________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
પરિશિષ્ટ ગ
સ્થળને પ્રાગૈતિહાસિક સમયમાં મૂકી શકે. ખંભાતનું સ્થળ એ સમયની દક્ષિણ એશિયાની પ્રજામાં એવું તે મધ્યમાં છે કે એ માન્યતાને ટેકો આપે છે. એનાં અનેક નામેા એમ સૂચવે છે કે વારંવાર ચઢતી પડતી જોએલાં શહેરા એ સ્થળે થઈ ગએલાં; અને સ્તંભ પૂર્જાના કેન્દ્ર તરીકે એ શહેરની નજીક જ એક સ્થળ પ્રાચીન કાળથી ચાલ્યું આવેલું.
લાટ દેશ
આ ચર્ચાના પ્રસંગમાં એક બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, તે એ કે લાટ દેશ કયા અને એ નામ પાડવાનું કારણ શું? આપણે સામાન્ય રીતે મહી અને નર્મદા અગર તાપી સુધીના ભાગને લાટ દેશ કહીએ છીએ. પહેલા પ્રકરણમાં તૈયું તેમ ખભાતનું સ્થળ લાટ, સૌરાષ્ટ્ર અને આનત્ત એ ત્રણે પ્રાચીન દેશેાની હદ ઉપર એવી રીતે આવેલું છે કે એને કયા દેશમાં ગણવું એ નક્કી કરવું મુશ્કેલ છે. પરંતુ
એને સંબંધ મહી નદી સાથે વધારે હાવાથી એને લાટમાં ગણી શકાય. પણ લાટ નામ શાથી પડયું એ હજી નક્કી થયું નથી.૭૬ વિદ્વાનોએ એને માટે અનેક તર્ક કરેલા છે. તેા એક અનુમાન ઉમેરવું અપ્રાસંગિક નહિ ગણાય.
લાઢ શબ્દની ઉત્પત્તિ
લાટ નામ સંસ્કૃત નથી એમ માનવામાં બધા વિદ્વાના એકમત છે. ઘણા રાષ્ટ્ર ઉપરથી લાટ થયાનું માને છે.૭૭ પણ ગૂજરાતના દક્ષિણ વિભાગનું નામ રાષ્ટ્ર કેમ તેનું કેાઇ નિવારણ કરતું નથી. લાટ રાખ્યું આપણા પ્રાંતને માટે સંસ્કૃત લેખકોએ તે મેડા વાપરવા માંડચો. માટે ભાગે પરદેશીઓએ એ શબ્દ વાપરેલા છે. પરદેશીએ લાટને લાર નામથી જાણે છે, અને એની સરહદ આપણે હાલ માનીએ છીએ એટલી નહિ પણ છેક મુંબાઇના દક્ષિણ સુધીના કિનારાને લાર કહેતા. અરબી સમુદ્રનું નામ લારના સમુદ્ર હતું. દેશની અંદરના ભાગમાં છેક ઉજ્જૈન લાટની હદમાં ગ્રીક લેખકે ગણેલું છે.૭૮ આ રીતે લાટ અગર લારની હદ કાઈ વખતે નિશ્ચિંત રહી નથી. વળી કનિંગહામ સિંધના દક્ષિણ ભાગને લાર કહે છે.૭૯ સિંધના ઉત્તર ભાગમાં સિંધુને પશ્ચિમ કિનારે લારખાના નામના જીલ્લો છે. ઇરાનની દક્ષિણે લારીસ્તાન નામના પ્રાંત અને એનું શહેર લાર નામનું છે. આ બધું શ્વેતાં અને એ નામ પહેલું પરદેશીઓએ વાપરેલું છે એ જોતાં લાર્ અગર એનું સંસ્કૃત રૂપ લાટ રાષ્ટ્ર કરતાં કેઇ બીન્ત મૂળમાંથી ઉત્પન્ન થયું જણાય છે. લાટ અને સ્તંભ
લાટના આપણી હાલની ગૂજરાતી અને હિંદી ભાષામાં અર્ધ સ્તંભ થાય છે. પાડા ટેકવવાના થંભને
"This civilization extended in a South-esterly direction (from Indus) atleast as far as the gulf of Cambay."
૭૬ એ. એસ. અલ્તેકર (His. of Imp. Towns & Cities in Guj. & Kath.). લાટ નામ હિંદુએનું નથી, એનું મૂળ પરદેશી હાય, હજી એ ફાઇને જડ્યુ નથી. રાષ્ટ્રે ઉપરથી એ પડ્યું નથી. રાષ્ટ્રકૂટ ગૂજરાતમાં આવ્યા તે પહેલેથી એ નામ છે એટલે એ સાથે પણ સંબંધ નથી એમ લખે છે.
૭૭ પંડિત ભગવાનલાલ ઈંદ્રજીના તથા હાલ પંડિત બહેચરદાસભાઇના એ મત છે. સંસ્કૃતમાં મદાસરના લેખમાં અને વાત્સ્યાયન સૂત્રમાં એ નામ છે. એટલે છઠ્ઠી સદી પછીનું, પણ બૃહત્ સંહિતામાં નથી એટલે છઠ્ઠી સદી પહેલાં નથી. અરબી મુસાફરો મુંબાઈ સુધીના કિનારાને લાટ કહે છે અને અલ માસુદી ત્યાં લારી ભાષા ખેલાતી એમ લખે છે. ૭૮ ટાલેમી અને પેરિપ્લસ. (Larike) નુએ Me Crdndls Ptolemy P. 38. (Bengal Ed.) ૭૯ Cunninghams Ancient Geo. of India. (Bengal Ed.) P. 318.
For Private and Personal Use Only