________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
પરિશિષ્ટ ૩ વાર સારું હશે એમ જણાય છે. આ બધા વિચાર સાથે કરતાં અને ઉપરની તમામ લોકકથાઓ અને પૌરાણિક ઉલલેખોની ચર્ચા ધ્યાનમાં લેતાં ગુજરાત કાઠીઆવાડ કચ્છના પ્રદેશો-ખાસ કરીને કિનારા, નાગ અને અસુરનાં વતન એક વખત હતાં અને પૌરાણિક પાતાલના ભાગ ગતિમત અને નાગદ્વીપ એ બંને હિંદના આ કિનારા સાથે ઘણો નિકટને સંબંધ હતો તે પણ વ્યક્ત થાય છે. ભગવતી
આ નાગની પાતાલમાં આવેલી નગરી-વાસુકિની રાજધાની તે ભોગવતી. નારદે કરેલા ભોગવતીના વર્ણનમાં એને અમરાવતી જેવી કહેલી છે.૭૧ સ્વર્ગ કરતાં ત્યાં વધારે સુખ હતું. મહાભારતમાં પોતાની કન્યા માટે વર શોધવા જતા ઈન્દ્રના સારથી માતલી સાથે ના૨દ પાતાલમાં ગયા તેનું વર્ણન છે. પૃથ્વી ઉપર ઊતરી વરુણ જલરાજ પહેલો આવ્યા પછી નાગલોકમાં આવ્યા.૭૨ આને અર્થ ઉત્તર હિંદમાંથી સિંધુને માર્ગે પાતાલમાં આવતાં પાતાલનગર અથવા સિંધુ મુખ આગળથી સમુદ્ર શરૂ થયો તે વરુણલોક. સિંધુમુખ આગળ વરુણ અથવા સલિલરાજ૭૩ તીર્થે પ્રસિદ્ધ છે. ત્યાંથી પાતાલની મર્યાદા શરૂ થઈ એમ સમજવાનું. આગળ જતાં સાતમાંથી એક પાતાલમાં આવેલી ભગવતી નગરીમાં એ બને આવ્યા. એટલે સિંધુના મુખથી સમુદ્ર મારફતે કાઠીઆવાડ ગુજરાતને કિનારે અવાતું તેનું એ સૂચન છે. ભગવતીને કેટલાક દક્ષિણમાં પર્વત ઉપર ગણે છે.૭૪ કેટલાક પ્રયાગ પાસે કહે છે પરંતુ એ માન્યતા પરંપરાથી અવળી છે. પાતાલ અને ભાગવતીને સમુદ્રની સાથે જ સંબંધ છે. અહીં એક બીજી વાત વિચારવા જેવી છે. ભગવતી નામ સરસ્વતી નદીનું છે.૭૬ અને એને નાગલોકની એક નદી કહેલી છે.૭૭ હાટકેશ્વર વર્ણનમાં
૭૧ Vogel: Indian Serpent Lore P. 83. ૭૨ એ જ પૃ. ૮૨. અહીં નાગલોકમાં માતલી અને નારદ ફર્યા એમ લખતાં કહે છે. ત્યાં વરણના રાજ્યની સત્તા ચાલે છે એમ લખ્યું છે. એ રીતે વરૂણનું રાજ્ય એટલે સમુદ્રનો સંબંધ નાગલોક અથવા પાતાલ સાથે જોડે છે. ત્યાંથી દેન હિરણ્યપુરમાં થઈ સુપર્ણ ગરડોના દેશમાં ગયા એમ લખે છે. સુપર્ણ ગરુડ સ્વભાવે ક્રર હેવાથી ક્ષત્રીય જ રહે છે. બ્રાહ્મણ થઈ શકતા નથી એમ કહે છે. આ વર્ણન આ નાગો, ગરુડે, અસુર- દત્ય વગેરે પ્રાણુંઓ હાલ માનીએ છીએ તેવાં નહિ પણ મનુષ્ય જાતિના હતા એમ બતાવે છે. આ બધું વરુણના રાજ્યમાં-પાતાલમાં છે. ૭૩ જુઓ નંદલાલ દે કૃત Dictionary of ancient Indian Geography. પાતાલ શબદ. ૭૪ રા. બા. ડે. કૃષ્ણસ્વામી આયંગર એમના “South Indian Culture' અને એણે હિદને આપેલ ફાળો એ ગ્રંથમાં જાવાનું શ્રી ભજનગર તે ટોલેમીનું Argyre અને એ ઉરગપુર અને એનું Alternative ભગવતીપુરમ હોય કે જે ઉપરથી શ્રી ભોજપુરમ થયું હેય વગેરે દલીલો કરે છે તે નિરાધાર છે. એ દલીલો લાટને બંગાળામાં મૂકવા માટે મહાવંશમાં સપારગ આવે છે તે પ્રસિદ્ધ સોપારાને બદલે સુ-પાર સારો કિનારે અર્થ લઈ જાવા-સુમાત્રામાં મૂકે છે તેના જેવું નિરાધાર છે. એમના ઉપરોક્ત ગ્રંથનું પૃ. ૩૭૪-૫ જુઓ. Vogele Indian Serpent Lore P. 20-2. રામાયણ કિષ્કિધાકાંડને આધારે લખે છે. આ પર્વત ઉપરની ભગવતીનગરી અન્ય પુરાણોની સમુદ્રની નગરથી જુદી અને નાગ કે દક્ષિણમાં ગયા પછી બેસાડેલી છે. ૭૫ મહાભારત વનપર્વ (નિર્ણસાગર) અ. ૮૩. કો. ૭૭ અને ૮૬ ભગવતી વાસુકિનું તીર્થ અને પ્રજાપતિની વેદી એમ લખે છે. આ માન્યતાને સમુદ્રમાં ભગવતી છે એ માન્યતા સાથે વિરોધ છે અને વાસુકિતીર્થ સરસ્વતીતીરે નાગધન્વનમાં છે એમ મહાભારતને પિતાને (શલ્ય પર્વ) વિરોધ છે. એટલે પ્રયાગ પાસે ભેગવતી મૂકીને મહાભારતે પિતાને જ વિરોધ કરી સરસ્વતી નાશ થયા પછી ઘણે વખતે એ વાત ઉમેરી લાગે છે. ૭૬ જુઓ શ્રી દેરાસરી કત પિરાણિક કથાઓષ અને Vogel: Indian Serpent Lore 201-2. ૭૭ પિરાણિક સ્થાષ, ભગવતી શબ્દ. નાગલોકની નદી ઉપરાંત સ્વધુનીને ત્રીજો ઓધ પણ એને કહે છે અને રવધુનીના
For Private and Personal Use Only