________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૬
હાલને સમય અને નામદાર નવાબ સાહેબ બહાદુરની અભિલાષાઓ દિલ્હીમાં નરેન્દ્ર મંડળની સભાઓમાં નામદાર નવાબ સાહેબે ઘણા રસપૂર્વક ભાગ લીધેલ અને કમિટી આગળ પણ ખંભાત રાજ્યના હક્ક સારી રીતે જળવાય એવી દરખાસ્તો મૂકી. આવા સમયમાં દી. બા. નર્મદાશંકરભાઈ જેવા સિદ્ધહસ્ત અને કાર્યકુશળ પુરુષની દીવાનપદ ઉપર નિમણુક કરી એ જ નામદાર નવાબ સાહેબની દીર્ધદષ્ટિ અને ફતેહ સિદ્ધ કરે છે.
ગાદીએ આવતાં જ નામદાર નવાબ સાહેબ બહાદુરે રાજ્યમાં સારા અને ઉપયોગી રાજકીય સુધારા (healthy and useful reforms) દાખલ કરવાની જાહેર અભિલાષા બતાવી. પ્રધાન મંડળ સાથે જોખમદાર તંત્ર (Join Cabinet responsibility) જેવું તંત્ર શરૂ કર્યું અને એ તંત્રનું શુભ પરિણામ આવ્યું છે એમ કહેવાય છે. ખંભાત બંદર વધારવા માટે આજ સુધી જે જે થયું છે તે જોઈ ગયા. નામદાર નવાબ સાહેબે બંદરને હાલની ઢબ પ્રમાણે મોટી સ્ટીમરો નજીક આવી શકે તેવી રીતે સુધારવા ભારે ખર્ચ કરીને મોટો પ્રયત્ન કર્યો છે અને બંદર માટે એઓશ્રીની અભિલાષાઓ બંદર ખુલ્લું મૂકતી વખતે કરેલા ભાષણ ઉપરથી જણાઈ આવે છે. ખંભાત બંદર એની પૂર્વની જાહોજલાલીમાં આવે એ જોવાને દરેક ગૂજરાતી અભિમાનથી તૈયાર હશે.
આજે ખંભાત રાજ્ય નામદાર નવાબ સાહેબ બહાદુરના અમલમાં એક સુધરેલા રાજ્યની માફક પ્રગતિ કરતું જાય છે. નામદાર નવાબ સાહેબ બહાદુરમાં તેમના પિતાના બધા ગુણો છે. એઓશ્રી શાંત અને ઉત્સાહી છે; સ્વભાવે મળતાવડા છે; પ્રજાની દરેક જાતને સમાન દષ્ટિથી જોવાનો એમને સિદ્ધાન્ત છે. પ્રજા સુખી થાય અને ખંભાતની સમૃદ્ધિ તથા આબાદી વધે એ એઓશ્રીને રાજ્યઅમલનું મુખ્ય ધ્યેય છે અને એ અભિલાષ પૂર્ણ થાય એવાં ચિહ્નો એઓશ્રીના આજ સુધીના વહીવટમાં દેખાઈ આવે છે. ગૂજરાતનું આ પ્રાચીન બંદર એની અસલની ખ્યાતિમાં ફરી આવે એવી દરેક ગુજરાતીની પણ શુભ અભિલાષા છે.
૪ Cambay Administration Report 1931-32. P. 3-4. આ દર ખારોમાં (૧) રા ૨૧૯૨૪ની વાક ખંડ રદ કરવી. (૨) મીઠું પકવવાનાહકની રકમમાં સુધારે કરવો અગર મીઠું પકવવાની બૂટ આપવી. (૩) બંદરની ખીલવણીમાં સંપૂર્ણ ટે. (૪) ચલણી નાણાંને લગતા કરાર ફરી સુધારવા. ૫ એ જ પૃ. ૩. આ બાબતની વિગત ૧૯૩૨ પછીના રીપોર્ટમાં આવશે એમ મજકુર પેર્ટમાં જણાવેલું છે. સુધારામાં આ પહેલું પગથિયું છે એમ કહે છે. ૬ સુલેહના હક્ક પ્રમાણે ખંભાત બંદરને બ્રિટિશ બંદર જેવા બધા હક હતા અને તે મુજબ કામ ચાલુ થયું; પરંતુ ૧૯૩૩ની ૮મી એપ્રિલે હિંદી સરકારના નાણાંખાતાએ ખંભાત બંદરને પરદેશી બંદર તરીકે જાહેર કરી જાના હક્ક બંધ કર્યા અને જકાતનાં નાકાં બેસાડવાં. આ માટે દરબાર તરફથી હિંદી સરકારને અસલની શરતોની રૂઈએ જાના હક કાયમ રાખવા માટે હકીકત રજુ કરવામાં આવેલી છે. હજુ સુધી પરિણામ આવ્યું નથી. વિગત માટે જુએ ટાઈમ્સ સપ્લિમેન્ટ તા. ૧૬ સં'ટેબર ૧૯૩૩
For Private and Personal Use Only