમાણે શ્રદ્રાએ પૂજેલું આદિલિંગ અને સુવર્ણનું લિંગ, અને નાગલાક અસુરોની પેટા જાતિ, એ નાગન્નતિ સ્તંભ અને હાટકેશ્વરના કોઈ સંબંધ વ્યક્ત કરે છે. નોંધ ૮૨માં આપેલાં શિવનાં નામ ખાસ વિચારવા જેવાં છે. (૧૦) કુંભને ગુહ્યુપ્રાપતિ હિરણ્યમય કહ્યો છે. હાટકેશ્વર પ્રથમ બ્રહ્માએ તદાકાર’ સુવર્ણમાં બનાવી પૂછ્યું (Realistic Linga) એ પણ સૂચક છે. (૧૧) માહેન-જો-ડેરામાંથી ત્રિમુખ શિવ અને ‘તદ્દાકાર’ લિંગની મૂર્તિએ આ વાતની પ્રાચીનતા અને ભૌગોલિક વ્યાપતા બતાવે છે, અને પાશુપત મતને ગુજરાતના કિનારા સાથે સંબંધ શ્વેતાં લિંગપૂજાના આદ્ય પ્રચારમાં આ કિનરાએ જે ભાગ ભજવેલે તે સિદ્ધ કરી તેની પ્રાચીનતા મનાય છે તેથી વધારે છે એમ પણ વ્યક્ત કરે છે. (૧૨) સરસ્વતીનેા પ્રવાહ ખંભાતના અખાતમાં થઈ પ્રભાસના સાન્નિધ્યમાં સમુદ્રને મળતે ત્યાં વડવામુખ નામના દેશ હતેા; આ સરસ્વતીના નીચલા પ્રવાહનું નામ ભાગવતી હતું, તે વિતલ પાતાલની નદી ગણાતી અને હાટકેશ્વરનું ત્યાં સાન્નિધ્ય હતું. (૧૩) આ બધા ઉપરથી હાટકેશ્વર જે વિતલ પાતાલમાં ગણાતા અને આનર્ત દેશમાં પણ ગણાતા તે સરસ્વતીના મુખ પ્રદેશ પાસે હોવા જોઇએ, સ્તંભ સાથેના મળતાપણાથી ખંભાતના સ્થળની લગભગ પણ હાઈ શકે; એ એક કરતાં વધારે વાર લુપ્ત થયા-એટલે એ પૂનના વૈદિકાએ નાશ કર્યાં-અને કુંભક્ષેત્ર પણ ગુક્ષેત્ર થયું. (૧૪) આમ થવાથી પાછળના પૌરાણિકાએ આખી પરંપરાના ટુકડા કરી દરેક ક્ષેત્રો જુદાં કર્યા. આ ટુકડા થએલી પરંપરાએ મૂળ એક મેાટી બીના વ્યક્ત કરતી હાય તે! સ્તંભતીર્થ સામનાથ અને હાટકેશ્વર ક્ષેત્ર એ બધાને એક કરતું કાઈ મે ટું રોવતીર્થ ગૂજરાતને કિનારે સરસ્વતીના મુખના પ્રદેશમાં હોવું ોઇએ. (૧૫) પાછળ અસુરાના પરિશિષ્ટમાં કરેલી સ્કંદ વિશેની ચર્ચા ધ્યાનમાં લઈ કંદના ખંભાતના સ્થળ સાથેના સંબંધ ખાસ નોંધવા જેવા છે. નાગરખંડના કંદપુર અને તામ્રવતીના ઉલ્લેખા પણ નોંધવા જેવા છે. સ્કંદે માહેશ્વર ધર્માંના ઉપદેશ કર્યાં એમ પુરાણ પાતે કહે છે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે કંદની માટા દેવ તરીકે પૂજન દક્ષિણ હિંદમાં છે. એ દેશમાં પેરીય પુરાણ (મેાટું પુરાણુ) નામનાં તામીલ ગ્રંથમાં કહ્યું છે કે ઔદ્ધ અને જૈન મતાનું એર હિંદમાં બહુ હતું તે દક્ષિણ હિંદમાં બંદે તાડયું અને ઉત્તર હિંદમાં કુમારિલ ભટે તાડશું. કંદ દેવ તરીકે પૂજવા છતાં આટલી ઐતિહાસિકતા રહી ગઈ છે. એ પાછળ કરેલાં અનુમાનને ટેકો આપે છે. સ્કંદની ઐતિહાસકતા
For Private and Personal Use Only
૨૩૭